તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપ્તાહિક ભવિષ્યફળ:શુક્રના રાશિ પરિવર્તનથી સપ્તાહની શરૂઆત થશે, જાણો 21 થી 27 ફેબ્રુઆરીનો સમય તમારા માટે કેવો રહેશે?

9 દિવસ પહેલા

રવિવાર, 21 ફેબ્રુઆરીએ સવારે શુક્રએ રાશિ બદલી છે. શુક્ર ગ્રહે મકર રાશિમાંથી કુંભમાં પ્રવેશ કર્યો છે. આ સપ્તાહ એટલે શનિવાર, 27 ફેબ્રુઆરી સુધી ચંદ્ર મિથુનથી સિંહ સુધી ગતિ કરશે. એસ્ટ્રોલોડર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે બારેય રાશિઓ માટે આ સપ્તાહ એટલે 21 થી 27 ફેબ્રુઆરીનો સમય કેવો રહેશે તે જાણીએ...

મેષઃ-

પોઝિટિવઃ- પારિવારિક તથા સામાજિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે ઘરના લોકો ઉપર તમારું વધારે દબાણ કે દખલ સારી બાબત નથી. તેમને પોતાની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતા પણ આપવાની જરૂરિયાત છે. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

વ્યવસાયઃ- વેપારમાં કામ વધારે રહેવાના કારણે થોડી અથોરિટી તમારા કર્મચારીઓને પણ આપો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ તાવ અને ઉધરસની સમસ્યા રહેશે.

--------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ યોજનાને શરૂ કરવા માટે સમય યોગ્ય છે. લોકો સાથે સંબંધ મજબૂત કરવા માટે સમય ઉત્તમ છે. ઘરના વડીલોનો આશીર્વાદ મળી શકશે. વિદ્યાર્થીઓની પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્રતા જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- તમે પોતાને ઇગ્નોર કરીને પોતાના કામ પૂર્ણ કરવા માટે સંપૂર્ણ મહેનત કરશો. જેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. વધારે ઈગો ગુસ્સાના કારણે તમારા બનતા કાર્યો ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ પણ સમય ઉત્તમ છે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા વ્યક્તિને જલ્દી જ કોઇ સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીમાં કોઇ નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની જાળવવી જરૂરી છે.

--------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે તમારી બુદ્ધિમત્તા દ્વારા ધન તથા પરિવારને લગતી સમસ્યાઓને ઉકેલવામાં સમર્થ રહેશો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરી રહી છે. જેનો ભરપૂર ઉપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર નિર્ભર કરે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ જૂનો મુદ્દો ફરીથી તણાવનું વાતાવરણ ઊભું કરી શકે છે. જેના કારણે કોઇ નજીકના વ્યક્તિ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. તમારા ગુસ્સા અને કટુ વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- મશીનને લગતા કારોબારમાં નવી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી અને ઉધરસની ફરિયાદ રહેશે.

--------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમય અવસરવાદી થઇને તમે એક-એક અવસરનો ભરપૂર લાભ ઉઠાવશો તથા સમજણ અને બુદ્ધિમત્તાથી દરેક સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ રહેશો. તમારી પ્રતિભા અને છાપ લોકો સામે આવશે.

નેગેટિવઃ- કોઇ અપ્રિય ઘટનાના કારણે મન નિરાશ રહેશે. આર્થિક મામલે તમારે સંપૂર્ણ સાવધાની જાળવવાની જરૂરિયાત છે. જો વાહન ચલાવો છો તો વધારે ધ્યાન રાખે. બાળકોને લગતી કોઇ પ્રકારની ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ કરવાનો જોશ અને ઉત્સાહ ગજબનો રહેશે.

લવઃ- પ્રેમ પ્રસંગમાં સફળતા મળશે.

સ્વાસ્થ્યઃ- ઘણાં લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં સુધાર આવશે.

--------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાવવું તથા સહયોગ કરવો તમને ખૂબ જ વધારે માનસિક સુકૂન આપશે. સાથે જ તમારા માન-સન્માન અને આત્મિક ઉન્નતિમાં પણ વધારો થશે. પ્રોપર્ટીને લગતી ખરીદદારી કે વેચાણને લગતી યોજના બનશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારનું પેપર વર્ક કરતી સમયે વધારે સાવધાની જાળવો. નાની ભૂલ તમારા માટે મોટી પરેશાનીનું કારણ બની શકે છે. હાલ ધનને લગતા મામલાઓમાં મંદી રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં સુધાર આવવાથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. આજે પૂર્ણ આત્મવિશ્વાસ અને પરાક્રમ સાથે પોતાના કાર્યોને પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો.

નેગેટિવઃ- સ્થિતિઓ મજબૂત કરવા માટે કોઇ અયોગ્ય કામની મદદ ન લો, નહીંતર કોઇ પરેશાની ઊભી થઇ શકે છે. કોઇ વ્યક્તિ તમારી સાથે સારી વાતો કરીને તમારી કોઇ ગુપ્ત વાત કઢાવી શકો છો, એટલે સાવધાન રહો.

વ્યવસાયઃ- વેપારને વધારવા માટે થોડી નવી શોધ અને યોજનાઓની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક સ્થિતિ સંપૂર્ણ તમારા પક્ષમાં રહેશે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ બીમારીઓ થઇ શકે છે.

--------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પરિવારમાં સુખ-શાંતિ અને સુમેળપૂર્ણ વાતાવરણ રહેશે. ઘરની સંભાળન તથા સજાવટ સંબંધિત કાર્યોમાં પરિવારની સાથે મળીને શોપિંગમાં પણ સમય પસાર થશે. પ્રોફેશનલ સ્ટડી માટે પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. તેથી એક્રાગ ચિત થઈને અભ્યાસમાં ધ્યાન આપવું.

નેગેટિવઃ- અજાણ્યા લોકો સાથે સંપર્કો વધારવો નહીં. કોઈ પણ બહારની વ્યક્તિને તમારા પરિવારમાં દખલ ન થવા દો. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો. કોઈપણ પ્રકારની દુર્ઘટના થવાની સંભાવના રહેશે.

વ્યવસાયઃ-વ્યવસાયમાં કડક અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર છે. મશીનરી અને સ્ટાફ વગેરે સંબંધિત નાની મોટી સમસ્યા સામે આવશે. પરંતુ તમે સંપૂર્ણ ગંભીરત અને સમજીને તેનું નિરાકરણ લાવશો. નોકરી કરતી વ્યક્તિ તેના સહકર્મીની સાથે મળીને પોતાનો ટાર્ગેટ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશે.

લવઃ- પરિવારનું વાતાવરણ સુમેળપૂર્ણ રહેશે. પ્રેમ પ્રસંગ બનશે, પરંતુ ધ્યાન રાખવું કે લાગણીના કારણે તમે તમારા અભ્યાસ અને કરિયર પર કોઈ પ્રકારનું નુકસાન ન થવા દેવું.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને પરિશ્રમના કારણે તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. તેથી આરામ પણ લેવો જરૂરી છે.

--------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- લાંબા સમય સુધી અટવાયેલા પારિવારિક કાર્યો પૂરા કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. તેનાથી ઘરમાં સુખ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. તમે પણ વ્યક્તિગત ગતિવિધિઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કોઈ નજીકના મિત્રની સાથે ખાસ મુદ્દા પર કોઈ મહત્ત્વપૂર્ણ વિચાર વિમર્શ પણ થશે.

નેગેટિવઃ-સંતાનના શિક્ષણ સંબંધિત કાર્યોમાં વિલંબ ન કરવો. અન્યથા એડમિશન સંબંધિ સમસ્યા થઈ શકે છે. કોઈ અજાણી વ્યક્તિ પર વધારે વિશ્વાસ કરવાથી મુશ્કેલી થઈ શકે છે. સારું રહેશે કે નિર્ણય અને પરિશ્રમ પર જ વિશ્વાસ રાખવો.

