તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપ્તાહિક રાશિફળ:7 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી કુલ 6 રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે અને 6 રાશિના જાતકોએ સાવચેતી રાખવી પડશે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવા સપ્તાહ અર્થાત 7 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધીનો સમય તમારા માટે કેવો રહશે તે તમે ચંદ્ર રાશિ અનુસાર જાણી શકો છો. આ સપ્તાહ ચંદ્ર સિવાય શુક્ર રાશિ બદલશે. શુક્ર 11 તારીખની સવારે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્ર સિંહ રાશિથી વૃશ્ચિક રાશિ સુધી સફર કરશે. આ સપ્તાહમાં 9 ડિસેમ્બરને સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે. શુક્રવારે કૃષ્ણ પક્ષની એકાદશી છે. તેને ઉત્પન્ના એકાદશી પણ કહેવાય છે.

એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે 12 રાશિઓ માટે 7 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધીનો સમય કેવો રહેશે....

મેષઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ રહેશે. કોઇ જરૂરિયાતમંદની મદદ કરવાથી આત્મિક સુખ પ્રાપ્ત થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ અને શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે.

નેગેટિવઃ- આર્થિક મામલે સમજી-વિચારીને નિર્ણય લેવો. કોઇ પ્રકારનો વિશ્વાસઘાત કે દગાબાજી થઇ શકે છે. પોતાનો કોઇપણ પ્લાન કોઇની સામે જાહેર ન કરો. તથા તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને ખૂબ જ સાચવીને રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સમારકામ અને કલરકામને લગતી યોજના બની શકે છે. યુવા વર્ગને કરિયરને લગતી કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે.

લવઃ- લગ્ન સંબંધોની અસર તમારા પારિવારિક જીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ તાવ રહેશે.

------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહનું ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં સંપૂર્ણ રીતે કામ કરી રહ્યું છે. તમારી કોઇ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધવા માટે સમય ઉત્તમ છે. આ કોશિશ કરતાં રહો. યુવા વર્ગ કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થવાથી રાહત અનુભવ કરશે.

નેગેટિવઃ- તમારી ભાવનાઓ અને ઉદારતાનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકાય છે. એટલે કોઇ સાથે પણ સંપર્ક સ્થાપિત કરતી સમયે સાવધાન રહો. કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ ન મળવાથી ચિંતા પણ રહેશે.

વ્યવસાયઃ- જમીન કે વાહનને લગતાં વ્યવસાયમાં સુધાર આવશે. નોકરી તથા કાર્યક્ષેત્રમાં લક્ષ્ય અને ટાર્ગેટને પૂર્ણ કરવાનો ભાર રહેશે.

લવઃ- જીવનસાથી સાથે હરવા-ફરવા તથા રોમેન્ટિક ગતિવિધિઓમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે પાચન શક્તિ ખરાબ થવાની સ્થિતિ રહેશે.

------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જો કોઇ સરકારી કામ અટકી ગયું હોય તો આ સપ્તાહ તેને પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે. બધા પ્રકારના સંબંધોમાં સુધાર આવશે અને ચારેય બાજુથી સુખ અનુભવ થશે. ઘરની સજાવટને લગતાં કાર્યોમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારી શંકા કરવાની રીત તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. એટલે તમારા વિચાર પોઝિટિવ જાળવી રાખો. જૂની સંપત્તિને લગતી સમસ્યાઓ ફરીથી ઊભી થશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ધનલાભ પ્રાપ્તિ માટે કરેલાં કરારનો વિકાસ થશે તથા નવી યોજનાઓ પણ બનશે. અટવાયેલાં કામ પણ પૂર્ણ થશે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે થાક અને નબળાઇ અનુભવ થશે.

------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અનુભવ થશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહી શકે છે. ખોટા ખર્ચથી બચવું તથા ઘરેલુ ખર્ચને સંતુલિત બજેટ બનાવવું પણ જરૂરી છે. કોર્ટ કેસને લગતાં મામલાઓમાં મુશ્કેલીઓ આવશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્પર્ધા તમારી સામે મોટો પડકાર ઊભો કરી શકે છે. તમારા પ્રોડક્ટની ગુણવત્તાથી કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો.

લવઃ- પારિવારિક વાતાવરણમાં તાલમેલ અને સામંજસ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.

------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમય માન અને પ્રતિષ્ઠા વર્ધક છે. ધર્મ-કર્મ અને અધ્યાત્મિક કાર્યો પ્રત્યે રસ રહેશે. વેપાર, ઘર અને દુનિયાદારી વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખો. ઉધાર આપેલાં કોઇ રૂપિયાનો થોડો ભાગ પાછો આવી શકે છે.

નેગેટિવઃ- કોઇ નજીકના મિત્રની નકારાત્મક ગતિવિધિથી તમને આઘાત લાગી શકે છે. ગાડી કે મકાનને લગતા કાગળિયા સંભાળીને રાખો. ક્યારેક કોઇ વિશેષ વિષયને ઊંડાણપૂર્વક જાણવાની ઇચ્છા તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ- કોઇ પ્રકારની વ્યવસાયિક પ્રતિસ્પર્ધામાં પરાજય થઇ શકે છે. આ તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતું ઇન્ફેક્શન જેવી સમસ્યા ઊભી થઇ શકે છે.

------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ગ્રહ ગોચર તથા ભાગ્ય બંને તમારા પક્ષમાં છે. થોડી મહત્ત્વપૂર્ણ લાભદાયક યાત્રા પૂર્ણ થઇ શકે છે. ઘર, દુકાન, ઓફિસ વગેરેના રિનોવેશનની યોજના બનશે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, ભાઇઓ સાથે કોઇપણ પ્રકારના સંબંધ ખરાબ થાય નહીં. આર્થિક મામલે સમજી-વિચારીને નિર્ણય લેવો. ખોટી ગતિવિધિઓમાં વધારે ધન ખર્ચ થવાની આશંકા છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કોઇપણ પ્રકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો. વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ રાશિના વ્યક્તિઓમાં આત્મબળ અને આત્મવિશ્વાસની પ્રબળ ભાવનાઓ રહે છે. આ સપ્તાહ ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમારા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત બનાવો. કેમ કે, તે તમારા માટે ખૂબ જ લાભદાયક સિદ્ધ થવાના છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક અતિ આત્મવિશ્વાસના કારણે તમારે નુકસાન પણ સહન કરવું પડી શકે છે. તમારી આ ખામી ઉપર ધ્યાન આપો. આળસ તમારા ઉપર હાવી થવા દેશો નહીં. કેમ કે તેના કારણે થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતાં કાર્યોમાં વધારે સમય પસાર થશે. વર્કર્સની ગતિવિધિઓને પણ નજરઅંદાજ ન કરો.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થવાથી વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમી અને પરસેવાના કારણે એલર્જી થઇ શકે છે.

------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારી કામ કરવાનો જોશ અને ઉત્સાહ તમને સફળતા અપાવશે. એટલે મહેનતમાં કોઇ ખામી ન કરો. રોચક તથા જ્ઞાનવર્ધક સાહિત્યને વાંચવામાં પણ થોડો સમય પસાર થશે. પ્રોપર્ટીને લગતાં કામ બનવાની પણ સંભાવના છે.

નેગેટિવઃ- કોઇ સાથે વધારે વાદ-વિવાદમાં પડશો નહીં. આર્થિક મામલે પણ સંપૂર્ણ સાવધાની રાખવાની જરૂરિયાત છે. વાહનનો પ્રયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં બધા કામ યોગ્ય રીતે ચાલતાં રહેશે. તમારી યોજનાઓ અને કાર્યપ્રણાલીને કોઇ સામે જાહેર ન કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજૂબત થશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન તથા તાવની સ્થિતિ રહેશે.

------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે સમય પસાર થશે. તમે તમારી કાર્ય કુશળતા તથા આવડતથી કોઇ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લેશો. ક્યાંકથી કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- કોઇના દ્વારા કરેલી કોઇ નકારાત્મક વાત તમને નિરાશ કરી શકે છે. તેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડશે. બધું જ ઠીક હોવા છતાં ક્યાંક મનમાં બેચેની જેવી સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ કામ કરતી સમયે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો.

લવઃ- પારિવારિક જીવન સુખયમ પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર આવશે.

------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. થોડા વિવિધ લોકો સાથે સંપર્ક સ્થાપિત થવાના કારણે તમારી વિચાર શૈલીમાં પણ આશ્ચર્યજનક પરિવર્તન આવશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી છુટકારો પણ મળી શકે છે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિ નબળી પડવાથી થોડો તણાવ રહી શકે છે. કોઇ નજીકના વ્યક્તિ દ્વારા તમારી ખોટી આલોચના થવાના કારણે મન નિરાશ થઇ શકે છે. એટલે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- વેપારમાં કોઇ ખાસ સફળતા પ્રાપ્ત થશે નહીં. પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં સફળતા મળવાના યોગ છે.

લવઃ- ઘરની ગતિવિધિઓમાં જીવનસાથીનો સહયોગ કરવો તમારા સંબંધોને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં વિઘ્નોને દૂર કરવામાં સફળ રહેશો. જેનાથી તમારામાં આત્મ સંતુષ્ટિનો ભાવ પણ રહેશે. રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓમાં વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ પોતાના જ નજીકના મિત્ર દગો આપી શકે છે. યુવા વર્ગની તેમના કરિયર પ્રત્યે બેદરકારી ભવિષ્ય માટે નુકસાનદાયક રહેશે. એટલે સાવધાની રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત ઉન્નતિ અને જીત માટે મદદગાર રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન કે મશીનને લગતાં ઉપકરણોનો સાવધાની પૂર્વક ઉપયોગ કરો.

------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના કે સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. ધનને લગતાં થોડાં કાર્ય સંપન્ન થશે. માનસિક રૂપથી તમે સુકૂન અનુભવ કરશો. કોઇ સમારોહ કે પાર્ટમાં પણ વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ- બાળકોને લઇને કોઇ પ્રકારની ચિંતા રહેશે. બિનજરૂરી ભય અને બેચેની રહેશે. જેના કારણે તમે તમારી ક્ષમતા અને યોગ્યતાઓનો ભરપૂર ઉપયોગ કરવામાં અસમર્થ રહી શકો છો.

વ્યવસાયઃ- કામકાજમાં વધારે ગંભીરતા અને એકાગ્રતા રાખવી જરૂરી છે. બેદરકારીથી કોઇ મોટો ઓર્ડર હાથમાંથી સરકી શકે છે.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સંતુલિત આહાર સાથે શારીરિક પરિશ્રમ અને કસરત ઉપર પણ ધ્યાન આપો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો