તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Weekly Rashifal From 14 To 20 March, Cancer Weekly Prediction, Libra Rashifal, Saptahik Rashifal, Kundli Weekly Rashifal By Dr Ajay Bhambi

સાપ્તાહિક રાશિફળ:આ સપ્તાહ કર્ક અને તુલા રાશિને લાભ મળી શકે છે, તમારા માટે 14 થી 20 માર્ચ સુધીનો સમયગાળો કેવો રહેશે?

3 મહિનો પહેલા
  • 14 માર્ચની રાતે સૂર્ય અને 16 માર્ચની રાતે શુક્ર રાશિ બદલશે, બધી જ બારેય રાશિઓ ઉપર અસર થશે

નવા સપ્તાહમાં કર્ક અને તુલા રાશિના લોકોને સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આ સપ્તાહ ચંદ્ર સિવાય સૂર્ય અને શુક્રનું રાશિ પરિવર્તન થશે. સૂર્ય 14મીએ રાતે અને શુક્ર 16મીએ રાતે રાશિ બદલશે. સૂર્ય અને શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્ર 15મીએ મેષ રાશિમાં, 18મીએ વૃષભમાં અને 20મીએ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

આ ગ્રહોનો બધી જ બારેય રાશિ ઉપર અસર થશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓ માટે કેવો રહેશે 14 થી 20 માર્ચ સુધીનો સમયગાળો...

મેષઃ-

પોઝિટિવઃ- યુવા વર્ગને પોતાના કોઇ કામમાં સફળતા મળવાથી રાહત મળશે. સાથે જ રચનાત્મક કાર્યોમાં રસ વધશે. માનસિક સુખની પ્રાપ્તિ માટે કોઇ નજીકનું એકાંત સ્થાન કે ધાર્મિક સ્થાન પર જવાનો વિચાર કરો. જેથી ફરી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો.

નેગેટિવઃ- કાર્યોમાં સફળતા ન મળવાના કારણે સ્વભાવમાં થોડું ચિડીયાપણું અનુભવ થશે. તમારા નજીકના મિત્રો પાસેથી સલાહ લેવાથી તમને થોડી રાહત મળવાની શક્યતા છે. વધારે પરિશ્રમ કરવાથી અનુકૂળ પરિણામ મળશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાંની જેમ જ ચાલતી રહેશે.

લવઃ- વ્યસ્તતાના કારણે તમે તમારા પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- તમારે તમારું મનોબળ વધારવાની જરૂરિયાત છે.

--------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ જીવનમાં થોડા ફેરફાર આવવાની શક્યતા છે. પરિવારમાં કોઇ મહત્ત્વપૂર્ણ વિષય અંગે તમારી સલાહને વધારે મહત્ત્વ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને પણ તેમની પ્રતિયોગિતાઓમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારો કોઇ નજીકનો મિત્ર કે સંબંધી તમને દગો આપી શકે છે. કોઇને પણ રૂપિયા ઉધાર આપશો નહીં, કેમ કે તેના પાછા મળવાની શક્યતા નથી.

વ્યવસાયઃ- આર્થિક મામલે ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને પરિવારમાં થોડી ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમે તમારી અંદર ઊર્જાની ખામી અનુભવ કરી શકો છો.

--------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને પોતાની પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં યોગ્ય પરિણામ મળશે. સપના સાકાર કરવાનો સમય છે એટલે ખૂબ જ મહેનતથી કામ કરો. કોઇ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત કરી દો. ભાઇઓ સાથે પણ થોડી લાભકારી પરિસ્થિતિઓ ઉપર ચર્ચા-વિચારણાં થઇ શકે છે.

નેગેટિવઃ- આળસને છોડીને બધા કાર્યોને કરવાની કોશિશ કરો નહીંતર તેના કારણે થોડા કાર્યોમાં મોડુ થઇ શકે છે. યોજનાઓને શરૂ કરતી સમયે થોડી દુવિધાની સ્થિતિ રહેશે. તેના માટે નજીકના વ્યક્તિઓની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ આ સપ્તાહ ઉત્તમ છે.

લવઃ- વ્યસ્તતા સિવાય તમે ઘર-પરિવારને પ્રાથમિકતા આપી શકશો.

સ્વાસ્થ્યઃ- ગળામાં થોડા ઇન્ફેક્શન જેવી સમસ્યા અનુભવ થઇ શકે છે.

--------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય ફળ પ્રાપ્ત થશે. તેના માટે કર્મ પ્રધાન તો થવું પડશે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. કોઇ પ્રોપર્ટીને લગતા કાર્ય પણ બનવાની શક્યતા છે.

નેગેટિવઃ- તમારી વસ્તુઓને સાચવીને રાખો. ચોરી થવાના યોગ બની રહ્યા છે. ભાવનાઓમાં આવીને કોઇપણ નિર્ણય લેશો નહીં. વર્તમાન સ્થિતિઓ ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારી હેઠળ કામ કરતા કર્મચારીઓ સાથે કોઇ વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની પોત-પોતાના કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે એકબીજા સાથે સમય પસાર કરી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે ભાવનાત્મક રૂપથી મજબૂત રહેશો. ઘર-પરિવાર અને વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો જેથી પારિવારિક સભ્ય પોતાને વધારે સુરક્ષિત અનુભવ કરી શકે.

નેગેટિવઃ- તમારી જિદ્દ અને કોઇ વાત ઉપર અડગ રહેવાનો સ્વભાવ તમારા માટે જ પરેશાનીઓ ઊભી કરી શકે છે. એટલે તમારા સ્વભાવમાં લચીલાપણુ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ- જો તમે તમારું કોઇ નવું કામ શરૂ કર્યું છે તો તેમાં થોડી મુશ્કેલીઓ આવવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્નીમાં થોડી વિવાદની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે પેટમાં બળતરા થઇ શકે છે.

--------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી યોગ્યતા અને પ્રતિભા ઉપર વિશ્વાસ, તમારા માટે લાભદાયક સ્થિતિઓ બનાવશે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા હવે ઉજાગર થશે જેનાથી ઘર અને સમાજમાં તમારું માન-સન્માન વધશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારા અહંકારના કારણે અનેક બનતા કાર્યો ખરાબ થઇ શકે છે. સાથે જ, થોડા લોકોના મનમાં તમારા પ્રત્યે ગેરસમજ પણ ઊભી થઇ શકે છે. એટલે તમારા સ્વભાવને સહજ જાળવી રાખો.

વ્યવસાયઃ- આ સપ્તાહ તમે તમારી ક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ કરશો.

લવઃ- ઘરની સુખ-સુવિધાને લગતી ખરીદદારી કરવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- ઠંડી વસ્તુઓનું સેવન ટાળો.

--------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ પરિવાર અને ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. રોજિંદા જીવનથી અલગ પોતાની ક્ષમતાઓ અંગે પણ વિચારો અને તેને જાગૃત કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી ભાવુકતા અને ઉદારતાનો કોઇ ફાયદો ઉઠાવી શકે છે. એટલે કોઇની વાત ઉપર પણ વિશ્વાસ કરતા પહેલાં તેની તપાસ કરો.

વ્યવસાયઃ- આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં રોકાણને લગતા મામલે પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ- બેકારના પ્રેમ સંબંધ અને મનોરંજન વગેરેમાં સમય ખરાબ ન કરો.

સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો અને બ્લડ પ્રેશરની તકલીફ રહેશે.

--------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓના અભ્યાસને લગતી કોઇ મુશ્કેલી દૂર થવાથી તેઓ ફરી પોતાના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. સાથે જ પ્રભાવશાળી વ્યક્તિઓનો સહયોગ તમારી ઉન્નતિમાં સહાયક સિદ્ધ થશે.

નેગેટિવઃ- મનમાં કોઇની વાતને લઇને શંકાની સ્થિતિ ઊભી થઇ શકે છે જેના કારણે માનસિક સ્થિતિ થોડી નબળી રહી શકે છે. આ એક વહેમ છે અને તેમાંથી બહાર આવવું અતિ જરૂરી છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા કાર્યોમાં કોઇ મોટી ડીલ થઇ શકે છે.

લવઃ- ઘર અને વ્યવસાયમાં તાલમેલ ખરાબ રાખવાથી બધી સ્થિતિ અનુકૂળ રહેશે.

સ્વાસ્થ્યઃ- થોડા નકારાત્મક વિચાર વધારે જ હાવી થશે જેના કારણે શારીરિક ક્ષમતામાં ઘટાડો અનુભવ થશે.

--------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે આરામ તથા પરિવાર સાથે સમય પસાર કરવાના મૂડમાં રહેશો. જો કોઇ રોકાણને લગતી યોજના બની રહી છે તો તરત તેના ઉપર કામ કરો. આર્થિક દૃષ્ટિએ પરિસ્થિતિઓ અનુકૂળ છે. ઘરના ફેરફારને લગતા કોઇ કામ પણ શક્ય હોઇ શકે છે.

નેગેટિવઃ- આલસના કારણે થોડા કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. વારસાગત સંપત્તિને લગતી કોઇ વાત ઉપર ભાઇઓ સાથે વાદ-વિવાદ થવાની શક્યતા છે. તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિઓ સાચવી લેશો.

વ્યવસાયઃ- કોઇ નવા કામને લગતું પહેલું પેમેન્ટ આવવાની શક્યતા છે.

લવઃ- પ્રેમ સંબંધ સ્થાપિત થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને બવાસીર જેવી સ્થિતિને ઇગ્નોર કરશો નહીં.

--------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ જગ્યાએથી કોઇ અટવાયેલા કે ઉધાર આપેલા રૂપિયા પાછા આવી શકે છે એટલે તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. વાતચીત કરીને તમે કોઇપણ રીતે તમારું કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ક્યારેક મનમાં નિરાશાજનક અને નકારાત્મક વિચારોની સ્થિતિ રહી શકે છે. રૂપિયા આવતા પહેલાં જવાનો રસ્તો પણ તૈયાર થઇ જશે. ધ્યાન રાખો કે કોઇ નજીકના મિત્ર સાથે પણ સંબંધ ખરાબ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આ સમયે નવા પ્રસ્તાવ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- ઘરેલૂ જીવનમાં એક પછી એક પરેશાનીઓ આવી શકે છે જેના કારણે તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે હોર્મોનને લગતા ફેરફાર અનુભવ કરી શકો છો.

--------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું. જેનાથી તમે તમારા કાર્યો પ્રત્યે યોગ્ય પ્રકારે નિર્ણય લઇ શકશો. વિદ્યાર્થીઓએ પણ પોતાના કોઇ પ્રોજેક્ટને પૂર્ણ કરવાથી કોઇ સારી તક પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- આ સપ્તાહ થોડી જૂની નકારાત્મક વાતો ફરી સામે આવવાથી વાદ-વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. બાળકો સાથે સહયોગપૂર્ણ વ્યવહાર કરો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં બધા નિર્ણય તમારે જ લેવા પડી શકે છે.

લવઃ- જીવનસાથીને તમારી દરેક વાત જણાવવાથી તમારી અનેક મુશ્કેલીઓનો ઉકેલ મળશે.

સ્વાસ્થ્યઃ- સમયે-સમયે બ્લડ પ્રેશર ચેક કરાવતાં રહો.

--------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કાર્યો વધારે રહેશે એટલે આરામ અને મોજ-મસ્તી ઉપર ધ્યાન ન આપીને કામ ઉપર જ તમારું ધ્યાન એકાગ્ર કરો. જલ્દી જ તમને તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થઇ શકે છે. કોઇ લાભદાયક નજીકની યાત્રા પણ શક્ય છે.

નેગેટિવઃ- કાર્યો ઉપર વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સમય ખરાબ ન કરો. થોડી સફળતાઓ તમારા હાથમાંથી સરકી શકે છે. બહારની વ્યક્તિઓની વાતોમાં ન આવીને પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- નોકરિયાત લોકોના પોતાના કોઇ ટાર્ગેટ પૂર્ણ થવાથી માન-સન્માન અને ઉન્નતિ મળવાની શક્યતા છે.

લવઃ- જીવનસાથી સાથે ચાલી રહેલાં કોઇ તણાવ ઉપર ચર્ચા-વિચારણાં કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઇ બેદરકારીના કરશો નહીં.