તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપ્તાહિત અંકફળ:જન્મતારીખ પ્રમાણે 30 માર્ચથી 5 એપ્રિલ સુધીનો સમય તમારા માટે કેવો રહેશે

ધર્મ દર્શનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 કે 19 તારીખે જન્મેલાં લોકોને યાત્રા કરવાથી બચવું, અંક 3ના જાતકો માટે સાવધાન રહેવાનો સમય છે

ધર્મ દર્શન ડેસ્કઃ આ સપ્તાહ એટલે 30 માર્ચથી 5 એપ્રિલ સુધી થોડાં લોકોએ આકરી મહેનત બાદ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, જ્યારે થોડાં લોકો માટે આ સાત દિવસ પોઝિટિવ રહેશે. અંક જ્યોતિષમાં જન્મ તારીખના આધારે સ્વભાવ અને ભવિષ્યની વાતો જાણી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જાણો તમારા માટે 30 માર્ચથી 5 એપ્રિલ સુધીનો સમય તમારાં માટે કેવો રહેશે?

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
અટવાયેલું ધન પાછું મળવાની સંભાવનાઓ બની રહી છે. યાત્રા કરવાથી બચશો તો સારું રહેશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. રોકાણમાં સાવધાની જરૂરી છે.

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
આ સપ્તાહ ધૈર્યથી કામ કરો. ખરાબ સંગતથી બચવું. ધન સંબંધી કાર્યોમાં બેદરકારી હાનિકારક સાબિત થઇ શકે છે. ભૂલોના કારણે અપમાનિત થવું પડી શકે છે.

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
રોજગાર સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. જોખમ લેવાથી બચવું. આ સમયે સાવધાની રાખવી જરૂરી છે. ઘર-પરિવારનો સહયોગ મળશે.

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
લાંબી દૂરની યાત્રા કરવાથી બચવું જોઇએ. વિવાદ થઇ શકે છે. લાભના યોગ બની રહ્યા છે. ઉત્સાહ જાળવી રાખશો તો સારું રહેશે. નોકરીમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
આ સપ્તાહ અટવાયેલાં કાર્યો પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. પરિવારની મદદથી મન પ્રસન્ન રહેશે. રોકાણમાં ઉતાર-ચઢાવ બની રહેશે. યાત્રા થઇ શકે છે.

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
આ સપ્તાહ તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. વાદ-વિવાદથી બચશો તો માનસિક તણાવથી બચી શકો છો. નેગેટિવિટી હાવી થવાનો પ્રયાસ કરશે. ધૈર્ય રાખો.

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
વેપારીઓ માટે સમય પક્ષનો રહેશે. યાત્રાથી બચવું. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. નોકરી કરતાં લોકોને અધિકારીઓની નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
સ્થાયી સંપત્તિના મામલે હાનિ થઇ શકે છે. નોકરીમાં આકરી મહેનત કરવી પડશે. આશા પ્રમાણે ફળ મળી શકશે નહીં. ધન સંબંધી મામલે ધૈર્ય રાખવું.

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
જૂની પરેશાનીઓ આ સપ્તાહ દૂર થઇ શકે છે. જીવનસાથીની મદદથી કોઇ મોટું કામ પૂર્ણ થઇ શકે છે. પરિવારમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...