વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ:આ વર્ષે મકર જાતકો ઉપર શનિની પનોતીની અસર ઘટશે, સત્કર્મો કરનારને લાભ પણ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ મકર રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરૂ ગ્રહનું વર્ષફળ
મકર રાશિ/લગ્નના જાતકો માટે ૧૨/૪/૨૦૨૨ સુધી ગુરુ ૨જે ભ્રમણ કરશે. આ સ્થિતિ આવકવૃદ્ધિ આપશે. માન-પ્રતિષ્ઠા જળવાય રહેશે. જો કુંડળી બળવાન હશે તો આયુષ્ય સ્થાન પરની ગુરૂની દ્રષ્ટિ રોગમુક્તિ અપાવશે. એપ્રિલ પછી સમગ્ર ૨૦૨૨ દરમિયાન ગુરૂ ગ્રહનું ભ્રમણ ૩જા ભાવમાં રહેશે. એપ્રિલ થી જુલાઈ નાના મોટા પ્રવાસનો શુભ યોગ બનશે. ધનિષ્ઠા નક્ષત્ર ધરાવતાં વ્યક્તિઓ માટે એપ્રિલ થી ડીસે-૨૦૨૨ નો સમય ઉચ્ચ અભ્યાસ, આર્થિક-સામાજીક બાબતો ઉપરાંત વિવાહ ને પ્રવાસ માટે પણ શુભ રહેશે.

શનિ ગ્રહનું વર્ષફળ
મે-જૂન આ બે મહિનાને બાદ કરતાં સમગ્ર સંવત-૨૦૭૮ દરમિયાન મકર રાશિના જાતકો માટે શનિનું ભ્રમણ મૂળ કુંડળીના ચંદ્ર પરથી રહેશે. આને પનોતીની સ્થિતિ કહેવાય. વીતેલાં વર્ષ દરમિયાન પણ આ જ સ્થિતિ હતી તેથી માનસિક શ્રમ સ્વાભાવિક રહે. દરેકના જીવનમાં દર ત્રીસ વર્ષે આ સ્થિતિ આવતી હોય. જો મૂળકુંડળી અને નવમાંશમાં શનિ વૃષભ(૨), મિથુન(૩), કન્યા(૬), તુલા(૭), મકર(૧૦) કે કુંભ(૧૧) રાશિમાં છે તો પનોતીની અસર ઘટશે. સત્કર્મો કરનારને લાભ પણ મળી શકે.

રાહુ ગ્રહનું વર્ષફળ
મકર રાશિ/લગ્નના જાતકો માટે માર્ચ-૨૦૨૨ સુધી રાહુનું ભ્રમણ ૫મેં રહેશે. રાહુની આ સ્થિતિ વધારે પડતો આત્મવિશ્વાસ આપી શકે છે તેથી આ બાબતને ધ્યાનમાં રાખીને આગળ વધવું. શેરસટ્ટામાં ધ્યાન રાખવું. પ્રેમમાં છેતરામણી ન થાય તે માટે સજાગ રહેવું. કઈંક નવું અને હટકે કરવાનો વિચાર પણ આપશે પણ કોઈની સલાહ લઇને આગળ વધવું. એપ્રિલ થી નવે. દરમિયાન રાહુનું ૪થે ભ્રમણ મિલકત બાબતે ગૂંચવાડા આપી શકે છે. નોકરી-ધંધામાં બાબતે અચાનક નિર્ણય લેતાં પહેલા કોઈની સલાહ અચૂક લેવી.

માનસિક સ્થિતિ
જો આપનો જન્મ શ્રવણ કે ધનિષ્ઠા નક્ષત્રમાં થયો છે તો પનોતીના કારણે માનસિક શ્રમ રહેશે. જો પૂર્વજન્મનાં કર્મો સારા હશે તો પદપ્રાપ્તિ પણ મળી શકે. લાભ કે નુકશાન એ પૂર્વજન્મનાં કર્મોનું પ્રતિબિંબ છે. જો કુંડળીમાં શનિ બળવાન હશે તો માનસિક શ્રમ ઓછો રહેશે. ઉત્તરષાઢા નક્ષત્રવાળા વ્યક્તિઓનું નવું વર્ષ વીતેલાં વર્ષની સરખામણીમાં માનસિક રાહત આપનાર રહેશે.

આર્થિક સ્થિતિ
મકરરાશિ/લગ્ન માટે આવનારું વર્ષ આર્થિક બાબતો માટે રાહત આપનાર રહેશે એમાં પણ સંવત-૨૦૭૮ ની શરૂઆતથી લઈને માર્ચ/એપ્રિલ સુધીનો સમય આવક અને બચત માટે શુભ ગણાય. ધનિષ્ઠા નક્ષત્રવાળા જાતકો માટે આ સમય વધારે અનુકૂળ રહી શકે. લોન, લેવડ-દેવડ માટે ગુરૂ મદદ કરશે જોકે કુંભરાશિનો ગુરૂ નિર્બળ હોવાથી સફળતાનું સ્તર ધાર્યા કરતાં ઓછું રહી શકે છે.

લગ્નજીવન
જો નૂતનવર્ષ દરમિયાન જીવનસાથી માટે સમય નહીં ફાળવો તો અબોલા થઈ શકે છે. ખાસ કરીને જો આપનું જન્મલગ્ન મકર છે અને નક્ષત્ર શ્રવણ કે ધનિષ્ઠા છે તો માર્ચ/એપ્રિલ સુધી અપેક્ષાના ઝઘડા રહી શકે છે. એ પછી અવશ્ય થોડી રાહત દેખાશે. મકર રાશિ અને મકર લગ્નના જે જાતકો અવિવાહીત છે તો મે-૨૦૨૨ પછી આઠ થી દસ મહિના સગાઈ અને વિવાહ માટેનો યોગ બની રહ્યો છે.

આરોગ્ય અને પ્રવાસ
નૂતનવર્ષ દરમિયાન હકારાત્મક અભિગમ રાખશો તો આરોગ્ય સારું રહેશે. સદા હસતાં રહો. જો આપનું ધનિષ્ઠા નક્ષત્ર છે તો માથાના દુઃખાવાની, ચક્કર અને શ્વાસ સંબંધી થોડી તકલીફ રહી શકે છે. જો આપનું મકરલગ્ન છે અને કોઈ મોટી સર્જરી કરાવાની છે તો ગુરૂ ગ્રહ આપનું રક્ષણ કરશે. માર્ચ/એપ્રિલ પછી યાત્રા પ્રવાસનો સારો યોગ બની રહ્યો છે. પનોતીની અસર હોવાથી જો પ્રવાસનું આયોજન કરી શકશો તો ઉત્તમ.

સંતાન અને અભ્યાસ
જે વિધાર્થીબંધુઓની મકર રાશિ છે અને ધનિષ્ઠા નક્ષત્રનો જન્મ છે તો આળસ ખંખેરવી પડશે. નકારાત્મક વિચારધારા આત્મવિશ્વાસ ઘટાડશે તેથી બે બાબતો જરૂરી બનશે. એક હકારાત્મક અભિગમ અને બીજું એકાગ્રતા. આ ગુણ કેળવવા માટે સવાર-સાંજ નિયમિત મેડીટેશન કરવું પડશે. જો આપ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવો છો તો જાન્યુ. થી એપ્રિલ એક નાનો યોગ આવી રહ્યો છે. જો મૂળકુંડળીમાં સંતાનયોગ છે તો પ્રયત્નો વધારવાની સલાહ છે.

નોકરી-ધંધો-કૃષિ
વીતેલાં વર્ષની સરખામણીમાં નૂતન વર્ષ આર્થિક રીતે રાહત આપનારું નિવડશે. શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રના જે જાતકો જોબ કરે છે તો પગાર વધવાની શકયતા છે. વધારો સામાન્ય હશે છતાં રાહત જણાશે. વેપારીવર્ગને નિયમિત આવક જળવાય રહેશે. જો ધંધામાં વિસ્તરણ કરવું છે તો એપ્રિલ પછીનો સમય વધારે શુભ રહી શકે તેમ છે. આમ, નૂતનવર્ષમાં નોકરી-ધંધામાં સાનુકૂળતા રહેશે છતાં ઉત્તરાષાઢા નક્ષત્ર ધરાવતાં વેપારીઓ અને ખેડૂતમિત્રોએ યોગ્ય આર્થિક આયોજન કરવું પડશે.

જમીન-મકાન-સંપત્તિ
ઘરનું ઘર કરવાની ઈચ્છા છે તો એક નાનો યોગ માર્ચ-એપ્રિલ દરમિયાન આવી રહ્યો છે. ધ્યાન રાખવું કે યોગ બળવાન નથી એટલે પ્રયત્નો વધારશો તો પરિણામ મળી શકે છે. એપ્રિલ-૨૦૨૨ પછી ગૂંચવાડા ઉભા થઇ શકે તેમ છે. જો ઉતાવળ ન હોય તો એકાદ બે વર્ષ પ્રતિક્ષા કરશો તો વધુ સંતોષકારક પરિણામ મળી શકે તેમ છે. જો ફક્ત રોકાણના આશયથી કોઈ જમીન કે પ્લોટ લેવો છે તો માર્ચ થી મે મહિના દરમિયાન અનુકૂળ યોગ બની રહ્યો છે.

શત્રુ-કોર્ટ કચેરી
સંવત-૨૦૭૮ દરમિયાન કોર્ટ-કચેરી બાબતે ધીરજ રાખવી પડશે. તેમાં પણ જો આપનો જન્મ ધનિષ્ઠા નક્ષત્રમાં થયો છે તો ન્યાયિક બાબતોમાં હજી પણ કદાચ વિલંબ થઈ શકે છે જોકે ઉત્તરષાઢા અને શ્રવણ નક્ષત્ર ધરાવતાં જે વ્યક્તિઓ ન્યાય મેળવવા માટે સત્યની લડાઈ લડી રહ્યા છે તો તેઓ માટે નૂતન વર્ષ શુભ રહી શકે તેમ છે. જો આપ આરોપી તરીકે ન્યાયાલયમાં ઉભા છો તો સમાધાન કરી લેવામાં જ શાણપણ છે.

સ્ત્રીવર્ગ
ગૃહિણીઓ માટે કૌટુંબિક દ્રષ્ટિએ આવનારું વર્ષ મિશ્ર રહેશે. સાસરીપક્ષના પ્રશ્નો થોડા હળવા થશે જોકે ઉત્તરષાઢા નક્ષત્ર ધરાવતી સ્ત્રીઓ માટે થોડો પડકાર રહી શકે તેમ છે. તેમાં પણ જો આપની કુંડળીમાં સૂર્ય સાથે શનિ કે રાહુ યુતિમાં છે તો સંબંધોમાં થોડું નમતું જોખવું પડશે. જે સ્ત્રીઓ જોબ કે વ્યવસાયમાં છે તેઓ માટે આર્થિક સાનુકૂળતા રહેશે. બચત ભલે મોટી ન દેખાય પણ તમામ વ્યવહારો સચવાશે.

પ્રેમ સંબંધ
છેલ્લા એક વર્ષથી પ્રેમ-આકર્ષણ બાબતે રાહુ ગૂંચવાડા અને અસંતોષ આપી રહ્યો હશે. હજી પણ છ-બાર મહિના આ સ્થિતિ રહેશે એટલે આ બાબતે ધીરજ રાખવાની સલાહ છે. લાગણીવશ થઈને ઉતાવળમાં ખોટું પાત્ર પસંદ ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. અન્ય જ્ઞાતિના પાત્ર સાથેનો સંબંધ સમાજ અને મિત્રવર્ગમાં તમને અપ્રિય બનાવી શકે છે. ટૂંકમાં 'ધીરજના ફળ મીઠાં' સમજીને હજી રાહ જોવામાં જ ડહાપણ છે.

વિદેશયોગ
એપ્રિલ/મે મહિના પછી દસ મહિના લાંબી મુસાફરીનો યોગ બની રહ્યો છે. આમ પણ પનોતીની અસર હોવાથી પ્રવાસનો આનંદ ઔષધિનું કામ કરશે. જે વિદ્યાર્થીઓનો જન્મ મકરલગ્નમાં થયો છે અને રાહુ, ગુરૂ કે બુધની મહાદશા કે આંતરદશા ચાલી રહી છે તો નૂતન વર્ષ દરમિયાન ભણતર અર્થે વિદેશ જઈ શકાય તેમ છે. માતા-પિતા તરફથી રજા મળી છે તો પ્રયત્નો વધારો. મીનરાશિનો ગુરૂ ભણતર માટે વિદેશ લઈ જવામાં મદદરૂપ થશે.

ગોચર ઉપાય
મકરલગ્ન તથા મકરરાશિના જાતકોએ સંવત-૨૦૭૮ દરમિયાન દર મંગળવારે ગણપતિ 'અથર્વશીર્ષ' નો પાઠ કરવો અને ગુરુવારે "ૐ ઈન્દ્રાગ્નિભ્યામ્ નમઃ" મંત્રની ૫ માળા કરવી. જૈનબંધુઓએ નિત્ય નેમિનાથ અને મલ્લિનાથ ભગવાનનો મંત્ર કરવો. ઘરમાં જો કોઈ બિનજરૂરી ભંગાર હોય તો સફાઈ કામદારને વળતર લીધા વિના આપી દેવો તદુપરાંત ઘરના કોઈ પણ રૂમમાં કરોળિયાંના જાળા થતા હોય તો શીઘ્ર દૂર કરવા. પ્લાસ્ટર-ભેજની સમસ્યાનું નિરાકરણ લાવવું.

ચંદ્ર આધારિત શુભાશુભ દિવસો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર4,5,6,7,11,24,25,261,8,9,17,18,27,28
ડિસેમ્બર1,2,3,4,9,21,22,23,28,29,30,316,8,14,15,24,25
જાન્યુઆરી1,6,9,17,18,19,25,26,27,28,2,3,10,11,12,20,21,29,30
ફેબ્રુઆરી2,14,15,16,21,22,23,241,7,8,9,17,18,26,27
માર્ચ2,13,14,15,21,22,23,24,29,306,7,16,17,25,26
એપ્રિલ9,10,11,17,18,19,20,25,3,4,13,14,21,22,30
મે2,3,4,7,8,9,18,22,24

1,10,11,14,15,18,19,27,28,29

જૂન3,4,5,10,11,13,14,20,27,316,7,15,16,23,24
જુલાઈ1,2,7,8,10,11,19,26,28,293,4,12,13,21,22,30,31
ઓગસ્ટ4,5,7,8,14,24,25,261,9,10,17,18,27,28
સપ્ટેમ્બર2,3,4,12,20,21,22,28,305,6,13,14,15,23,24
ઓક્ટોબર1,6,9,18,19,26,27,282,3,11,12,20,21,22,29,30