તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્ષ 2020માં કોરોના મહામારીએ આખા વિશ્વ પોતાની ચપેટમાં લીધું હતું. હવે નવું વર્ષ 2021 શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે આશા છે કે આ વર્ષ સ્વાસ્થ્ય સાથે જ અનેક રીતે સારું રહે. વર્ષ 2021ની શરૂઆત કર્ક રાશિ અને કન્યા લગ્નથી થઇ રહી છે. ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં તથા લગ્ન હસ્ત નક્ષત્રમાં હોવાના કારણે આ વર્ષ સફળતા અને પ્રગતિ આપનાર રહેશે. વર્ષ કુંડળી 2021 પ્રમાણે, વર્ષના સ્વામી બુધ પોતાના ઘરથી ચોથા ભાવમાં મિત્ર રાશિ સૂર્ય સાથે સ્થિત છે. નિશ્ચિત રૂપથી આ વર્ષ 2021 બધા માટે સારાં પરિણામ લાવનાર સાબિત થશે. વર્ષ 2021 નવી શોધ, નવા કારોબાર, નવા વિચાર, ઉન્નતિ અને ઉત્સાહ સાથે આગળ વધશે તેવી સંભાવના છે. વર્ષ 2021 સામાન્ય જનતા, રાજકારણ અને વેપારની દૃષ્ટિએ કેવું રહેશે તે અંગે જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયા અને જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અહીં જાણાવી રહ્યા છે.
જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયાના જણાવ્યાં પ્રમાણે ઇ.સ. 2021ની શરૂઆત તા. 1/1/21 ના રોજ ૦૦:૦૦ શુક્રવાર, પુષ્ય નક્ષત્ર ( તા. 31/12/20 ની મધ્ય રાત્રિ મુજબ ગુરુ પુષ્યનક્ષત્રનો શુભ યોગ રચાય છે) કન્યા લગ્નની કુંડળી ઉદિત થાય છે જેમાં ગુરુ+ચંદ્રનો ગજકેશરી યોગ ઉપરાંત વર્ગોત્તમી મંગળ, સૂર્ય+બુધનો બુધદિત્ય યોગ, વૃષભનો રાહુ, વૃશ્ચિકનો કેતુ, સ્વરાશિનો શનિ જેવા યોગ છે, અંકશાસ્ત્ર મુજબ વર્ષ 2021 (2+૦+2+1) 5 આવે છે જે બુધનો અંક છે અને આઝાદી વર્ષ 1947 (1+9+4+7 = 2+1) 3 છે જે ગુરુનો અંક છે.
વર્ષ 2021 કોરોના મહામારીની અસર કેવી રહેશેઃ-
વર્ષ 2021માં યુદ્ધની સંભાવના નથી, સરહદે તંગદિલીની સંભાવના કહી શકાય, કોરોનાની મહામારી જે વર્ષ 2020માં ભોગવી તેની અસર ઘણી ઓછી થતી જોવા મળે તેવું સંભવિત છે, મંદીની અસર રહે પણ અર્થતંત્ર ધીમે-ધીમે આગળ ચાલવા લાગે, શેર બજારમાં ઉત્તર ચઢાવ રહે તેમા ક્યાંક નવો હાઈ અને લો પણ જોવા મળે તેવી અનિશ્ચિતતા બની શકે છે,
ભારતમાં આર્થિક, સામાજિક, રાજકીય અસંતોષ રહે, બજેટ રાહત લક્ષી આવે પણ તીવ્ર અસંતોષ લોકોમાં રહે, બેન્કિંગ વીમા, કોમ્પ્યુટર, આઇ ટી, ફાર્મા, મીડિયા, વગેરે ક્ષેત્રમાં કઇંક સુધારા રાહત જોવા મળી શકે છે, કૌભાંડ અને આંદોલન પણ થાય. એકંદરે આવનાર ૨૦૨૧ વર્ષ નવી આશા સાથે આવે અને પ્રભુ ભક્તિ, આત્મવિશ્વાસ, લોકભાવના, માર્ગદર્શન વડે જીવન અને કાર્યમાં સુધારો આવી શકે છે.
ગ્રહ-નક્ષત્રોની ગણના પ્રમાણેઃ-
નક્ષત્રોની ગણના પ્રમાણે વર્ષ 2021 ગયા વર્ષની તુલનામાં સારું જોવા મળી રહ્યું છે. સારા પરિણામ સામે આવશે. વર્ષ 2020માં રાહુ ખૂબ જ બળવાન રહ્યો અને અનેક ખરાબ દુર્ઘટના ઘટી. 2021ના નક્ષત્રો પ્રમાણે આવનાર વર્ષમાં જનજીવન ઝડપથી સામાન્ય થઇ જશે.
જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે અંકશાસ્ત્ર મુજબ 2021 વર્ષ કેવું રહેશે?
વિષય પર વ્યાખ્યાનમાં જણાવેલ કે અગામી શુક્રવારથી 2021 વર્ષ શરૂ થાય છે. જેમાં શુક્રવાર હોવાથી વારંક 6 ગણવામાં આવે છે અને વર્ષ-આંક 2021={2+0+2+1}=5 જેમાં અંક અંક 1= સૂર્ય, 2=ચંદ્ર, 5=બુધ, 6=શુક્ર ગણવામાં આવે છે માટે અગામી વર્ષમાં સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર ગ્રહનો પ્રભાવ બની રહેશે પરંતુ બુધ ગ્રહનો પ્રભાવ વધારે રહેશે. જેમાં અંક 2 બે વખત રીપીટ થાય છે માટે અંક=2 એટલે ચંદ્ર.
ચંદ્ર એટલે પાણી, દૂધ, છાશ, સોડા, પેટ્રોલ, કેમિકલ, સેનેટરાઈઝ, વેકસીન વગેરે વર્ષ-આંક 5 થવાથી બુધ વ્યવસાયમાં વેપારીકરણ વધે. કોમ્યુનિકેશનને લગતા વ્યવહારોમાં વધારો થાય. તમામ ક્ષેત્રે યુવા વર્ગ દરેક કાર્યો માટે આગળ આવતો જણાય. Online paid સર્વિસમાં વધારો થાય. મહિલા માટે વર્ષ યાદગાર બની રહે. યુવા બહેનો દરેક ક્ષેત્રે પોતાનું વચસ્વ જમાવે.
જ્યોતિષાચાર્ય ડો. હેમીલ લાઠીયાના જણાવ્યા પ્રમાણે વર્ષ 2021માં કુલ 4 ગ્રહણ થશેઃ-
ગ્રહણની સ્થિતિ ગણતરી કરતાં કોઈ મોટી ગંભીર બાબતના સૂચનની સંભાવના બતાવતું નથી.
તા. 11/02/2021 ગુરુવાર પોષ વદ અમાસના રોજ સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર, શનિ એમ કુલ 6 ગ્રહની યુતિ મકર રાશિમા થાય છે (4 શુભ + 2 પાપ ગ્રહ) અને પાપગ્રહ મંગળ મેષ, રાહુ, વૃષભ, કેતુ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરે છે અને તેની કુંડળી બનાવતા કોઈ ગ્રહ વર્ગોત્તામી બનતા નથી, બુધ ગ્રહ વક્રી બને છે અને ગુરુ ગ્રહનો ઉદય પૂર્વમાં થાય છે. થોડાં સમય માટે દ્વિધા ઉભી થઇ શકે પણ તેનો ઉકેલ કે રાહત, બચાવ જેવી બાબત પણ થોડા સમયમાં થઈ શકે તેવી સંભાવના છે.
આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) તથા હેમિલ લાઠિયા દ્વારા આપવામાં આવી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.