• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • With The Rise Of Saturn, Now Is A Good Time For 7 Zodiac Signs; But There Will Be Inauspicious Effect On Gemini, Capricorn And Aquarius

ભવિષ્યફળ:શનિ ઉદય થવાથી હવે 7 રાશિના જાતકો માટે સમય સારો રહેશે, મિથુન, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

24 જાન્યુઆરીએ શનિ, સૂર્ય પાસે 15 ડિગ્રીએ આવી જવાથી અસ્ત થઈ ગયો હતો. હવે 27 ફેબ્રુઆરીના રોજ શનિના ઉદય થવાથી સાત રાશિના લોકો માટે સમય સારો રહેશે. પરંતુ મિથુન રાશિના લોકો ઉપર શનિની ઢૈય્યા અને મકર, કુંભ ઉપર સાડાસાતી હોવાના કારણે આ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. શનિની શુભ-અશુભ અસર નોકરી, બિઝનેસ સહિત સ્વાસ્થ્ય ઉપર જોવા મળશે. સાથે જ કાનૂન અને રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને આ ગ્રહ ખાસ પ્રભાવિત કરશે.

12 રાશિઓ ઉપર આવી શનિ ગ્રહની આવી અસર થશે (જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર, પુરી)

મેષઃ- નોકરી અને બિઝનેસમાં સફળતા મેળવવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. થોડા જરૂરી કામમાં વિઘ્ન આવી શકે છે. સ્વાસ્થ્યના મામલે સમય સારો કહી શકાશે નહીં. પ્રોપર્ટીને લગતા મામલે સાવધાન રહેવું. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. આ મામલે દોડભાગ પણ થઈ શકે છે.

વૃષભઃ- કિસ્મતનો સાથ મળશે. લાંબી યાત્રાનો યોગ છે. જૂની પરેશાનીઓ દૂર થવાના યોગ છે. નોકરિયાત લોકોના કામકાજમાં સારા ફેરફાર થઈ શકે છે. આવકના સોર્સ વધશે. નવો બિઝનેસ શરૂ થઈ શકે છે. લાઇફ પાર્ટનર સાથે સમય વિતશે.

મિથુનઃ- કોઈપણ કામ સમજી-વિચારીને કરો. પોતાને વિવાદોથી દૂર રાખવાની કોશિશ કરો. દૂર સ્થાનની યાત્રા થઈ શકે છે. દુર્ઘટના થવાની શક્યતા છે. જમીન-સંપત્તિ સાથે જોડાયેલાં મામલાઓ દૂર થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો.

કર્કઃ- આળસના કારણે જરૂરી કામ અધૂરા રહી શકે છે. નોકરી અને બિઝનેસમાં સમજી-વિચારીને નિર્ણય લેવા. કામકાજમાં મોડું થઈ શકે છે. હાડરાને લગતો રોગ પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્ય ઉપર રૂપિયા ખર્ચ થવાના યોગ બની રહ્યા છે.

સિંહઃ- ધનને લગતા મામલે સમજી-વિચારીને નિર્ણય લેવો. જોબ અને બિઝનસમાં મહેનત વધારે રહેશે. પરંતુ મહેનતનો ફાયદો અને ઉન્નતિ પણ મળી શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું. ગુપ્ત દુશ્મનોના કારણે માનસિક તણાવ રહેશે.

કન્યાઃ- વેપાર અને યશમાં વધારો થશે. નોકરીમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક મામલાને લઈને પરેશાન થઈ શકો છો. બિઝનેસની શરૂઆત કરી રહ્યા છો તો સમજી-વિચારીને કરો. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને તણાવ રહેશે.

તુલાઃ- બિઝનેસમાં સારી તક મળી શકે છે. લાંબી દૂરની યાત્રાના યોગ છે. બિઝનેસના મામલે નવી યોજનાઓ બની શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે. માતા કે ભાઈ-બહેનો સાથે મતભેદ થવાની શક્યતા છે. પેટ અને ચામડી સાથે જોડાયેલાં રોગ થઈ શકે છે.

વૃશ્ચિકઃ- અટવાયેલાં કામ પૂર્ણ થઈ શકે છે. કિસ્મતનો સાથ મળી શકે છે. માંગલિક કાર્યોમાં ખર્ચ થવાની શક્યતા છે. સ્વાસ્થ્યના મામલે સમય સારો રહેશે. નવા અને મોટા લોકો તમારા કામકાજના વખાણ કરી શકે છે. પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે.

ધનઃ- આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કોઈપણ કામ શરૂ કરતા પહેલાં યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. આર્થિક મામલે પિતા પાસેથી મદદ મળી શકે છે. જમીન, સંપત્તિના મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. યાત્રાઓમાં વિઘ્ન આવી શકે છે. નોકરી અને બિઝનેસના કાર્યોમાં મોડું થઈ શકે છે.

મકરઃ- સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. દૂર સ્થાનની યાત્રા થઈ શકે છે. નવી જગ્યાએ રહેવાના યોગ બનશે. બિઝનેસમાં સમજી-વિચારીને રોકાણ કરવું. રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આર્થિક મામલે મુશ્કેલીઓ વધી શકે છે. વિવાદ થવાના યોગ બની રહ્યા છે.

કુંભઃ- સ્વાસ્થ્યના મામલે સમય ઠીક નથી. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. સમજી-વિચારીને બોલવું. ફાલતૂ ખર્ચ થવાની શક્યતા છે. મોટો નિર્ણય સમજી-વિચારીને લો. તમારા મનની વાત કે કોઈ ખાસ પ્લાનિંગ કોઈ સામે જાહેર ન કરો. અનુભવી લોકોની સલાહ લઈને કામ કરો.

મીનઃ- કામકાજમાં ફેરફાર થઈ શકે છે. નોકરી બદલવા ઇચ્છો છો તો તેની સાથે જોડાયેલાં જરૂરી કામ પૂર્ણ કરી લો. કિસ્મતનો સાથ મળી શકે છે. કાર્યસ્થળે સહયોગ મળશે. બિઝનેસ સાથે જોડાયેલાં નવી તક મળી શકે છે. તમારી નિર્ણય ક્ષમતા વધી શકે છે. લગ્નજીવન માટે સમય સારો છે. સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે.