સાપ્તાહિક અંકફળ / 29 જૂનથી 5 જુલાઈ સુધી સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે, નાની બેદરકારી પણ મોટું નુકસાન કરાવી શકે છે

X

  • 10 અને 19 તારીખે જન્મેલાં લોકોને યાત્રા ઉપર જવું પડી શકે છે, અંક 3 ધરાવતા જાતકોને લાભ મળી શકે છે

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 12:34 PM IST

આ સપ્તાહ એટલે 29 જૂનથી 5 જુલાઈ સુધી થોડાં લોકોએ આકરી મહેનત બાદ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, જ્યારે થોડાં લોકો માટે આ સાત દિવસ પોઝિટિવ રહેશે. અંક જ્યોતિષમાં જન્મ તારીખના આધારે સ્વભાવ અને ભવિષ્યની વાતો જાણી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જાણો તમારા માટે 29 જૂનથી 5 જુલાઈ સુધીનો સમય તમારાં માટે કેવો રહેશે?

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
આ સપ્તાહ નોકરી સાથે સંબંધિત યાત્રા થવાના યોગ બની રહ્યા છે. અધિકારીઓનો સહયોગ મળવાથી મોટી સફળતા મળી શકે છે. સમજી-વિચારીને આગળ વધવું જોઇએ.

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
આ સપ્તાહ ખરાબ સંગતથી બચવું પડશે, નહીંતર માન-સન્માન ઘટી શકે છે. ખર્ચમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. સાવધાન રહો.

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
વેપારીઓ માટે સમય લાભદાયક રહી શકે છે. નવા સોદા થઇ શકે છે. જૂની બાધાઓ દૂર થઇ શકે છે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. અટવાયેલું ધન પાછું મળી શકે છે.

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
આ સપ્તાહ તમારા માટે પક્ષનો રહેશે. લાંબા સમયથી અટવાયેલાં કામ પૂર્ણ થઇ શકે છે. ખરાબ સમયમાં ધૈર્ય જાળવી રાખવાથી લાભ મળી શકે છે. યાત્રાએ જવાના યોગ છે.

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
આ સપ્તાહ ગુસ્સાથી નુકસાન થઇ શકે છે, એટલે ભાવનાઓ ઉપર કાબૂ રાખવો. સમય ધૈર્ય જાળવી રાખવાનો છે. લાભના અવસર મળી શકે છે, પરંતુ બાધાઓ પણ આવશે.

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે દૂર થવા લાગેશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમને કામ આવી શકે છે. વિવાદોથી મુક્તિ મળશે. નોકરીમાં મહેનતની જરૂર પડશે.

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
તમે તમારા કામ ઉપર ફોકસ જાળવી રાખો. મહેનત કરતાં રહો, અટકશો નહીં. સમય સામાન્ય રહેવાથી મહેનત પ્રમાણે જ ફળ મળશે. રોકાણ કરતી સમયે નિષ્ણાતો પાસેથી સલાહ જરૂર લેવી.

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
આ સપ્તાહ સ્વાસ્થ્ય મામલે વિપરીત રહી શકે છે. નાની ભૂલ પણ ભારે પડી શકે છે. સાવધાન રહો. નોકરી કરતાં લોકોએ વધારે પરિશ્રમ કરવો પડશે.

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
સંબંધિઓ પાસેથી અથવા મિત્રો પાસેથી ચિંતા વધારે તેવા સમાચાર મળી શકે છે. પોઝિટિવિટી જાળવી રાખવી પડશે. સમય થોડાં દિવસ પછી પક્ષનો થઇ શકે છે. વેપારમાં જોખમ લેવાથી બચવું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી