શુક્રવારનું ટેરોકાર્ડ રાશિફળ:વૃષભ જાતકોએ નિર્ણયોને અમલમાં લવતા પહેલાં એકવાર વિચાર કરવો પડે, ધન જાતકો અનુભવોનો ઉપયોગ કરીને વર્તમાન સમયને સુધારી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ KING OF CUPS

લાગણીઓ પર નિયંત્રણ રાખીને લક્ષ્ય પ્રત્યે ફોકસ વધારવાનો પ્રયત્ન કરવો પડશે. હાલના સમયમાં વારંવાર ચિંતા સતાવતી રહેશે પરંતુ પોતાના પર વિશ્વાસ રાખીને લેવામાં આવેલ નિર્ણય પર ટકી રહીને કામ કરજો. પરિવારના લોકો દ્વારા તમારો નિર્ણય બદલવાનો પ્રયાસ કરી શકાય છે. કોઈ વ્યક્તિને જવાબ આપતી વખતે ખોટા શબ્દોનો ઉપયોગ ન કરશો.

કરિયરઃ- કામને લગતી ચિંતા ચાલતી રહે પરંતુ જે પ્રકારે કામ પૂરું થશે તમારો વિશ્વાસ વધશે.

લવઃ- પાર્ટનર સાથે સંવાદ લગાતાર રહેવાથી સંબંધો સુધરશે.

હેલ્થઃ- શરદી-ખાંસીની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

------------------------

વૃષભ KNIGHT OF CUPS

કોઈપણ પ્રકારના નિર્ણયને અમલમાં લાવતી વખતે ફરીથી વિચારીને જ આગળ વધવું પડશે. ભાવનાત્મક રીતે નબળાઈ અનુભવવાને લીધે દરેક પ્રકારની જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશો. હાલના સમયમાં એકલા જ કામ કરવાનું પસંદ કરશો જેના લીધે લોકો તમારી વાતોને સમજી નહીં શકે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી નકારાત્મકતા દૂર કરવા માત્ર મહત્વપૂર્ણ વાતો પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરો.

લવઃ- સંબંધોને શ્રેષ્ઠ બનાવવા માટે સંવાદ સુધારવાની જરૂર છે.

હેલ્થઃ- યૂરિનને લગતી તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

------------------------

મિથુન THE MAGICIAN

કોઈ વ્યક્તિની સાથે થયેલી વાતચીતને લીધે તમને સારું ફિલ થશે. તમને પ્રાપ્ત થનારા દરેક સોર્સનો સારી રીતે ઉપયોગ કરીને વર્તમાન સમયને બદલવાનો પ્રયાસ તમે કરી શકો. રૂપિયાને લગતી ચિંતા અત્યારે ન કરો. પોતાની સ્કિલ્સ પર ધ્યાન આપીને લક્ષ્ય નક્કી કરો.

કરિયરઃ- કામને લગતી ચિંતા ઝડપથી દૂર થશે.

લવઃ- રિલેશનશીપમાં અનુભવાતી દરેક સમસ્યાનો જવાબ તમારી પાસે છે.

હેલ્થઃ- કમર દર્દની પરેશાની વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

------------------------

કર્ક FOUR OF WANDS

પોતાની અપેક્ષા પ્રમાણે વર્તમાન સમયમાં બદલાવ જોઈ શકો છો. તેમ છતાં સંયમ રાખવો તમારી માટે જરૂરી છે. કામની ગતિ ધીમી રહેશે પરંતુ જે પ્રકારે તમારી પ્રગતિ થઈ રહી છે તે તમને સમાધાન અપાવી શકે છે. મિત્રો સાથે મળવાનું થાય જેના લીધે જીવનને લગતી કઠિન વાતોની ચર્ચા કરીને તમે પ્રેરિત થઈ શકો છો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલ કોઈ વાતની નકારાત્મકતાને લીધે કામની ક્વોલિટી પર અસર ન પડે તેનું ધ્યાન રાખજો.

લવઃ- રિલેશનશીપને લગતા ઠોસ નિર્ણય તમે લઈ શકો છો.

હેલ્થઃ- માથાના દુઃખાવાની સમસ્યા રહી શકે છે. શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

------------------------

સિંહ SIX OF WANDS

સમયનો યોગ્ય ઉપયોગ ન કરી શકવાને લીધે તણાવ અનુભવશો. તમારી પ્રગતિ થવાને લીધે લોકોના મનમાં ઈર્ષાની ભાવના પેદા થશે. પરંતુ તે તમને નુકસાન નહીં પહોંચાડી શકે. કોઈપણ વ્યક્તિની સાથે વ્યક્તિગત વાતોની ચર્ચા હાલના સમયમાં ન કરશો.

કરિયરઃ- કામની જગ્યાએ ચાલી રહેલાં રાજકારણને લીધે તમને નુકસાન થઈ શકે છે તેથી સતર્કતા રાખીને નુકસાનને ટાળી દો.

લવઃ- તમારા અને પાર્ટનરની વચ્ચે ગલતફેમી કોઈ બીજી વ્યક્તિ દ્વારા પેદા કરી શકાય છે.

હેલ્થઃ- પગમાં દુઃખાવો અને ખેંચ આવી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

------------------------

કન્યા THE EMPEROR

દિવસની શરૂઆતમાં જ ભાગ-દોડી રહી શકે છે, પરંતુ કામ અપેક્ષા પ્રમાણે પૂરું થશે. પારિવારિક જવાબદારીઓ વધતી રહે જેને નિભાવતી વખતે તમને પણ સમાધાન મળી જશે. જે લોકોનો સાથ નથી મળી રહ્યો તેમના પક્ષને સમજવાનો પ્રયત્ન કરજો. હાલના સમયમાં કોઈપણ વ્યક્તિની સાથે સંબંધો સુધારવા શક્ય નથી, પરંતુ તેમની પ્રત્યે નકારાત્મકતાનો વિચાર ન આવે તેનું ધ્યાન રાખજો. કરિયરઃ- હાલના સમયમાં વેપારમાં નુકસાન નહીં થાય, નોકરીયાતોને કામમાં ફોકસ વધારવું જરૂરી છે.

લવઃ- લગ્નને લગતી ચિંતા સતાવશે. પરંતુ યોગ્ય વ્યક્તિ ઝડપથી મળી જશે.

હેલ્થઃ- ઘુંટણની તકલીફ વધી શકે છે. જે અવોઈડ ન કરશો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

------------------------

તુલા THE FOOL

તમારા દ્વારા કરવામાં આવેલી ભૂલને લીધે કેટલાક લોકોની સાથે અંતર વધી શકે છે. હાલ માત્ર પોતાના કામ પર ધ્યાન આપીને જવાબદારીઓ નિભાવવાનો પ્રયાસ કરો. સમયની સાથે વાતો સુધરતી જશે. એટલા માટે કોઈપણ સંબંધોને લઈને નકારાત્મકતા પેદા ન થાય તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વ્યવહાર કરતી વખતે સતર્કતા રાખવી.

લવઃ- પાર્ટનર દ્વારા મળી રહેલા સાથને લીધે મોટા નિર્ણયો સળતાથી લઈ શકો છો.

હેલ્થઃ- લો-બીપી અને સુગરની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 5

------------------------

વૃશ્ચિક EIGHT OF CUPS

જે વાતોને લીધે તમને માનસિક તકલીફ થાય છે તેને પોતાના જીવનથી દૂર રાખીને માત્ર વર્તમાન સાથે જોડાયેલી વાતો પર ધ્યાન આપવાનો પ્રયાસ કરો. કોઈપણ પ્રકારની સમસ્યાઓથી દૂર ભાગવું તે કોઈ હલ નથી. પોતાના વિચારોને ઉકેલીને જૂની ભૂલોને સુધારવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- વિદ્યાર્થીઓને પોતાની પ્રગતિ પ્રત્યે ઉદાસીનતા લાગે તેમ છતાં મહેનત અને સાતત્ય ટકાવી રાખવું તમારી માટે જરૂરી છે.

લવઃ- પાર્ટનરની સાથે તૂટતાં સંબંધોને લીધે ઉદાસીનતા રહી શકે છે.

હેલ્થઃ- માઈગ્રેઈનની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ-6

------------------------

ધન TEMPERANCE

તમને મળેલા અનુભવોનો ઉપયોગ કરીને વર્તમાનને સુધારવાનો પ્રયત્ન કરો. ખાસ કરીને જ્યારે વાતો આર્થિક પક્ષ સાથે જોડાયેલી હોય. વ્યક્તિગત જીવનમાં પ્રાપ્ત થઈ રહેલી સ્થિરતા અને સિક્યોરિટીને લીધે અન્ય વાતો પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરો. હાલના સમયમાં માત્ર વ્યક્તિગત પ્રગતિ પર ધ્યાન આપો.

કરિયરઃ- અનુભવી લોકોની સાથે મળીને નવા કામની શરૂઆત કરી શકો છો.

લવઃ- સંબંધો સાથે જોડાયેલી નાની-મોટી વાતોને સમજવાનો પ્રયત્ન કરો.

હેલ્થઃ- શરીરમાં દુઃખાવો અને તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

------------------------

મકર FIVE OF SWORDS

લોકો દ્વારા બોલવામાં આવેલી દરેક વાતનો જવાબ આપવાનો પ્રયત્ન કરવો તે સમય બરબાદ કરવા સમાન છે. પોતાની ક્ષમતાનો સારી રીતે ઉપયોગ કરો. રૂપિયાને લગતા કરવામાં આવેલ વ્યવહારને લીધે વિવાદ પેદા થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ પાસે તમે ઉધાર ન લેશો નહીં તો નુકસાન વધી શકે છે.

કરિયરઃ- નોકરીની જગ્યાએ વધી રહેલી સ્પર્ધા તમારી માટે તકલીફનું કારણ બની શકે છે. લવઃ- પાર્ટનર તમારી સરખામણી બીજા સાથે કરે તે તમારી માટે દુઃખનું કારણ બનશે.

હેલ્થઃ- ગળાની ખારાશને ઠીક કરવા ડોક્ટરની મદદ લેજો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

------------------------

કુંભ KNIGHT OF WANDS

કામની ગતિ વધારીને વ્યક્તિગત વાતોમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરવો પડશે. તમને તમારું લક્ષ્ય સ્પષ્ટ રીતે દેખાશે જેના લીધે અત્યાર સુધી થયેલી ભૂલોને દૂર કરી શકવી શક્ય બનશે. જીવન પ્રત્યે વધી રહેલી ગંભીરતાને કારણે તમે પોતાની મહેનતને લઈને સુધારો કરવાનો પ્રયત્ન કરશો.

કરિયરઃ- યોગ્ય લોકોના મળી રહેલા સાથને લીધે કરિયરમાં મોટો ફેરફાર કરી શકો છો.

લવઃ- લગ્નને લગતા નિર્ણય લેવામાં ઊતાવળ ન કરશો.

હેલ્થઃ- પગનો સોજો વધી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

------------------------

મીન JUSTICE

તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ અપેક્ષા પ્રમાણે ન મળે પરંતુ પોતાની પ્રત્યે બની રહેલી નકારાત્મકતા દૂર થશે. ભવિષ્યને લગતા કોઈ નિર્ણય લેતી વખતે દરેક પરિણામને સારી રીતે જાણીને આગળ વધો. લોકોની સાથેની ગલતફેમીને દૂર કરવા માટે સંવાદ સુધારીને સંયમથી કામ લેજો.

કરિયરઃ- કામને લગતી સ્કિલ્સને શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન આપો.

લવઃ- લોકો દ્વારા રિલેશનશીપને લગતી સલાહ પર ધ્યાન આપવું જરૂરી છે.

હેલ્થઃ- વાયરલ ઈન્ફેક્શન થવાની શક્યતા છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1