ભાગ્યના ભેદ:ઈશ્વરે તમારા માટે કયા આંકડાનું નિર્માણ કર્યું છે? નામના સ્પેલિંગમાં નાનો ફેરફાર કરવાથી ભાગ્ય સફળતાના શિખરે બિરાજે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રંકને જે રાજા બનાવે તેનું નામ અંક. જીવનમાં જે સાચો રંગ લાવે તેનું નામ અંક.
  • મૂળ નામમાં ફેરફાર કરવાથી નસીબમાં અદભૂત ફેરફાર આવે છે, જમીન પર ચાલતું બળદગાડું આસમાનમાં પ્લેન બની ઉડવા લાગે છે

Numerology એટલે કે અંકશાસ્ત્ર અને તમારી વ્યહવારિક લાઈફમાં વાઈફ અને અંક ડગલે ને પગલે તમારી આજુબાજુમાં જ હોય છે આથી અંકનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ સાચા જીવન તરફનો શ્રેષ્ઠ યોગ છે. રંકને જે રાજા બનાવે તેનું નામ અંક. જીવનમાં જે સાચો રંગ લાવે તેનું નામ અંક. સરળ જીવનને કોઈ પણ ભંગાણ અને ભંગ વગર ચલાવે તેનું નામ અંક. આંકડાની મદદથી ભાગ્યને ફાંકડા બનાવવાનું કામ ન્યુમેરોલોજી(અંક શાસ્ત્ર)કરે છે. તમારા મૂળ નામમાં ફેરફાર કરવાથી તમારા નસીબમાં અદભૂત ફેરફાર આવે છે અને જમીન પર ચાલતું બળદગાડું આસમાનમાં પ્લેન બની ઉડવા લાગે ત્યારે જેવું આશ્ચર્ય થાય તેવી જ નવાઈ સર્જવાનું કામ અંક એટલે કે આંકડો કરે છે. તમારા માટે ક્યા આંકડાનું નિર્માણ ઈશ્વરે કર્યું છે? કયું નામ કે નામમાં ફેરફાર કરવાથી તમારું ભાગ્ય સફળતાના શિખરે બિરાજશે. તે તમામ બાબતો ન્યુમેરોલોજીમાં જાણવા મળે છે. અંક શાસ્ત્રની સફળતાનો એક અદભુત કિસ્સો અહીં મુક્યો છે તેને વાંચો જાણો માણો અને માનો.

(ડો.પંકજ નાગર ૧૯૮૪થી જ્યોતિષ ક્ષેત્રે કાર્યરત છે અને આ વિદ્યામાં અસંખ્ય મેડલ પણ મેળવી ચુક્યા છે અને ડો.રોહન નાગર લંડન ખાતે આયુર્વેદમાં નાઈન જવેલ્સ ઓફ યુકે નો ખિતાબ મેળવી ચુક્યા છે.)

(એક બાપની પોતાના સંતાન માટેની વ્યથા અહી વાંચો)

“હા..સાહેબ મારા દીકરાનું નામ “રોશન”. જન્મ તારીખ 24 એપ્રિલ 1973, “રોશન”ની કુંડળીમાં બધા જ ગ્રહો સચિન તેંડુલકરના પણ હજુ તેની કારકિર્દીને લઈ સફળતાની એક પણ સિક્સર મારી શક્યો નથી. સૂર્ય-મંગળ ઉચ્ચના, રાહુ ધનમાં અને નવમાંશમાં ગ્રહો બળવાન...અરે! એ તો ઠીક દશા પણ છેલ્લા દસ વર્ષથી શુક્રની મહાદશા પણ હજુ 48 વર્ષની ઉમર સુધી અવદશામાંથી બહાર નીકળવાની સાચી દિશા મળતી જ નથી. એની સફળતા-કારકિર્દી અને ભાગ્યોદય માટે છેલ્લા 12 વર્ષમાં મેં શું-શું નથી કર્યું. મારા દીકરા “રોશન”માટે લાખો મંત્ર કરાવ્યા. તંત્ર, તાંત્રિકો અને માંત્રિકોના આપેલા તંત્ર અને યંત્રનો ઘરમાં ઢગલો કર્યો પણ મારા વહાલસોયા “રોશન” માટે દુનિયાના એક પણ તંત્ર, યંત્ર કે મંત્ર કામ લાગતા જ નથી.

ઉપરોક્ત ફકરામાં જણાવેલી હકીકત આજથી એક વર્ષ પહેલાનો વાર્તાલાપ છે. આ વાર્તાલાપ એક દુખી બાપનો હતો પણ આજે “રોશન” નામના નિષ્ફળ દીકરાનો બાપ દુઃખી નથી. કારણ કે આ લખાઈ રહ્યું છે ત્યારે “રોશન” પોતાના જીવનમાં કોઈ પણ મંત્ર, યંત્ર કે તંત્રના સહારા વિના એક સફળતમ વ્યક્તિ તરીકેસમાજમાં નામ અને દામ કમાઈ રહ્યો છે. “રોશન”ની સફળતાનું રહસ્ય જાણવા તમે ઉત્સુક હોવ તે સ્વાભાવિક છે. સચિન તેંડુલકરની તારીખે જન્મેલો “રોશન” સચિન તેંડુલકર બને અને સફળતાની સિક્સર મારે તેવું કઇં જરૂરી હોતું નથી.

સમાન જન્મ તારીખો કઈ સમાન જાતકોને જન્મ આપતી નથી. એવું હોત તો અલ્હાબાદ ખાતે અમિતાભનો જન્મ થયો તે તારીખે અને પળે બીજા 57 બાળકોનોજન્મ થયેલો. ગાંધીજીનો જન્મ પૂતળીબાઈની કૂખે પોરબંદર ખાતે થયો ત્યારે 29 બાળકો તે દિવસે પૃથ્વી પર અવતરેલા. પણ આટલી બધી સંખ્યામાં અમિતાભ અને ગાંધી તો માત્ર એક જ છે.

“રોશન”ની કુંડળીનો અમે ગ્રહ, નક્ષત્ર,દશા અને તમામે તમામ જ્યોતિષીક પાસાઓનો ઉપયોગ કરી અભ્યાસ કર્યો અને અમને અચાનક જ અંકશાસ્ત્રનોઅસરદાર, ધારદાર અદભુત ઉપયોગ યાદ આવ્યો અને અમે “રોશન”ના કેસને અંકશાસ્ત્રની એરણે ટીપી-ટીપી સફળતાનો આકાર આપ્યો. રોશનના તમામેડોક્યુમેંટ્સમાં અમે તેનો અંગ્રેજી સ્પેલિંગ જોયો અને તેની જન્મ તારીખ સાથે જુનો રોશન હવે પોતાના નવા નામકરણ સાથે સફળતા અને પ્રગતિના પંથે છે.

અંકશાસ્ત્રના સહારે “રોશન” રંક્માંથી રાજા બની ગયો. “રોશન” ની આ અસાધારણ-અકલ્પ્ય સિદ્ધિઓ માટે જ્યોતિષશાસ્ત્ર અને અંકશાસ્ત્રને લાખ લાખ સલામ. આવો સમજીએ રોશનના ભાગ્યમાં અંકશાસ્ત્ર એ કેવી રીતે રોશની ફેલાવી.

આજકાલ ફિલ્મ-બિઝનેસ હોય કે જગત પર કોઈ પણ વ્યવસાયિક વ્યક્તિ હોય અંકશાસ્ત્રનો ઉપયોગ કરી પોતાની કારકિર્દીમાં સફળતાના પીંછા ઉમેરે છે
આજકાલ ફિલ્મ-બિઝનેસ હોય કે જગત પર કોઈ પણ વ્યવસાયિક વ્યક્તિ હોય અંકશાસ્ત્રનો ઉપયોગ કરી પોતાની કારકિર્દીમાં સફળતાના પીંછા ઉમેરે છે

અંકશાસ્ત્રની હિબ્રુ સિસ્ટમ અનુસાર અમે તેના જૂના સ્પેલિંગમાં માત્ર "N" નો વધારો કર્યો અને તેનું નવું નામ તેની જન્મ તારીખના સરવાળા "3" સાથે મેચ થઇ ગયું. ટૂંકમાં જન્મ તારીખનો સરવાળો "3" ગુરુની અસર હેઠળ હતો. અમે તેના નામમાં વધારાનો "N" મૂકી નવા નામનું ટોટલ પણ "3"ની અસર હેઠળ અર્થાત ગુરુની અસર હેઠળ કર્યું અને આજે રોશનની રોશની પ્રગતિ ઉન્નતી તરફ આગેકુચ કરે છે.

આ લેખનો આશય અંકશાસ્ત્રની સફળતા અને સાફલ્ય તરફનો અદભુત ઈશારો છે. અંકશાસ્ત્ર એક એવું નોખું અને અનોખું આંકડાકીય વિજ્ઞાન છે કે જેની સફળતા પર શક અને શંકા કરવાનો અવસર મળતો જ નથી. આજકાલ ફિલ્મ-બિઝનેસ હોય કે જગત પર કોઈ પણ વ્યવસાયિક વ્યક્તિ હોય અંકશાસ્ત્રનો ઉપયોગ કરી પોતાની કારકિર્દીમાં સફળતાના પીંછા ઉમેરે છે. જીવનમાં નામ હોય કે દામની વાત હોય તમારું વ્યક્તિગત નામ કે તમારા વ્યવસાયનું નામ તમારી સફળતા કે નિષ્ફળતામાં મોટો રોલ કરે છે તે વાત નિશ્ચિત છે. અંક વિના માનવી નિરાધાર છે અને અંકશાસ્ત્રનો આધાર એ આધાર કાર્ડ સમાન છે અને ભાઈ તમે જાણો છો કેઆધાર કાર્ડ વિના તો તમારું કલ્યાણ છે જ નહીં.

અંક શસ્ત્રનો આ અદ્દભુત લેખ બન્ને લેખકો એ gmail એડ્રેસ drpanckaj@gmail.com હેઠળ પ્રસ્તુત કર્યો છે.