કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ:આ વર્ષે કન્યા જાતકોને આરોગ્યનો સાથ મળશે, શનિદેવ અણધાર્યા લાભ કરાવી શકે છે

2 વર્ષ પહેલા

આજે 16 નવેમ્બર, સોમવારથી વિક્રમ સંવત 2077 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરુ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભે ગુરુ ધન રાશિમાં ચોથા ભાવથી આગળ વધશે અને વર્ષના અંતમાં પાંચમા ભાવમાં એટલે કે મકર રાશિ સાથે રહેશે. ગુરુનું આ ભ્રમણ આપની રાશિની કેટલીક પરિસ્થિતિઓમાં અસરકારક બદલાવ લાવે. એપ્રિલ માસ સુધી આપને ઘણી ચિંતાઓ કરાવે. આપના વર્ચસ્વને પણ ક્ષતિ પહોંચાડી શકે. મે માસ પછી ગુરુ મહારાજ આપને સારું ફળ આપવામાં મદદરૂપ થઇ શકે. તમારા આંતરિક પ્રભાવની આપ બીજા ઉપર અસરકારક રીતે છાપ છોડી શકો છો.

શનિ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભથી જ શનિ આપના પાંચમા સ્થાનેથી ભ્રમણ કરશે એટલે આપના જીવનમાં અણધાર્યા લાભ આપને થઇ શકે. શનિ આપને નવા કાર્યોની શરૂઆતમાં મદદ કરી શકે છે. આ વર્ષ દરમ્યાન પૈસાનો થતો ખોટો વ્યય પણ અટકી શકે છે. સંતાન સંબંધિત સમસ્યાઓનું પણ નિરાકરણ આવી શકે છે. શનિ આપને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓનો પરિચય કરાવી શકે. લોકો આપની માન કે પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરશે, પરંતુ સફળતા નહીં મળી શકે.

રાહુ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભથી જ નવમા ભાવે વૃષભ રાશિમાં રહેલ રાહુ ત્યાં જ રહેશે જેના કારણે આપને લાભ થઇ શકે. ભાગ્યમાં જો કોઈ રુકાવટ આવતી હોય તો રાહુ આપને જરૂર મદદ કરશે. ડિસેમ્બર 2020 પછી ભાગ્યને ચમકાવવાના તમામ પ્રયત્નો આપ કરી શકો છો. વર્ષ દરમ્યાન ક્યારેક ભાગ્ય આપનો સાથ ન આપતું હોય તેવું લાગે. ભાગ્ય સ્થાનનો રાહુ આપને પોતાના જ ક્ષેત્રમાં વધુ દોડધામ કરાવે. રાહુ જોકે આ વર્ષે તેમાં લાભ કરાવતો જણાય.

માનસિક સ્થિતિ

આ વર્ષ દરમ્યાન પ્રભુકૃપાથી આપની માનસિક સ્થિતિ સારી રહેશે. આ વર્ષ દરમ્યાન આપે જે વિચાર્યું છે તેને પૂરું કરવા માટે આપ બધી શક્તિઓનો પ્રયોગ કરી શકો છો અને એમાં સફળતા પણ અચૂક મળશે. વર્ષના અંતિમ તબક્કામાં આપે ધારેલું ન થવાથી થોડા ખિન્ન થાવ, પરંતુ સમય જતાં પરિસ્થિતિ સામાન્ય બની જશે.

નાણાકીય સ્થિતિ

આ વર્ષ દરમ્યાન આપની મહેનતનું પૂર્ણ ફળ મળતું જણાય. જે કોઈ નાણાંનું આયોજન આપે કર્યું છે તેમાં આપને લાભ થાય. વર્ષના પ્રારંભથી આપ કામમાં ખૂબ મહેનત કરો છો જેથી આપના જીવનમાં પરિવર્તન યોગ પણ બને છે. વર્ષના મધ્ય ભાગમાં વિચાર્યું પણ ન હોય તે રીતે ધનનો વ્યય હાનિકારક સાબિત થઇ શકે છે.

લગ્નજીવન અને દાંપત્ય

આ વર્ષના પ્રારંભથી આપના વૈવાહિક જીવનમાં નવી ચેતનાઓનો સંચાર થશે. બની શકે છે કે વર્ષના પ્રારંભિક મહિનાઓમાં લગ્ન જીવનમાં ખટરાગ હોય, પરંતુ જેમ જેમ વર્ષ પસાર થશે તેમ સંબંધોમાં વધુ રંગ જામતો જણાશે. આપનું પ્રિયપાત્ર સાથેનું લગ્નનું સુખ ફળીભૂત થતું જણાય. આપ લગ્ન જીવનથી પરેશાન હો અને કોઈ બદલાવ ઈચ્છો તો નિર્ણય લઇ શકો છો. વિવાહ ભંગ કરવા હોય તો જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ જોયા વગર આ પગલું ભરવું નહીં.

આરોગ્ય અને પ્રવાસ

આ વર્ષ દરમ્યાન આપનું આરોગ્ય આપને સાથ આપશે. આપના શરીર માટે ઘણા નાણાંનો વ્યય કરી શકો છો. ખાસ કરી ને ચામડી તેમ જ પીઠ સંબંધિત સમસ્યાઓ આપનો પીછો નહીં છોડે. સ્વાસ્થ્યની બાબતમાં પૂર્ણ ધૈર્ય રાખવું. બી.પી., ડાયાબિટીસ જેવી તકલીફોનો આ વર્ષે સામનો કરવો પડી શકે છે. જેઓ પહાડી વિસ્તારમાં પ્રવાસ કરવાના છે તેમણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ધાર્મિક યાત્રાઓ આપને માટે ભાગ્યવૃદ્ધિ સમી બની રહેશે.

સંતાન અને અભ્યાસ

આ વર્ષ દરમ્યાન સંતાનોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. સંતાનોની ચિંતા આપને રહ્યા કરશે. આપના સંતાનો કદાચ કોઈ એવા કાર્ય કરે જેનાથી આપને નીચું જોવું પડે. સંતાનોને અમર્યાદિત છૂટછાટ આપતાં પહેલાં વિચાર કરવો. આપના અભ્યાસ સંદર્ભે આ વર્ષ થોડું સંઘર્ષમય રહી શકે છે. ધારી સફળતા ન પણ મળે પરંતુ હતાશ થવાની જરૂર નથી. વર્ષના અંત સુધીમાં આપ સફળ થઇ શકો. આર્ટસના વિષયોમાં નિપુણતા મેળવી આપની કારકિર્દી બનાવી શકાય.

નોકરી, ધંધો અને કૃષિ

નોકરીમાં આપને માલિકો તરફથી ખૂબ લાભ થઇ શકે છે. ઘર-પરિવારથી દૂર રહી નોકરીના યોગો આ વર્ષે બની શકે છે. જેટલી આપનામાં આવડત હશે તેટલી સફળતા અવશ્ય મળશે. હરીફ વર્ગથી મુશ્કેલી વધતા આપ હતાશ થઇ શકો. ધંધામાં આ વર્ષ કસોટીભર્યું બની શકે. આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થઇ શકે. ખેડૂત મિત્રો માટે આવનારું વર્ષું ફાયદાકારક બની શકે ખેતી સિંચાઈ માટેનો બોર વધુ ખર્ચ કરાવે.

જમીન - મકાન - સંપત્તિ

આ વર્ષે આપના નામે જે કોઈ સંપત્તિ છે તેમાં નોંધપાત્ર ફેરફાર કરી શકો છો. પોતાની મિલકતમાંથી અન્ય આવક ઊભી કરી શકો છો. જો આપે ગત વર્ષોમાં જમીન લીધી હોય તો આ વર્ષે તેનું યોગ્ય વળતર મળી શકે. વર્ષના મધ્ય ભાગ પછી ઉતાવળે કરેલો સોદો આપની પરિસ્થતિમાં બદલાવ લાવી શકે છે. દાગીના વસાવવા માટે અવસર પ્રાપ્ત થશે. જો કોઈ વાહન ખરીદવું કે બદલવું હોય તો વર્ષના પ્રારંભે કે વર્ષના અંતે ખરીદવું લાભકારક બને.

શત્રુ–કોર્ટ–કચેરી

આપના શત્રુઓની વાત કરીએ તો આપને પોતાનાં જ વ્યક્તિઓ શત્રુ હોય તેવુ લાગ્યા કરશે, પરંતુ આપની સાચી લડાઈ આપના આંતરિક શત્રુઓ સાથે છે. એટલા માટે ગુસ્સો, લોભ, લાલચ, અનીતિ તમામનો ત્યાગ કરવો આપના માટે લાભદાયી બનશે. અંગત કારણોસર કોર્ટ-કચેરી થઇ હોય તો આ વર્ષે તેનું યોગ્ય સમાધાન થાય. વધુ પડતું ચિંતન આપના સ્વાસ્થ્યને પરેશાન કરી શકે છે. આપના અંગત મિત્રના આરોપ-પ્રત્યારોપ આપ સહન ન પણ કરી શકો.

મહિલા વર્ગ

આ વર્ષ દરમ્યાન સ્ત્રી જાતકોએ બહુ મનોમંથન કરવું પડે તેમ છે. પોતાની મનોવ્યથા કોઈને ન કહેવાથી આપને વધુ ઉદ્વેગ રહ્યા કરશે. જો આપ પરિસ્થિતિને સમજી નિર્ણય લેશો તો દુ:ખી થવાના યોગ બનતા નથી, પરંતુ દેખાદેખી કરી કોઈ પણ નિર્ણય કર્યો હશે તો આપનેે વધુ ચિંતાનો અનુભવ કરાવે. આપની વ્યક્તિગત જીવનની સમસ્યાઓ માથાના દુખાવા સમાન બની રહે. જો આપ વ્યવસાય કરતાં હો તો ભાગીદારો નો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય.

પ્રેમ સંબંધ

વિક્રમ સંવત 2077નું આ વર્ષ પ્રેમ સંબંધો માટે ખાસ ન બનતું હોય તેવું જણાય છે. આપના જૂના સંબંધોમાં તિરાડ પડવાથી આપને ઊંડો આઘાત લાગી શકે છે. એક વખત પ્રેમમાં નિષ્ફળતા મળવાથી આપનું મન ફરીથી પ્રેમ કરવા માટે તૈયાર ન થઇ શકે, પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી આપને પ્રેમની આવશ્યકતા જરૂર જણાશે. આપના પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવનો કોઈ ફાયદો ન ઉઠાવે તેની ખાસ કાળજી લેશો. આપ સાચા પ્રેમી હો તો આપને લાભ થશે.

વિદેશ યોગ

પ્રભુકૃપાથી આ વર્ષે આપ વિદેશની ભૂમિ પર પગ મૂકી શકો છો. વિદેશથી આપને મહદ્દંંશે લાભ પણ થઇ શકે છે. જો આપ વિદેશ જવા માટેના પ્રયત્ન કરી રહ્યા હો તો આપને સફળતા મળશે, પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી કાયદાકીય આંટીઘૂંટીને કારણે વિઝા મળવામાં વિલંબ પણ થઇ શકે. આપના સમયસરના પગલાં સફળતા અપાવી શકે છે. આપ વિદેશમાં વ્યવસાય કરતાં હો તો સંઘર્ષભરી પરિસ્થિતિ થઇ શકે છે. વિદેશ યોગ મિશ્ર ફળદાયી બની શકે છે.

નડતર નિવારણ

કન્યા રાશિના જાતકોને પોતાની સમસ્યાના નિવારણ માટે આપેલા મંત્રની નિત્ય 11 માળા કરવી. સફેદ વસ્તુનું દાન કરવું. કન્યા રાશિના મિત્રોએ પ્રજ્ઞાવર્ધન સ્તોત્રનો રોજ 21 વખત પાઠ કરવો. દર ગુરુવારે સરસ્વતી માતાનું સંધ્યા સમયે પૂજન કરવું તેમ જ ઘીનો દીવો પ્રગટાવી ધ્યાન કરવું. ખાસ એક વાતનું ધ્યાન રહે કે જ્યારે પણ પૂજા કરવા બેસો ત્યારે આસન અને માળા પોતાનાં હોવાં જોઈએ અને આસન સફેદ અને માળા સ્ફટિકની હોવી જરૂરી છે.

શુભાશુભ તારીખો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર17,21,23,26,28,2916,18,19,22,24,30
ડિસેમ્બર1,6,9,14,17,18,22,28,313-5,8,11,12,20,25,29
જાન્યુઆરી3,8,15,18,2227,29,302,7,9,10,13,19,21,25
ફેબ્રુઆરી4,6,8,13,15,18,20253,9,12,14,16,1924,28
માર્ચ2,5,9,11,16,18,21,24,2938,12,17,20,25,28,30
એપ્રિલ2,4,6,8,11,16,22,28,301,5,12,17,19,21,23,29
મે2,5,9,15,20,27,29,311,4,7,8,12,14,19,25
જૂન12,17,19,21,25, 27,303,5,6,8-11,16,20,28
જુલાઈ1,3,5,7,15,18,21-23,272,4,6,10,12,16,25,28
ઓગસ્ટ2-7,11,13,16,17,19,21,221,8,10,12,14,15,24,31
સપ્ટેમ્બર3,9,12,15,18,22,24,271,2,4,8,14,17,20,28
ઓક્ટોબર4,5,7,9,12,14,18,21,272,8,10,12,20,22-25
અન્ય સમાચારો પણ છે...