તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સાપ્તાહિક અંકફળ:3 થી 9 ઓગસ્ટ સુધી અંક 1ના જાતકોને ભાગ્યનો સાથ મળશે અને અંક 3ના લોકોને શુભ સમાચાર મળી શકે છે

2 મહિનો પહેલા
  • અંક જ્યોતિષ પ્રમાણે આ સપ્તાહ સિઝનલ બીમારીઓની અસર વધશે, ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખવું પડશે

હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં વરસાદના કારણે સિઝનલ બીમારીઓની અસર વધે છે. આવી સ્થિતિમાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. આ દિવસોમાં કોરોનાવાઇરસ મહામારી પણ ઝડપથી ફેલાઇ રહી છે, આવી સ્થિતિમાં સ્વાસ્થ્યને લઇને બિલકુલ બેદરકારી કરશો નહીં. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું કે, અંક જ્યોતિષ પ્રમાણે આ સપ્તાહ એટલે 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીનો સમય નોકરી કરતાં લોકોએ વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે. માનસિક તણાવના કારણે ગુસ્સો વધી શકે છે. ધૈર્ય રાખવું પડશે. જન્મતારીખના આધારે અહીં જાણો તમારા માટે અને તમારા પરિવાર માટે આ સપ્તાહ કેવું રહી શકે છે.

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

આ લોકોને ભાગ્યનો સાથ મળશે. જૂની યોજનાઓ સફળ થઇ શકે છે. કોઇ મોટો લાભ આ સપ્તાહ મળી શકે છે. યાત્રા કરવી પડી શકે છે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. માન-સન્માન મળવાના યોગ છે.

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

આ સાત દિવસોમાં વધારે સાવધાની રાખવી પડશે. કોઇપણ પ્રકારનું જોખમ લેવાથી બચવું. કાર્ય વધારે રહેવાના કારણે થાક લાગશે. વેપારીઓ માટે સમય ધૈર્ય જાળવી રાખવાનો રહેશે.

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

જૂના સાથીઓ સાથે મુલાકાત થઇ શકે છે. ઉત્સાહ જળવાયેલો રહેશે. પરિવાર માટે કોઇ શુભ સૂચના મળી શકે છે. બેદરકારી કરશો નહીં. નોકરીમાં સમય તમારા પક્ષનો રહેશે. સમયે કામ પૂર્ણ થશે.

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

અન્ય શહેરની યાત્રા કરવી પડી શકે છે, જે આ ભવિષ્ય માટે લાભદાયક રહી શકે છે. મહેનતનું ફળ મળવાના યોગ છે. વાદ-વિવાદમાં વિજય પ્રાપ્ત થશે. નોકરીમાં અધિકારીઓનો સાથ મળી શકે છે.

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

બિનજરૂરી રીતે કોઇ કામ કરવું પડી શકે છે. સમય ખોટો બરબાદ થશે. ધૈર્ય જાળવી રાખવું અને સમજી-વિચારીને આગળ વધવું. ધન સંબંધિત કાર્યોમાં હાલ સાવધાન રહેવું. વેપારીઓને નુકસાન થઇ શકે છે.

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કોઇ માંગલિક કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર મળી શકે છે. શિક્ષાના ક્ષેત્રમાં કામ કરી રહેલાં લોકોને સફળતા મળી શકે છે. જૂની યોજનાઓ આ સપ્તાહ સફળ થઇ શકે છે. મન પ્રસન્ન રહેશે.

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ધન-સંપત્તિના મામલે હાલ સાવધાન રહેવું. વડીલો સાથે વાત કરીને રોકાણ કરશો તો લાભ મળી શકે છે. આ દિવસોમાં કામ વધશે, પરંતુ સફળતા ન મળવાથી મન નિરાશ રહી શકે છે. તણાવ વધશે.

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

લગ્નજીવનમાં પ્રસન્નતા જળવાયેલી રહેશે. સમજદારીથી વાદ-વિવાદ દૂર કરી શકશો. નોકરીમાં અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. કોઇ મોટી પરેશાની આ સપ્તાહ દૂર થઇ શકે છે. સમયનો સાથ મળશે.

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

વાહનનો પ્રયોગ સાવધાનીથી કરો. દુર્ઘટનાનો યોગ બની શકે છે. જોખમી કાર્ય કરવાથી બચવું. બાળકોનું મન અભ્યાસમાં લાગશે નહીં. તણાવ વધશે. ધૈર્ય રાખવું. મન શાંત રાખીને કામ કરો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો