સાપ્તાહિક રાશિફળ:મેષ, મિથુન, કર્ક, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે રવિવારથી શનિવાર સુધીનો સમયગાળો લાભદાયી રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19 થી 25 સપ્ટેમ્બર સુધીનું રાશિફળ, કુંડળી રાશિથી જાણો આ સાત દિવસ કેવા રહેશે

નવું સપ્તાહ શરૂ થઈ ગયું છે. બુધ 21 તારીખના રોજ કન્યા રાશિથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં કુંભ રાશિમાં અને રવિવાર રાતથી મીન રાશિમાં જતો રહેશે. તે પછી ગુરુવારે મેષ રાશિમાં અને શનિવારે વૃષભ રાશિમાં આવી જશે. આ સપ્તાહ એટલે 19 થી 25 સપ્ટેમ્બર સુધી મેષ, મિથુન, કર્ક, વૃશ્ચિક અને ધન રાશિના લોકોને લાભ મળી શકે છે. અન્ય રાશિના લોકોએ સાવધાન રહીને કામ કરવાનું રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે કુંડળી રાશિ પ્રમાણે તમારા માટે રવિવારથી શનિવાર સુધીનો સમયગાળો કેવો રહેશે...

મેષઃ-

પોઝિટિવઃ- સપ્તાહની શરૂઆત ખૂબ જ પોઝિટિવ થશે. તમને કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પણ મળી શકે છે. એટલે કોઈપણ કામ પ્રત્યે બેદરકારી અને આળસ બિલકુલ ન કરો. તમે તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ પણ અનુભવ કરશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક પરિસ્થિતિના કારણે તમે કામ ટાળવાની કોશિશ કરશો જેના કારણે નુકસાન થઈ શકે છે. પાડોસીઓ તથા નજીકના સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન કરે

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે. પરંતુ તમે તમારી યોગ્યતા અને ક્ષમતા દ્વારા પરિસ્થિતિઓને અનુકૂળ બનાવી લેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલનો ભાવ વિદ્યમાન રહેશે.

સ્વાસ્થ્યઃ- તમે તમારી અંદર થોડી અજીબ નબળાઈ અને ગભરામણ અનુભવ કરી શકો છો.

------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. તમે જીવનને સારી દૃષ્ટિએ જોવાની કોશિશ કરશો. વિદ્યાર્થીઓને કોઈ ઇન્ટરવ્યૂ કે કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- મિત્રો સાથે હરવા-ફરવામાં તમારો સમય ખરાબ ન કરો. આ સમય તમારા મહત્ત્વપૂર્ણ કામને પૂર્ણ કરવાનો છે. તમારા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ સાચવીને રાખો, નહીંતર કોઈ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અન્ય લોકોની દખલથી કર્મચારીઓની વચ્ચે મતભેદ પેદા થઈ શકે છે. એટલે પોતાના નિર્ણયોને પ્રાથમિકતા આપો.

લવઃ- લગ્નજીવનમાં સુખ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- પોતાના કામના કારણે નસમાં દુખાવો થઈ શકે છે.

------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે તમારા વ્યક્તિગત તથા રસના કાર્યો ઉપર વધારે સમય પસાર કરશે. જેથી માનસિક રૂપથી ખૂબ જ સુકૂન અને રાહત મળી શકે છે. ઘરની દેખરેખ તથા દેખભાળને લગતા કાર્યોમાં પણ સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ- બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિઓમાં તેમના ઉપર ગુસ્સો કરવાની જગ્યાએ તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખીને તેમને સમજાવવાની કોસિશ કરો. વિદ્યાર્થીઓ પોતાના મિત્રો સાથે હરવા-ફરવામાં તથા આળસના કારણે અભ્યાસમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ નવા કામને શરૂ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઈ સમસ્યાને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાનની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. કોઈપણ મુશ્કેલ કાર્યોને તમારી કોશિશ દ્વારા પ્રાપ્ત કરવાની ક્ષમતા રાખશો. કોઈ ખાસ મુદ્દા ઉપર વાતચીતના માધ્યમથી ઉકેલ શોધવાની કોશિશ કરશો.

નેગેટિવઃ- તમારા નજીકના સંબંધી તથા મિત્રો ઉપર વિશ્વાસ જાળવી રાખો. ગેરસમજના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે. તમારા ગુસ્સા અને ઈગો જેવા સ્વભાવ ઉપર કાબૂ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા અનેક કાર્યોને પૂર્ણ કરવામાં મદદગાર રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં તાલમેલનો ભાવ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના પ્રભાવથી સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાંય તમે સંબંધો અને મિત્રો સાથે સંપર્ક જાળવી રાખશો. જેથી સંબંધોમા મધુરતા રહેશે. કોઈ રાજનૈતિક વ્યક્તિ સાથે પણ મુલાકાત તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ પરેશાની કે ચિંતાનું સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડને લઇને કોઈ સાથે વિવાદ કે ઝઘડો થવાની શક્યતા છે. ઘરમાં મહેમાનો આવવાથી અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં મન પ્રમાણે પરિણામ પ્રાપ્ત થવાની આશા છે. એટલે સંપૂર્ણ મહેનત સાથે કોશિશ કરતા રહો.

લવઃ- ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખવામાં તમારો સહયોગ ખાસ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી કે ઉધરસથી બચવા માટે આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરો.

