સંયોગ:નવરાત્રિ, શનિવાર અને વિનાયક ચોથનો સંયોગ, આ દિવસે ગણેશજી, માતા દુર્ગા અને શનિદેવની પૂજા કરો

ધર્મ દર્શન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશજીને દૂર્વા, માતાજીને લાલ ફૂલ અને શનિદેવને વાદળી ફૂલ ચઢાવવા

ધર્મ દર્શન ડેસ્કઃ શનિવાર, 28 માર્ચે ચૈત્ર મહિનાના સુદ પક્ષની ચોથ છે. નવરાત્રિમાં શનિવારે ચોથ તિથિ શુભફળદાયી માનવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ શુભ યોગમાં ગણેશજી અને માતાજી સાથે શનિદેવની પૂજા પણ કરવી જોઇએ.
પંચાંગ પ્રમાણે સુદ પક્ષની ચોથને વિનાયક ચોથ કહેવામાં આવે છે. ગણેશજી આ તિથિના સ્વામી છે. આ દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠ કરવાથી સુખ-સમૃદ્ધિ, જ્ઞાન અને બુદ્ધિ વધે છે. વિનાયકી ચોથના દિવસે સવારે જલ્દી જાગવું, સ્નાન બાદ લાલ વસ્ત્ર ધારણ કરવાં. ત્યાર બાદ સૂર્યને જળ ચઢાવવું. ઘરના મંદિરમાં ગણેશ પ્રતિમા સ્થાપિત કરવી. સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ ચઢાવવાં. દીવો પ્રગટાવવો. વ્રતમાં ફળાહાર, પાણી, દૂધ, ફળનો રસ વગેરે વસ્તુઓનું સેવન કરી શકાય છે. પૂજામાં ગણેશજીના 12 મંત્રોનો જાપ ઓછામાં ઓછો 108વાર કરવો.

12 નામ મંત્ર - ऊँ सुमुखाय नम:, ऊँ एकदंताय नम:, ऊँ कपिलाय नम:, ऊँ गजकर्णाय नम:, ऊँ लंबोदराय नम:, ऊँ विकटाय नम:, ऊँ विघ्ननाशाय नम:, ऊँ विनायकाय नम:, ऊँ धूम्रकेतवे नम:, ऊँ गणाध्यक्षाय नम:, ऊँ भालचंद्राय नम:, ऊँ गजाननाय नम:।

દેવી દુર્ગાને લાલ વસ્તુઓ ચઢાવવીઃ-
આ તિથિએ ગણેશ પૂજા સાથે દેવી દુર્ગાની પૂજા કરવી. પૂજામાં દેવીને લાલ વસ્તુઓ જેમ કે, લાલ ચુંદડી, લાલ ફૂલ, લાલ બંગડી અર્પણ કરો. દેવી માતાને ફળનો ભોગ ધરાવવો અને दुं दुर्गायै नम: મંત્રનો જાપ કરો.

શનિદેવને વાદળી ફૂલ ચઢાવોઃ-
શનિવાર અને ચોથના યોગમાં શનિને તેલ ચઢાવો ऊँ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરો. અપરાજિતાના વાદળી ફૂલ શનિદેવને ચઢાવવાં.

અન્ય સમાચારો પણ છે...