તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપ્તાહિક અંકફળ:11 થી 17 મે વચ્ચે કોઇ મોટી સમસ્યાનો ઉકેલ મળી શકે છે, લાભ મળવાના યોગ છે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10 કે 28 તારીખે જન્મેલાં લોકોની કોઇ મોટી સમસ્યાનો આ અઠવાડિયે ઉકેલ મળી શકે છે, 2 તારીખે જન્મેલાં લોકોએ જોખમ લેવાથી બચવું

આ સપ્તાહ એટલે 11 મેથી 17 મે સુધી થોડાં લોકોએ આકરી મહેનત બાદ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, જ્યારે થોડાં લોકો માટે આ સાત દિવસ પોઝિટિવ રહેશે. અંક જ્યોતિષમાં જન્મ તારીખના આધારે સ્વભાવ અને ભવિષ્યની વાતો જાણી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જાણો તમારા માટે 11 મેથી 17 મે સુધીનો સમય તમારાં માટે કેવો રહેશે?

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
આ અઠવાડિયે લાંબા સમયથી ચાલી રહેલી કોઇ મોટી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. વેપારીઓ માટે આ સમય શુભફળ આપનાર રહેશે. રોજગાર સાથે જોડાયેલાં વિઘ્નો દૂર થઇ શકે છે.

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. મન પ્રસન્ન કરે તેવાં સમાચાર મળી શકે છે. હાલ જોખમ લેવાનો સમય નથી, ધૈર્યથી કામ કરવું જોઇએ, નહીંતર હાનિ થઇ શકે છે.

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
આ સમયે સાવધાની રાખો. વરિષ્ઠ લોકોની મદદથી કોઇ મોટું કામ આ અઠવાડિયે પૂર્ણ થઇ શકે છે. થાક વધારે રહેશે. પારિવારિક સહયોગથી સુખદ વાતાવરણ રહેશે.

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
સિઝનલ બીમારીઓના કારણે પરેશાની વધી શકે છે. સાવધાની રાખશો તો સ્વાસ્થ્ય સારું જળવાઇ રહેશે. ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. મિત્રોનો સાથ મળશે.

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
આ સમય સાવધાન રહેવાનો છે, કોઇ મોટી હાનિ થવાના યોગ બની રહ્યા છે. નાની બેદરકારી નુકસાનદાયક રહી શકે છે. ધૈર્ય જાળવી રાખશો તો સારું રહેશે. હાલ કામમાં મન લાગશે નહીં.

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
વાહન ચલાવતી સમયે સાવધાની જાળવો. વિદ્યાર્થીઓ માટે સમય આકરી મહેનતનો રહેશે. કોઇપણ કામમાં સરળતાથી સફળતા મળશે નહીં. માનસિક તણાવ રહેશે.

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
વેપારીઓ માટે સમય ચુનોતીભર્યો રહેશે. ભાગદોડ વધારે કરવી પડી શકે છે. સામાનની ખરીદારીમાં વધારે સાવધાની જાળવવી. જોખમ લેવાથી બચવું.

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
લગ્નજીવનમાં કોઇ મોટી સમસ્યા આવી શકે છે. કોઇ વરિષ્ઠ વ્યક્તિ પાસેથી માર્ગદર્શન લેશો તો લાભ મળશે. ઉતાવળ કરવાથી બચવું.

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
અન્ય લોકોના કામમાં વચ્ચે આવવું નહીં. નવું કામ કરવા માંગો છો તો હાલ થોડાં સમય માટે રોકાઇ જાવ. થોડાં દિવસ બાદ સમય પક્ષનો થઇ જશે, ત્યા સુધી ધૈર્યથી કામ લેવું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો