17 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, સારા લોકો સાથે સમય વિતવાને લીધે તમે ઈમોશનલી મજબૂત રહેશો. સામાજિક સીમાઓ આજે વધશે. આજે તમે બાળકો અને પરિવારની સાથે શોપિંગ કરવામાં સમય વિતાવશો. લગ્ન લાયક લોકોને યોગ્ય સંબંધ મળી શકે છે. આજે ઊતાવળમાં કરવામાં આવેલ નિર્ણયોને બદલવા પડશે. તમે અંગત કાર્યો માટે સમય નહીં ફાળવી શકો જેનાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. પતિ-પત્ની વચ્ચે મધુરતા રહેશે.
શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 9
---------------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, આજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. પોતાની ભવિષ્યની યોજનાઓને કારગર કરવા માટે આ યોગ્ય સમય છે. ખાસ કરીને મહિલાઓને કામ પ્રત્યે જાગરુકતા રાખવાથી સફળતા મળી શકે છે. નાની-નાની બાબતોમાં ગુસ્સે થવાથી ઘરનો માહોલ ખરાબ થઈ શકે છે. એટલે આજે પોતાના વ્યવહાર પર ધ્યાન આપો. કારણ વગરના ખર્ચાઓને ટાળો.
શું કરવું - ભગવાન વિષ્ણુની આરાધના કરો.
શુભ રંગઃ- મરૂણ
શુભ અંકઃ- 3
---------------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, આજે તમારી સારી વિચારસણી સારા નિર્ણય લેવામાં મદદરૂપ થઈ શકે છે. સારા લોકોના સંપર્કમાં આવવાથી તમને નવું શીખવાની ઈચ્છા જાગૃત થાય. ચિંતા દૂર થઈ શકે છે. આ દિવસે ભીડ-ભાડવાળી જગ્યાએ જવાથી બચવું. કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા તમારી ચાલોચના નિરાશાજનક રહેશે. આધ્યાત્મિક જગ્યાએ જઈને સમય વિતાવવાથી તમને શાંતિ મળશે. વેપારના મોરચે આજે કારોબારમાં સફળતા નહીં મળે.
શું કરવું - યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
---------------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, આજે ભાગદોડી વધુ રહેશે. કામમાં સફળતાથી પણ થાક દૂર થઈ શકે છે. પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરો. આ સમયે તમારી ગ્રહ સ્થિતિ હકારાત્મક છે. તેનો વધુમાં વધુ લાભ ઊઠાવો. વાહન કે કોઈ યાંત્રિક ઉપકરણનો ઉપયોગ સાવધાનીથી કરો. આજે કોઈ પ્રકારની ચોટ લાગી શકે છે. વિદ્યાર્થીઓની લાપરવાહીને કારણે અભ્યાસમાં પરેશાનીથી થશે. કાર્યક્ષેત્રમાં તમારી અંદર કોઈ નવી જવાબદારી મળી શકે છે અને તમે તેને સારી રીતે નિભાવી શકો છો.
શું કરવું - હનુમાનજીની પૂજા કરો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
---------------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, ધાર્મિક કાર્યોમાં રસ વધશે. આજે તમારું કોઈ અટવાયેલું કામ પૂરું થઈ શકે છે. પોતાના ઘરને વ્યવસ્થિત રાખવા માટે તમે કેટલાક ફેરફાર કરવા પર ખર્ચ કરી શકો છો. આર્થિક મામલાઓમાં આ સમયે ખૂબ જ સમજદારીથી કામ લેવાની જરૂર છે. તમને દગો થઈ શકે છે. વિવાદોને આજે સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલી લો.
શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 2
---------------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, આજે તમે પોતાની પાછલી ભૂલોથી શીખશો અને વર્તમાનને શ્રેષ્ઠ બનાવવા વિશે વિચારશો. આર્થિક પક્ષ પહેલાં કરતા વધુ સારો થશે. પરિવારના સદસ્યોની નાની-નાની વાતો પર ધ્યાન આપવાથી ખુશી મળી શકે છે. આજે વિવાદની સ્થિતિ પેદા થઈ શકે છે. તમારા ક્રોધ પર કંટ્રોલ રાખો. થોડો સમય ઓનલાઈન સર્ચિંગ કરવામાં ખર્ચ કરવો પણ જરૂરી છે. પતિ-પત્ની વચ્ચે તાલમેળ સારો રહેશે.
શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.
શુભ રંગઃ- જાંબુડીયો
શુભ અંકઃ- 8
---------------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, આજે ગ્રહો તમારી અનુકૂળ છે. પોતાની યોજનાઓને શરૂ કરવા માટે આ સમય સારો છે. ઘરમાં વડીલોનું યોગ્ય માર્ગદર્શન મળી શકે છે. યુવાનોને પણ સફળતા મળવાથી રાહત મળી શકે છે. પોતાની લાગણીઓ પર કંટ્રોલ રાખો. તેનો ફાયદો ખૂબ જ ઓછા લોકો ઊઠાવી શકે છે. વાહનને લગતી વ્યાવસાયિક ગતિવિધિઓમાં સુધારો થશે.
શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
---------------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, આજનો સમય તમારા પક્ષમાં રહેશે. મહત્વપૂર્ણ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પોતાની બધી ઊર્જા લગાવી દો, તમે જરૂર સફળ થશો. આ સમયે સારી સફળતા મળવાની શક્યતા છે. પડોશીઓ સાથે કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે. બાહ્ય ગતિવિધિઓમાં સમય બરબાદ ન કરો. રાજકીય ગતિવિધિઓમાં ખરાબ ચારિત્ર્યવાળા લોકોથી દૂર રહો. કારોબારમાં પરેશાનીઓ આવશે.
શું કરવું - ગણેશજીને મોદકનો ભોગ લગાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
---------------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, સંપત્તિને લગતા વિવાદ આજે કોઈના હસ્તક્ષેપથી શાંતિપૂર્વક ઉકેલી શકશો. કોઈ નજીકના સંબંધી તમારા ઘરે આવશે જેનાથી રોજિંદી પરેશાનીઓથી રાહત મળશે. આળસ અને ક્રોધ તમારા જીવનને ખરાબ કરી શકે છે. આ સમય ઊર્જાવાન બનવાનો છે. કેટલાક લોકો તમારી ઈર્ષા કરી શકે છે. પરંતુ તમને કોઈ નુકસાન નહીં થાય. સમજી-વિચારીને ખર્ચ કરજો. વેપાર કે નોકરીમાં શાંતિથી વિચારીને નિર્ણય લો.
શું કરવું - હનુમાનજીને સિંદૂર ભેટ કરો.
શુભ રંગઃ- બાદામી
શુભ અંકઃ- 11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.