વ્યવસાયઃ- વ્યાસાયિક ગતિવિધિઓ યથાવત ચાલુ રહેશે. કોઈપણ પ્રકારનો ફેરફાર અથવા નવું કામ કરવા સંબંધિત યોજના પર અમલ ન કરવો. કેમ કે આ કામ માટે અત્યારે ગ્રહ સ્થિતિ પક્ષમાં નથી. નોકરી કરતી વ્યકિતિએ તેમના કાર્યની પ્રણાલીમાં કેટલાક ફેરફાર લાવવા પડશે.

લવઃ- ઘરની સંભાળમાં જીવનસાથીનો યોગ્ય સહયોગ રહેશે, જેના કારણે તમે તમારા કાર્ય પર ધ્યાન આપી શકશો. પરંતુ થોડો સમય પરિવારની સાથે જરૂરથી પસાર કરવો.

સ્વાસ્થ્યઃ- ઘરની કોઈ વરિષ્ઠ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. પરંતુ ઝડપથી સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

--------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંપન્ન થશે. તે ઉપરાંત થોડો સમય પરિવારના લોકોની સાથે પણ મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનાવવા સંબંધિત વિચાર-વિમર્શમાં પસાર થશે. કામ વધારે રહેશે પરંતુ તમે તમારા આત્મબળ અને ઉર્જાથી તે કાર્યોને સંપન્ન પણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- બાળકોની કરિયકને લઈને ચિંતા રહી શકે છે. પરંતુ અત્યારે વર્તમાન પરિસ્થિતિઓના કારણે ધીરજ રાખવી વધારે યોગ્ય છે. તણાવ લેવાથી પરિસ્થિતિ વધારે વિપરિત મહેસૂસ થશે.

વ્યવસાયઃ- પ્રોપર્ટી સંબંધિત વ્યવસાયમાં કોઈપણ પ્રકારનું કાર્ય કરતા સમયે વધારે સાવધાની રાખવી. કેમ કે એક નાનકડી ભૂલથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. નોકરી કરતી વ્યક્તિઓને ઓફિસનું કંઈક વધારાનું કામ કરવું પડશે.

લવઃ-પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. પરિવારની સાથે લોન્ગ ડ્રાઈવ પર જવું અને ફરવાથી તમારો મૂડ ફ્રેશ રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, શરદી અથવા ગળું ખરાબ થઈ જવા જેવી સમસ્યા થઈ શકે છે. અયોગ્ય ખાણીપીણીથી દૂર રહેવું.

--------------------------

મકરઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તેમના પક્ષમાં આવશે. પહેલાં કરતા વધુ સખત મહેનત કરવાની જરૂર છે. કોઈપણ સંબંધિ અથવા મિત્ર દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના પણ મળશે જે તમારા માટે પણ ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- આર્થિક રીતે આ સપ્તાહ સારો નથી. તેમાં કોઈપણ પ્રકારે રોકાણ અથવા લેવડદેવડ સંબંધિત કાર્યોને સ્થગિત રાખવા. સંતાનનો વ્યવહાર અને પ્રવૃતિઓ તમારી ચિંતાનું કારણ બની શકે છે. અજાણવ્યા લોકો સાથે અંતર રાખવું.

વ્યવસાયઃ- કાર્ય ક્ષેત્રના વિસ્તાર માટે નવી યોજનાઓ પર વિચાર થશે. આ સપ્તાહ માર્કેટિંગ સંબંધિત કાર્ય પર વધારે ધ્યાન આપવું. કોઈ મોટા અધિકારી અથવા રાજકિય વ્યક્તિ સાથે તમારી મુલાકાત ફાયદાકારક સાબિત થશે. નોકરી કરતા લોકોની દિનચર્યા વધારે વ્યસ્ત રહેશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે મેળ અને સમજણમાં થોડી ખામી રહેશે. તેથી થોડો સમય પરિવારની સાથે બેસીને સમય પસાર કરીને વાતાવરણને સામાન્ય બનાવવું.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ તમારે ખાણીપીણી તથા દિનચર્યાને વ્યવસ્થિક રાખવી વધારે જરૂરી છે.