------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ કુંવારા સભ્યના લગ્નને લગતો પ્રસ્તાવ આવે તેવી શક્યતા છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયી અને સન્માનજનક રહી શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે થોડી નવી સફળતાનું નિર્માણ કરી રહી છે.

નેગેટિવઃ- આ સપ્તાહ ખર્ચ વધારે રહેશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, નહીંતર તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. ક્યારેક તમારો અહંકાર અને ગુસ્સાવાળો સ્વભાવ પરિસ્થિતિને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ- તમે તમારી યોગ્યતા અને આવડત દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં થોડા ફેરફાર લાવવાની કોશિશ કરશો અને સફળ પણ થશો.

લવઃ- કામ વધારે રહેવાના કારણે જીવનસાથીનું પરિવાર પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ માંગલિક કાર્યને લગતી યોજના બનશે. કોઈ પારિવારિક મહત્ત્વપૂર્ણ વિષય અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને યોગ્ય મહત્ત્વ આપવામાં આવશે. જીવનમાં થોડા ફેરફાર આવશે જે તમારા માટે ભાગ્યોદયકારક રહેશે.

નેગેટિવઃ- બાળકોની કોઈ અજાણી નકારાત્મક ગતિવિધિ તમને પરેશાન કરી શકે છે. પરંતુ તેમના ઉપર ગુસ્સો કરવાની જગ્યાએ તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા કામને લગતી યોજનાઓને કોઈ સામે જાહેર ન કરો.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે યોગ્ય તાલમેલનો ભાવ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ખાસ વ્યક્તિઓનો સહયોગ તમારા માટે લાભદાયી પરિસ્થિતિ બનાવશે. વ્યસ્ત દિનચર્યામાંથી થોડા સમય ઘર-પરિવાર સાથે શોપિંગ અને હરવા-ફરવામાં પણ પસાર થશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે વધારે ઉતાવળ અને ભાવુકતાના કારણે દગો મળી શકે છે. કોઈ સાથે પણ મેલજોલ કે મીટિંગને લગતા કાર્યોમાં વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાયમાં તમે તમારી જવાબદારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો.

લવઃ- પરિવાર સાથે મનોરંજનમાં સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સુખમય રહી શકે છે.

------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સપ્તાહની શરૂઆતમાં તમે સમજી શકશો નહીં કે બધી વસ્તુઓ વ્યવસ્થિત કેવી રીતે કરવી. પરંતુ પછી પરિસ્થિતિઓ અનુકૂળ થશે તથા તમારા કામ જાતે જ બનવાના શરૂ થઈ જશે. જો કોઈને રૂપિયા ઉધાર આપી રહ્યા છો તો તે ક્યારે પાછા આવશે તે પણ નક્કી કરી લો.

નેગેટિવઃ- લોકો સાથે મેલજોલ કરતી સમયે ધ્યાન રાખો કે તમારી કોઈ ગુપ્ત વાત ઉજાગર થઈ શકે છે. આ સમયે કોઈપણ જોખમી નિર્ણય લેવાથી બચવું. તેમાં ધન અને સમય બંને જ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પબ્લિક રિલેશનને લગતા કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળશે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં પરિવારનો પૂર્ણ સહયોગ તમને આગળ વધવાની પ્રેરણા આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને વાતાવરણને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. ઘરના વડીલોની સલાહ અને અનુભવોનું પાલન કરવું તમારા માટે લાભદાયી રહી શકે છે. તમને જીવનના પોઝિટિવ સ્તર સાથે રૂબરૂ થવાનો પણ અવસર પ્રાપ્ત થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં પણ રસ વધી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પ્રત્યે બિલકુલ પણ બેદરકારી કરવી યોગ્ય નથી. નહીંતર તેની નકારાત્મક અસર તમારા પરિણામ ઉપર પડી શકે છે. જમીનને લગતા કોઈપણ મામલે રૂપિયાની લેવડદેવડ પ્રત્યે સાવધાની જાળવો.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે કોઈપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઈ પારિવારિક સભ્યની સારી સફળતા ઉપર ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાતથી તમારી લોકપ્રિયતા વધશે તથા જનસંપર્કની સીમા પણ વધશે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાની લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની જાળવી રાખવી. તમારી સાથે દગો પણ થઈ શકે છે. ઘરની કોઈ સમસ્યાનો ઉકેલ લાવવામાં વિવેક અને સમજદારીથી કામ લેવું.

વ્યવસાયઃ- કાર્યસ્થળે લેવામાં આવેલ ઠોસ નિર્ણય શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે અને સફળતા પણ મળશે.

લવઃ- ઘરના મામલે દખલ ન કરો તથા નાની-નાની વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ મન પ્રમાણે રસના કાર્યોમાં સમય પસાર થશે. જેથી તમે તમારી અંદર ફરી ઊર્જાનો અનુભવ કરી શકશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ છૂટી પણ શકે છે. એટલે બેદરકારી ન કરો તથા તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે. કોઈ મોટું રોકાણ કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં દરેક કાર્યમાં તમારી નજર રાખવી જરૂરી છે. મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકશે નહીં, પરંતુ તમે વધારે વ્યસ્ત રહી શકો છો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક થાક રહી શકે છે.