સાપ્તાહિક રાશિફળ:5 રાશિઓ માટે નવેમ્બરનું પહેલું સપ્તાહ શુભ રહેશે, મેષ અને વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે શુભ અને બે અશુભ યોગ બનવાથી નવેમ્બરના પહેલાં સપ્તાહમાં 5 રાશિઓ ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે

2 થી 8 નવેમ્બરની વચ્ચે ચંદ્ર મેષથી કર્ક રાશિ સુધી જશે. સપ્તાહની શરૂઆતમાં રાહુ-કેતુની છાયાથી ચંદ્ર પીડિત રહેશે. જેનાથી જોબ અને બિઝનેસમાં થોડાં લોકો માટે લેવામાં આવેલાં નિર્ણયો ખોટા સાબિત થઇ શકે છે. અજાણ્યો ભય અને ચિંતા રહેશે. ત્યાં જ, સપ્તાહની વચ્ચે સમય સામાન્ય રહેશે અને છેલ્લાં દિવસોમાં મહાલક્ષ્મી યોગ સાથે જ ગજકેસરી નામનો રાજયોગ પણ રહેશે. આ શુભ યોગનો ફાયદો અનેક લોકોને થઇ શકે છે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે નવેમ્બરના પહેલાં સપ્તાહમાં બુધ, સિંહ, કન્યા, તુલા અને મીન રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળશે. સાથે જ, ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે. આ સિવાય મિથુન, કર્ક, ધન, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. ત્યાં જ, મેષ અને વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે 12 રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- તમારો મોટાભાગનો સમય તમારા વ્યક્તિત્વને વધારે સારો કરવામાં પસાર થશે. વિદ્યાર્થીઓને શિક્ષણને પ્રમાણેજ કોઇ નોકરી મળવાથી પ્રસન્નતા રહેશે. ધર્મ-કર્મ અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો રસ વધશે.

નેગેટિવઃ- આ સપ્તાહ ધનને લગતું કોઇ નુકસાન થવાના કારણે તણાવ રહેશે જેના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. તમારી અધિકારપૂર્ણ વાણી અન્યને નિરાશ કરી શકે છે. કોઇપણ પ્રકારની યાત્રાને ટાળો તો સારું

વ્યવસાયઃ- આ સપ્તાહ કોઇપણ નવું કામ શરૂ કરશો નહીં. નુકસાન થવાની સંભાવના છે.

લવઃ- આર્થિક સમસ્યાને લઇને પતિ-પત્ની વચ્ચે તણાવ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની સમસ્યા થઇ શકે છે.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું તમારા માટે સારું સાબિત થઇ શકે છે. કેમ કે, તમારી ભાવુકતાનો કોઇ ફાયદો ઉઠાવી શકે છે. થોડો સમય મનોરંજનને લગતાં કાર્યોમાં પસાર થશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં એકાગ્રતા જાળવી રાખવી.

નેગેટિવઃ- સરકારી કાર્યોને બેદરકારીના કારણે અધૂરા છોડવા નહીં. કેમ કે કોઇ પ્રકારની પેનલ્ટી લાગી શકે છે. વારસાગત સંપત્તિ મામલે ગુંચવણ વધારે વધી શકે તેવી સંભાવના છે.

વ્યવસાયઃ- આજકાલ તમે વ્યવસાયમાં નવા-નવા પ્રયોગ કરી રહ્યા છો, જે તમારા માટે સારા સાબિત થશે.

લવઃ- ઘરની દેખરેખમાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે તથા એકબીજા સાથે પણ સારા સંબંધ જળાવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ સમજી-વિચારીને નિર્ણય લેવો વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે. આ સમયે આર્થિક સ્થિતિ ખૂબ જ સારી જળવાયેલી રહેશે. એટલે સમયનો સદુપયોગ કરો. બજેટ પ્રમાણે કામ કરવું પણ તમારા કાર્યોને વધારે સુગમ બનાવશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક કામ વધારે રહેવાના કારણે ચીડિયાપણું આવી શકે છે. તમારા કોઇ નજીકના વ્યક્તિના લીધે ધનહાનિ થઇ શકે છે. એટલે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો.

વ્યવસાયઃ- આ સપ્તાહ વ્યવસાય પ્રત્યે તમારી એકાગ્રતા વાતાવરણને અનુશાસિત જાળવી રાખશે.

લવઃ- ઘરના વાતાવરણને અનુશાસિત જાળવી રાખવામાં પતિ-પત્ની બંનેનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક તણાવના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યા રહેશે.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારી અંદર ખૂબ જ વધારે ઊર્જાનો સમાવેશ છે. જેના કારણે તમે કોઇપણ પરિસ્થિતિમા તમારી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ રહેશો. યુવા વર્ગને પોતાની પહેલી આવક મળવાથી વધારે આનંદનો અનુભવ થશે.

નેગેટિવઃ- અન્યના મામલે વધારે દખલ કરશો નહીં. તેનો નકારાત્મક પ્રભાવ તમારા ઘર ઉપર પણ પડી શકે છે. થોડી વારસાગત સંપત્તિના મામલાઓ હાલ અટકી રહ્યા છે. જૂની વર્તમાન વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા ઉતાર-ચઢાવની સંભાવના છે.

લવઃ- જીવનસાથીની સલાહ તમારા માટે ભાગ્યોદય આપનારી રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટના દુખાવાની સમસ્યા રહેશે.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ સમાન વિચારધારાના લોકો સાથે મળવું તમારી અંદર એક નવી ઊર્જા પ્રવાહિત કરશે. ખેલકૂદ સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ માટે લાભદાયક સુઅવસર પ્રાપ્ત થશે. ઘરના વડીલોના આશીર્વાદ ઘરનું વાતાવરણ સારું જાળવી રાખશે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિમાં થોડી ભાગદોડ રહેવાથી પરેશાન રહેશો. ઘરના વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો અનુભવ થશે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં વધારે રસ પડવાથી વ્યક્તિગત કાર્ય સમયે પૂર્ણ થઇ શકશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ભાગ્ય તથા આ સપ્તાહના ગ્રહ ગોચર તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે.

લવઃ- પારિવારિક જીવનમાં કોઇ પ્રકારની ગેરસમજના કારણે વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી રાહત મળશે.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે થોડી રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ લેશો. તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવા માટે કોશિશ કરતાં રહો. આ સમય આર્થિક સ્થિતિ પણ સારી જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- પરણિત લોકોનો સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારે મતભેદ થવાની સ્થિતિ ઊભી થઇ શકે છે. ધૈર્ય અને સંયમ જાળવી રાખવા જરૂરી છે. ઘરના વડીલોનું સ્વાસ્થ્ય પરેશાનીનું કારણ બનશે.

વ્યવસાયઃ- થોડી વ્યક્તિગત સમસ્યાઓના કારણે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- આ સપ્તાહ સમયના અભાવના કારણે પતિ-પત્ની એકબીજા સાથે વધારે સમય પસાર કરી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે મસાલેદાર ભોજન કરવાથી બચવું.

----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં તમારો સમય પસાર થશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક પણ મજબૂત થશે. વિદ્યાર્થીઓ પોતાની કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખશે.

નેગેટિવઃ- આ સપ્તાહ તમારું ધ્યાન થોડી નકારાત્મક ગતિવિધિઓ તરફ આકર્ષિત થશે. તેનાથી થોડું અંતર જાળવી રાખો. કોઇને રૂપિયા ઉધાર આપશો નહીં. કેમ કે પાછા મળવાની કોઇ આશા નથી.

વ્યવસાયઃ- વ્યવસાય ક્ષેત્રમાં તમારી યોજનાઓ સફળ રહેશે.

લવઃ- તમારી કોઇપણ યોજનાને ગતિ આપવા માટે જીવનસાથી તમારો સહયોગ કરશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ તથા પગમાં દુખાવો વધી શકે છે.

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પસાર થશે. સંબંધોને વધારે મજબૂત કરવા અને તેમને ખાસ મહત્ત્વ આપવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણ એકાગ્ર રહેશે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે, તમે કોઇ ષડયંત્ર કે કોઇ પ્રકારની ગુપ્ત યોજનાઓના શિકાર થઇ શકો છો. તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ રહેશે. નકારાત્મક વિચારોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાય ક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવવાથી તણાવ રહેશે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી આદતો અને દિનચર્યામાં આશ્ચર્યજનક સુધાર આવી શકે છે. સમાજમાં તમારી યોગ્યતા અને આવડતના વખાણ થશે. વીમા, રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે.

નેગેટિવઃ- અન્યના ઝઘડાઓમાં દખલ કરશો નહીં. થોડા બિનજરૂરી ખર્ચ પણ સામે આવી શકે છે. જેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ સાબિત થઇ શકે છે. પ્રોપર્ટીને લગતા કોઇ મુદ્દાને લઇને પણ વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ કારોબારમાં થોડી મુશ્કેલીઓ અને પરેશાનીઓ આવશે પરંતુ દરેક મુશ્કેલી અને પરેશાનીનો ઉકેલ તમે વિવેક દ્વારા લાવશો.

લવઃ- પતિ-પત્નીમાં ચાલી રહેલી ગેરસમજનું નિવારણ થઇ જશે.

સ્વાસ્થ્યઃ- સંયમિત દિનચર્યા અને આદતોમાં ફેરફાર તમારા સ્વાસ્થ્યને નિરોગી રાખશે.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારું ધ્યાન ખોટી ગતિવિધિઓથી અલગ તમારા પોતાના વ્યક્તિગત કાર્યો ઉપર કેન્દ્રિત રહેશે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો તમારા પોતાના માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. એટલે તમારા વ્યવહારને સંયમિત જાળવી રાખવો અતિ જરૂરી છે. તણાવના કારણે ભરપૂર ઊંઘ પણ લઇ શકશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાય તથા નોકરી, બંને કાર્યક્ષેત્રોમં કોઇ પ્રકારની રાજનીતિ થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી શારીરિક અને માનસિક ઊર્જાને પોઝિટિવ રાખવા માટે યોગ અને મેડિટેશન કરો.

----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરમાં સુધાર કે રિનોવેશનને લગતી થોડી યોજનાઓ બનશે. સાથે જ, જો વાસ્તુના નિયમોનું પાલન કરશો તો સારું પરિણામ પ્રાપ્ત થશે. દરેક કાર્યને યોજનાબદ્ધ રીતે કરવું તમારા કાર્યોને વધારે સુગમ બનાવશે.

નેગેટિવઃ- ક્યારેક ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવા માટે તમે કઠોર નિર્ણય પણ લઇ શકો છો જેના કારણે ઘરમાં તણાવ ઊભો થઇ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસથી ધ્યાન હટાવીને મોજ-મસ્તીમાં વધારે ધ્યાન આપશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણયને આ સપ્તાહ ટાળો તો સારું.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- કફ અને ઉધરસ જેવી સમસ્યાઓ થઇ શકે છે.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સપ્તાહની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. કઇંક નવું કરવાની તમારી ઇચ્છા પૂર્ણ થશે. ભાગ્ય પ્રબળ છે. તમારા કાર્યો પ્રત્યે તમારો ઉત્સાહ તમને સફળ બનાવશે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઇ ખોટો નિર્ણય લેવામાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. વધારે રોક-ટોકના કારણે બાળકો સાથે વિવાદ થઇ શકે છે. એટલે તમારી વાત શાંતિપૂર્ણ રીતે સમજાવવું જરૂરી છે.

વ્યવસાયઃ- યુવાઓને રોજગારના નવા અવસર મળશે. જેના કારણે તેમની અંદર આત્મવિશ્વાસ ઉત્પન્ન થશે. આ સમયે પાર્ટનરશિપને લગતાં નિર્ણય લેવા પણ લાભદાયક રહેશે.

લવઃ- ક્યારેક તમારો ઈગો, જીવનસાથી સાથે સંબંધોમાં તણાવ ઊભો કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇ-કોઇ સમયે અકારણ જ માનસિક તણાવ રહી શકે છે.

આ પણ વાંચોઃ-

આજનો જીવન મંત્ર:એકલી મહિલા સમાજમાં અસુરક્ષિત કેમ છે? શા માટે નારી દેહ આકર્ષણ, અધિકાર અને અપરાધનો શિકાર બનતો જઇ રહ્યો છે?

શુભ સંયોગ:નવેમ્બરમાં દિવાળી સુધી ખરીદારી માટે 10 દિવસ શુભ મુહૂર્ત, 12 નવેમ્બરે ધનતેરસ અને 14મીએ દિવાળી ઊજવાશે

મહાભારત:અર્જુનના મોટા ભાઈનું સન્માન કરતા હતા, પરંતુ યુદ્ધ સમયે તેમણે યુધિષ્ઠિરને મારવા માટે તલવાર હાથમાં લઇ લીધી હતી

કર્ણવેધ સંસ્કાર:કાન વીંધાવાથી સાંભળવાની ક્ષમતા વધે છે અને બાળક તેજસ્વી બને છે

મોટિવેશનલ કોટ્સ:મુશ્કેલ કામને વચ્ચે છોડી દેવું સરળ છે, પરંતુ વિપરિત પરિસ્થિતિમાં વ્યક્તિને પોતાની તાકાતની જાણ થાય છે

અન્ય સમાચારો પણ છે...