--------------------------

કુંભઃ-

પોઝિટિવઃ-આ સપ્તાહ તમે જે વસ્તુની શોધ કરી રહ્યા હતા તે પૂરી થશે. જેના કારણે મન ખુશ મિજાજ રહેશે. તમારું આત્મ વિશ્લેષણ કરીને પોતાના વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવશો. કોઈ નવા કાર્યની રૂપરેખા પણ બની શકે છે.

નેગેટિવઃ- પરંતુ પોતાને સાબિત કરવા માટે વધારે મહેનત કરવાની પણ જરૂર છે. ઉતાવળમાં કરવામાં આવેલ કાર્ય ભૂલ હોઈ શકે છે. તેના કારણથી માનહાનિની થવાની સંભાવના છે. પરંતુ ચિંતા ન કરવી, ધીમે ધીમે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવી જશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારે તમારી યોગ્યતા અને ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરવો અને ટૂંક સમયમાં તમારું સપનું પૂરું થવાનું છે. કમિશન અને વીમા સંબંધિત કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. માત્ર તમારી વાણી અને ગુસ્સા પર સંયમ રાખવાની જરૂર છે.

લવઃ-પતિ-પ્તનીમાં પ્રેમભાવ રહેશે. ક્યાંક હરવા-ફરવા તથા ડિનરના પ્રોગ્રામ સંબંધોમાં વધારે નજીક લાવશે.

સ્વાસ્થ્યઃ- વાયરલ તાલ થવાની સંભાવના છે. બેદરકારી ન કરીને તરત તમારી સારવારી કરાવી લેવી.

--------------------------

મીનઃ-

પોઝિટિવઃ-થોડા સમયથી ચાલી રહેલી સમસ્યા સંબંધીઓ તથા પરિવારના લોકોના સહયોગથી નિરાકરણ થશે. જેના કારણે તમે વધારે તણાવમાં રહેશો. વિદેશમાં જઈને અભ્યાસ માટે પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને થોડા પ્રયાસથી સફળતા મળી જશે.

નેગેટિવઃ- ભૂમિ, ભવન વગેરે માટે દેવું લેવાની યોજનાઓ બનશે. પરંતુ ચિંતા ન કરવી તે ધીમે ધીમે સરળ થઈ જશે. કોઈ નજીકના મિત્રથી ગેરમાન્યતા પેદા થઈ શકે છે. સારું રહેશે કે સંબંધ રાખવા જેવી સ્થિતિઓ પેદા ન થવા દેવી.

વ્યવસાયઃ- આ સ્પાતહમાં વ્યવસાયમાં ઘણી આર્થિક પરિસ્થિતિ પર ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. નાની એવી હેદરારી પણ કોઈ મોટો ઓક આઈ અછલા મોટ ડિલ કેવ્સર થઈ શકે છે. પરંતું કામ સંબંધિત વાધકથી બોસ અવે વ્યાસયવમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે. નાની એવું ભૂલથી મોટો ઓર્ડર અથવા મોટિ ડિલ કેન્સરલ છે. નોકરીમાં પોતાવા સંબંધિ દબાણ વધશે.

લવઃ- પતિ-પ્તિની વચ્ચે રોમન્ટેટિક સંબંધ રહેશે. વિવાહિત પ્રેમ સંબંધિત મુશ્કેલી વધશે. તેછી સાવધાન રહેવું જોઈએ.

સ્વાસ્થયઃ- વાસી ભોજનથી દૂર રહેવું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો