સાપ્તાહિક રાશિફળ:કુંભ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને મીન રાશિના જાતકોને સફળતા મળવાના યોગ છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

6 થી 12 માર્ચ સુધી ચંદ્ર મેષ રાશિથી મિથુન રાશિ સુધી જશે. આ દિવસોમાં ચંદ્ર ઉપર મંગળ અને ગુરુની દૃષ્ટિ રહેશે. જેથી વૃષભ રાશિના લોકો માટે આ સપ્તાહ સારું રહેશે. નોકરી અને બિઝનેસ માટે વૃશ્ચિક રાશિના લોકો માટે આવનાર સાત દિવસ સારા રહેશે. ધન રાશિના લોકોને પણ આ દિવસોમાં નક્ષત્રોનો સાથ મળશે. કુંભ રાશિના જાતકોનું કોઈ અશક્ય કામ પૂર્ણ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવશે. મીન રાશિના લોકોને સફળતા મળી શકે છે. આ સિવાય કન્યા રાશિના લોકોએ રોકાણ કરવામાં સાવધાન રહેવું. નવું કામ શરૂ કરવા માટે તુલા રાશિના લોકો માટે આ સાત દિવસ શુભ રહેશે નહીં.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઈને ખૂબ જ વધારે મહેનત કરી રહ્યા હતા, હવે તેનું સારું પરિણામ મળવાનું છે. બાળકોને લગતી સમસ્યાનું પણ સમાધાન મળશે. કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં વડીલોની સલાહ તમારા માટે મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ- આ સપ્તાહ ગેરકાયદેસર કામમાં ગુંચવાયેલાં રહેશો નહીં તો સારું રહેશે. ઘરમાં કોઈ સભ્યના લગ્નજીવનમાં સમસ્યા આવી શકે છે. વિવેક અને સમજદારીથી નિર્ણય લેવા જરૂરી છે. યુવાઓએ પોતાના કરિયર ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- આ સમય ખૂબ જ મહેનતથી કામ કરવાનો છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઠંડી અને ગરમીના કારણે શરદી, તાવ જેવી પરેશાની રહેશે,

--------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સપ્તાહ અનુકૂળ છે. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં હશે. તમારા કામ યોગ્ય રીતે બનતા જશે. મૂડી રોકાણ કરવાને લગતી યોજના પણ સાર્થક રહેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક અન્ય લોકોની વાતોમાં આવીને તમે તમારું નુકસાન કરી શકો છો, એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખો. કોઈપણ પ્રકારની દુવિધાની સ્થિતિમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. યુવાઓએ પોતાના લક્ષ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી.

વ્યવસાયઃ- વ્યવસાયમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં ઉતાર-ચઢાવનો અંત આવશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહી શકે છે.

--------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇપણ સફળતા પ્રાપ્ત કરવામાં વધારે ચર્ચા-વિચારણાં ન કરો, કેમ કે સમય પ્રમાણે કરવામાં આવતા કાર્યોના પરિણામ પણ યોગ્ય રહે છે. કોઇ અનુભવી સભ્યની સલાહ અને માર્ગદર્શન પણ તમારા માટે ખૂબ જ વધારે મદદગાર સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- વધારે વ્યસ્તતાની વચ્ચે તમારા પરિવાર તથા સંબંધીઓ માટે પણ સમય કાઢવો. ભાવના પ્રધાન થવાના કારણે નાની નકારાત્મક વાત પણ તમને ચિંતિત કરી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં પરિજનો સાથે સમય પસાર કરીને તમે પોતાને ફ્રેશ અનુભવ કરશો. આ સમયે પ્રોપર્ટીને લગતું કોઇ અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. દરેક પરિસ્થિતિમાં તમે તાલમેલ જાળવી રાખશો.

નેગેટિવઃ- ઉધારને લગતું કોઇપણ પ્રકારનું લેવડ-દેવડ કરવું નહીં. કેમ કે દગાબાજી થવાની શક્યતા છે. બાળકોની ગતિવિધિઓ અને સંગતિ ઉપર પણ નજર રાખો. તેમને પોઝિટિવ કાર્યોમાં વ્યસ્ત રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં રોકાણને લગતી જટિલતાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- ઘરની નાની-મોટી વાતોને ઇગ્નોર કરો તો સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને શરદી જેવી મુશ્કેલી આવી શકે છે.

--------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ સામાજિક કાર્યોમાં તમારા યોગદાનના કારણે તમારી એક નવી ઓળખ બનશે. કોઈ પારિવારિક મામલાઓ પણ ઉકેલાઈ શકે છે. કોઈ પ્રિય વ્યક્તિને તેમની જરૂરિયાત મયે સહયોગ કરવો તમને હાર્દિક સુખ આપશે અને સંબંધ પણ મજબૂત થશે.

નેગેટિવઃ- આ સમયે કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો. તમારી વસ્તુઓની દેખરેખ જાતે જ કરો, કેમ કે કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુના ચોરી થવાની કે રાખીને ભુલી જવાની સ્થિતિ બની શકે છે. સંપંત્તિને લગતા કાર્યોમાં થોડું મોડું થઈ શકે છે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં સારો નફો થવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- બધા કામ યોજનાબદ્ધ રીતે કરવાથી તમને સફળતા મળશે. કોઈ સારા કામના કારણે તમને સમાનમાં માન-સન્માન પણ મળી શકે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે પરિવારના લોકોની સલાહ પણ ચોક્કસ લેવી જોઈએ.

નેગેટિવઃ- ક્યારેક વધારે વિચાર કરીને તથા નિર્ણય લેવામાં સમય પસાર કરવો તમારી કાર્યક્ષમતાને પણ પ્રભાવિત કરી શકે છે. કાકાના ભાઈ-બહેનો સાથે કોઈ પ્રકારનો વિવાદ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ તમારી બધી વ્યવસ્થા અને કાર્ય યોગ્ય રીતે ચાલતા રહેશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને શરદીની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે મોજ-મસ્તીની ક્રિયાઓમાં સારો સમય પસાર થશે. ભવિષ્યને લગતી યોજનાઓમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ રહેશે. ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરવામાં એન્જોય કરશો.

નેગેટિવઃ- બાળકોની ગતિવિધિઓ તથા સંગતિ ઉપર આકરી નજર રાખો. આળસના કારણે થોડા અધૂરા કામ છૂટી શકે છે. આ સમયે તમારી ઊર્જા અને કાર્યક્ષમતામાં ઘટાડો આવવા દેશો નહીં. સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે.

વ્યવસાયઃ- કોઈપણ નવા કામને શરૂ કરવા માટે આ સપ્તાહ અનુકૂળ નથી.

લવઃ- પ્રેમ પ્રસંગોમાં ભાવનાત્મકતા વધશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યપ્રણાલીના વખાણ થશે. કોઇ વિશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ રહેશે. પારિવારિક જવાબદારીઓને પણ તમે યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારના ધનની લેવડ-દેવડ કરશો નહીં. નહીંતર કોઇ કારણોસર થોડા સંબંધોમાં ખટાસ આવી શકે છે. કોઇપણ વિષમ પરિસ્થિતિમાં તમારી મનઃસ્થિતિને સંયમિત રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ રહેશે.

લવઃ- પરિવારમાં સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇ વસ્તુના કારણે ઈજા પહોંચી શકે છે.

--------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. વાતચીતના માધ્યમથી તમે તમારા કામ કઢાવવામાં સક્ષમ રહેશો. તમારી કોઈ નબળાઈ ઉપર પણ તમે તેને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને નિર્ણયને વધારશે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચ વધારે રહેશે. એટલે અત્યારથી જ તમારું બજેટ જાળવી રાખશો તો યોગ્ય રહેશે. આળસ અને મોજમસ્તીમાં વધારે સમય પસાર ન કરો. વિરોધી પક્ષ તમારા માટે કોઈ પરેશાની ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- કારોબારમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હાલ વધારે મહેનતની જરૂરિયાત રહેશે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં તાલમેલ ન જાળવી રાખવાના કારણે પરિવારમાં હળવો મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદતો તથા નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

--------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારું કોઈ સપનું સાકાર થવાનું છે. સંપૂર્ણ મન સાથે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. તમારી યોગ્યતા અને કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો, કેમ કે અન્ય લોકોની સલાહ તમને ભ્રમિત કરી શકે છે.

નેગેટિવઃ- વાતચીત તથા વ્યવહાર કરતી સમયે તમારી વાણી તથા શબ્દોના ઉપયોગ અંગે ખાસ ધ્યાન આપો. ખરાબ ભાષાના કારણે માનહાનિ પણ થઈ શકે છે. જો કોર્ટ-કચેરીને લગતો મામલો ચાલી રહ્યો હોય તો તેને લગતી કોઈપણ કાર્યવાહી ન કરો.

વ્યવસાયઃ- શેરબજારને લગતી કોઈપણ ગતિવિધિમાં રસ લેશો નહીં.

લવઃ- કોઈ નજીકના સંબંધી દ્વારા કોઈ સારા સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ સામે તમારું રક્ષણ કરવું જરૂરી છે.

--------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ અશક્ય કાર્યના અચાનક બની જવાથી મન વધારે પ્રસન્ન રહી શકે છે. કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું અને પોઝિટિવ વિચાર રાખવા તમને નવી દિશા પ્રદાન કરશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને કોઇ ઇન્ટરવ્યૂ કે પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- કોઇપણ મનોરંજનને લગતા પ્રોગ્રામ બનાવતા પહેલાં પોતાના બજેટનું પણ ધ્યાન રાખો. આ સમયે કોઇપણ યાત્રાને ટાળવી યોગ્ય રહેશે. કોઇ સાથે વાદ-વિવાદની સ્થિતિમાં પડશો નહીં.

વ્યવસાયઃ- અન્ય વેપારીઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં તમને વિજય પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓનો દુખાવો થઇ શકે છે.

--------------------------

મીનઃ-

પોઝિટિવઃ- જીવનને પોઝિટિવ દૃષ્ટિએ સમજવાની કોશિશ કરો. તમને કોઇ સારી સફળતા મળવાની છે. આત્મ મનન તથા ચિંતન કરવાથી તમને ખૂબ જ વધારે માનસિક શાંતિ અનુભવ થશે. કોઇ મુશ્કેલ કાર્યોને પણ તમે દૃઢ સંકલ્પ દ્વારા પૂર્ણ કરવાની કોશિશ કરશો.

નેગેટિવઃ- ઘરમાં કોઇપણ પ્રકારનું પરિવર્તન કરતી સમયે વાસ્તુ નિયમોનું પાલન કરો. કોઇ સાથે ખરાબ ભાષામાં વાત કરશો નહીં. અન્યની સલાહએ તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- નવા કરાર મળશે જે આર્થિક દૃષ્ટિએ ફાયદાકારક રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રી વર્ગ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે.