તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:ઓફિસથી અથવા ઘરેથી કોઈપણ જગ્યાએથી કામ કરો, પરંતુ કામ પ્રત્યે ગંભીરતા અને સંપૂર્ણ નિયંત્રણ હોવું જોઈએ

6 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • રામના વનવાસ ગયા બાદ 14 વર્ષ સુધી ભરતે નંદીગ્રામથી અયોધ્યાનું રાડપાઠ સંભાળ્યું હતું

રામાયણમાં શ્રીરામ, લક્ષ્મણ અને સીતા અયોધ્યાથી વનવાસ માટે રવાના થઈ ગયા હતા. રામના દુઃખમાં રાજા દશરથનું અવસાન થયું. તે સમયે ભરત અને શત્રુધ્ન તેમની નાનીને ત્યાં હતા. જ્યારે તેઓ પરત ફર્યા તો તેમને બધી બાબતોની જાણ થઈ.

અયોધ્યાના લોકો ભરત પર પણ શંકા કરી રહ્યા હતા કે તે પણ કૈકેયી અને મંથરા સાથે મળેલો છે. ભરતે તમામ લોકોને કહ્યું કે, તેઓ રાજપાઠ નહીં લે અને રામને વનવાસથી પાછા લઈને આવશે. ભરત એક જવાબદાર અને ગંભીર વ્યક્તિ હતો.

તેઓ પોતાની માતાઓ અને અયોધ્યાના લોકોને સાથે લઈને શ્રીરામને મનાવવા માટે ચિત્રકુટ પહોંચ્યા. ભરતે રામને કહ્યું કે, તમે અયોધ્યા પાછા આવી જાવ, તે રાજ્ય તમારું જ છે. રામે કહ્યું કે, હું પિતાના વચનનું પાલન કરીશ. ભરતની વારંવાર વિનંતી પર રામે ભરતને તેમની ચરણ પાદુકા આપી. ભરત બંને પાદુકાને માથા પર મૂકીને અયોધ્યા પાછો ફર્યો.

તેઓ અયોધ્યામાં ન ગયા, પરંતુ નગરની બહાર જ નંદીગ્રામમાં તેમને એક ઝૂંપડું બનાવ્યું. પાદુકાને રાજગાદી પર મૂકી અને પાદુકાને જ રાજા માનવા લાગ્યા. ભરતે 14 વર્ષ સુધી નંદીગ્રામથી જ અયોધ્યાનની સંપૂર્ણ વ્યવસ્થા સારી રીતે સંભાળી હતી. આ દરમિયાન અયોધ્યામાં ક્યારે કોઈપણ સંકટ નહોતું આવ્યું. કોઈ બહારના રાજાએ આક્રમણ પણ નહોતું કર્યું, અયોધ્યામાં રાજા વિના ક્યારે પ્રજાએ કોઈ વિદ્રોહ જેવું કામ પણ નહોતું કર્યું.

ભરત નંદીગ્રામમાં રહીને સમગ્ર નગર અને વ્યવસ્થા પર ધ્યાન રાખતો હતો, તે દરેક નાની એવી ઘટનાની પણ જાણકારી મેળવતો. તેમણે ક્યારે એવું નથી લાગવા દીધું કે અયોધ્યાનું રાજ સિંહાસન ખાલી છે.

બોધપાઠઃ આપણે કામ ઓફિસથી અથવા ઘરેથી, કોઈપણ જગ્યાએથી કરીએ, હંમેશા જવાબદારીનો અહેસાસ હોવો જોઈએ. કામ પર સંપૂર્ણ પકડ રાખવી અને ગંભીરતાની સાથે નિષ્ઠાથી કામ કરવું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો