તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17 થી 23 જાન્યુઆરીનું રાશિફળ:શનિ અને રાહુ-કેતુના કારણે આ સપ્તાહ 8 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

8 મહિનો પહેલા
  • મેષ, વૃષભ, મકર અને કુંભ રાશિના લોકો માટે આ 7 દિવસ ખૂબ જ શુભ રહેશે

17 થી 23 જાન્યુઆરી વચ્ચે શનિ અને રાહુ-કેતુના કારણે અનેક લોકોના કામકાજમાં મુશ્કેલીઓ અને ફેરફાર થવાની સંભાવના છે. આ સપ્તાહ ચંદ્ર ઉપર શનિની વક્રી દૃષ્ટિ પડશે અને આ ગ્રહ રાહુ-કેતુથી પણ પીડિત રહેશે. તેની અશુભ અસર 8 રાશિઓ ઉપર રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું જોઇએ. આ સિવાય મેષ, વૃષભ, મકર અને કુંભ રાશિના લોકો માટે આ સપ્તાહ શુભ રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળઃ-

મેષઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ ધાર્મિક કાર્યો પૂર્ણ થઇ શકે છે. ઘરમાં પોઝિટિવ ઊર્જા જળવાયેલી રહેશે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ મળશે. તેમનું માન-સન્માન અને આદર પણ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- ક્યારેક તમારી ઉતાવળ અને ઉત્તેજિત સ્વભાવ તમારા અને તમારા પરિવાર માટે પરેશાનીઓ ઊભી કરી શકે છે. વાતાવરણ પણ નકારાત્મક થઇ જશે. એટલે તમારા વ્યવહારમાં વધારે ગંભીરતા લાવવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- મીડિયા અને કમ્પ્યૂટર સાથે જોડાયેલાં વ્યવસાયમાં લાભદાયક સ્થિતિઓ બનશે.

લવઃ- પરિવારના લોકો સાથે મનોરંજનને લગતો કોઇ પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ભાવુકતાની જગ્યાએ તમારી બુદ્ધિ અને કાર્ય ક્ષમતાનો વધારે ઉપયોગ કરો. અચાનક જ તમારા કોઇ કામ પૂર્ણ થવાથી મનમાં સંતોષ અને સુખ રહેશે. મિત્ર અને સગા સંબંધી પણ તમારી બુદ્ધિમત્તાના વખાણ કરશે.

નેગેટિવઃ- ક્યારેક વધારે પ્રેક્ટિકલ અને સ્વાર્થી થઇ જવું તમને પોતાના લોકોથી જ દૂર કરશે. ગુસ્સો અને જિદ્દ જેવા નકારાત્મક સ્વભાવના કારણે કોઇ બનતું કામ ખરાબ થઇ શકે છે. લાભના લગતાં મામલાઓ અટકી શકે છે.

વ્યવસાયઃ- તમારો વ્યવસાયિક દૃષ્ટિકોણ, કાર્યક્ષેત્રમાં અનેક મામલાઓને ઉકેલવામાં સક્ષમ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડો વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ થોડી વિપરીત પરિસ્થિતિઓ સામે આવશે, તમે તેનો સામનો કરવામાં સક્ષમ રહેશો. તમે તમારી અંદર ગજબનો આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવ કરશો. અંગત સંપર્કોના માધ્યમથી અનેક પર્સનલ કામ યોગ્ય રીતે સંપન્ન થઇ જશે.

નેગેટિવઃ- ઇનકમ ટેક્સને લગતી કોઇ ઝંઝટ રહી શકે છે એટલે આ કાર્યોને તરત જ પૂર્ણ કરો તો સારું રહેશે. ઉચ્ચ શિક્ષા હેતુ વિદ્યાર્થીઓને કોઇ પ્રકારનું વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ભાગ્યોદયદાયક યોગ બની રહ્યા છે.

લવઃ- પ્રેમ પ્રસંગોને પારિવારિક મંજૂરી મળવાથી માનસિક સુકૂન અને સુખ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- થોડા સમયથી અવ્યવસ્થિત દિનચર્યાના કારણે વજન વધવું અને આળસની સ્થિતિ રહેશે.

------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાયેલી ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે. જેના દ્વારા તમને માનસિક સુખ અને માન-સન્માન પણ પ્રાપ્ત થશે. તમારા સ્પર્ધીઓ તમારા વ્યક્તિત્વ સામે અસફળ રહેશે.

નેગેટિવઃ- તમારી થોડી ભૂલ તમારા માટે પરેશાનીનું મોટું કારણ બની શકે છે. એટલે કોઇપણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે ફરી વિચાર કરવો જરૂરી છે. આ સમયે આર્થિક સ્થિતિ પણ થોડી ધીમી રહેશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપના વ્યવસાયમાં નફો થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમય ઉત્તમ છે. કોઇ રાજકીય કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થઇ જશે. કોઇ સંબંધી કે મિત્રનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થશે. તમે તમારા કોઇ ખાસ હુનરને નિખારવા માટે સમય પસાર કરશો.

નેગેટિવઃ- ઘરના સભ્યો વચ્ચે ગેરસમજ અને વૈચારિક વિરોધના કારણે કામમાં ગતિરોધની સ્થિતિ રહેશે. તેના કારણે મન નિરાશ રહી શકે છે. કોઇ વિશેષ મુદ્દા ઉપર નિર્ણય લેતા પહેલાં વધારે ચર્ચા-વિચારણા અને તપાસ કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વેપારમાં, ખાસ કરીને પાર્ટનરશિપના કાર્યોમાં પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- ઘરની વ્યવસ્થામાં કોઇ બહારના વ્યક્તિની દખલ ન થાય તેનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- સિઝનલ તાવ, ઉધરસ કે કોઇ એલર્જી પરેશાન કરી શકે છે.

------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે થોડા એવા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરશો, જેનાથી તમને તમારા ઉપર ગર્વ અનુભવ થશે, સમાજ અને નજીકના સંબંધીઓ વચ્ચે તમારું માન-સન્માન વધશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ જૂના મુદ્દા ફરી સામે આવી શકે છે. જેના કારણે નજીકના મિત્રો સાથે સંબંધ ખરાબ થવાની સંભાવના છે. ઘરના વડીલોનું યોગ્ય માન-સન્માન જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં આ સપ્તાહ થોડી ખામી રહેશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ વિચારોથી તમારી અંદર ડિપ્રેશન જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે.

------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે કામની અપેક્ષાએ પોતાના વ્યક્તિગત કાર્યો તથા રસ ઉપર વધારે ધ્યાન આપશો. આવું કરવાથી તમારી અંદર ફરી નવી ઊર્જાનો સંચાર કરીને રોજિંદાના થાકથી પણ રાહત અનુભવશો.

નેગેટિવઃ- કોઇ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં વિઘ્ન ઊભું થઇ શકે છે. જેથી તણાવનું વાતાવરણ રહેશે. તમારી દખલથી અને સલાહથી થોડા અંશે સમાધાન પણ મળી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગને લગતાં કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરમાં ડિસિપ્લિનભર્યું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી કે ત્વચાને લગતી કોઇ મુશ્કેલી થઇ શકે છે.

------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પારિવારિક તથા વ્યક્તિગત ગતિવિધિઓને યોગ્ય રીતે રાખવા માટે થોડી યોજના બનાવશો અને તેમાં સફળ પણ રહેશો. બાળકના કરિયરને લગતી કોઇ શુભ સૂચના મળવાથી ઘરમાં પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- તમારું વધારે અનુશાસિત થવું ક્યારેક પારિવારિક લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે તમારા વ્યવહારમાં થોડું લચીલાપણું પણ જાળવી રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં કોઇ સરકારી કે પ્રાઇવેટ કંપની દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ ઇન્ફેક્શનને લગતી મુશ્કેલી થઇ શકે છે.

------------------------

ધનઃ-

પોઝિટિવઃ- માનસિક સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે કોઇ નજીકના એકાંત સ્થાન કે ધાર્મિક સ્થળે જવું, જેથી ફરીથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. યુવા વર્ગને તેમના કાર્યોમાં સફળતા મળવાથી તણાવ દૂર થશે.

નેગેટિવઃ- તમારા કાર્યોમાં કોઇ પ્રકારનું વિઘ્ન આવવાથી નજીકના મિત્રોની સલાહ અવશ્ય લો. આવું કરવાથી કોઇને કોઇ ઉકેલ મળી શકશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય કરતા પહેલાં તમારી માનસિક સ્થિતિને સંયમિત રાખો.

વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓ પહેલાંની જેમ ચાલતી રહેશે.

લવઃ- પારિવારિક સભ્યોનો તમને પૂર્ણ સહયોગ અને સમર્પણ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારું ભાગ્યની અપેક્ષાએ કર્મ ઉપર વધારે વિશ્વાસ કરવું તમને વધારે પોઝિટિવ બનાવશે. કર્મથી ભાગ્યને આપમેળે જ બળ પ્રાપ્ત થશે. કોઇ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક આયોજનમાં સામેલ થવાનો પણ અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ઘરમાં કોઇ નાની વાતને લઇને મોટો મુદ્દો ઊભો થઇ શકે છે. કોઇપણ બહારના વ્યક્તિની દખલ તમારા પરિવાર ઉપર થવા દેશો નહીં. ઘરની બધી સમસ્યાઓને સાથે બેસીને ઉકેલશો તો સારું રહેશે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ, માર્કેટિંગ, મીડિયા વગેરે સાથે વ્યવસાય ફાયદાકારક સ્થિતિમાં રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. કોશિશ કરવાથી મનગમતા કાર્યો પૂર્ણ થઇ શકે છે. તમે તમારી ચતુરાઈ અને સમજદારી દ્વારા કોઇપણ પરેશાનીથી બહાર આવી જશે. બાળકો પણ તમારી ક્ષમતા અને આવડતને લઇને ગર્વ અનુભવ કરશે.

નેગેટિવઃ- વધારે લાભ મળી શકશે નહીં. નુકસાન પણ થશે નહીં. કુલ મળીને સમય સામાન્ય પરિણામ આપનાર રહેશે. ઘરના કોઇ વડીલ સભ્યનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- નેટવર્કિંગ અને સેલ્સમાં કામ કરતાં લોકોને સારો અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પરિવારના લોકોનો તમને ભરપૂર સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે.

------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ કુંવારા વ્યક્તિના લગ્નના કાર્યો સંપન્ન થઇ શકે છે. ગ્રહ સ્થિતિઓ તમને સાવધાન કરી રહી છે કે નાણાકીય યોજનાઓને લગતા કાર્યો ઉપર પણ ધ્યાન આપો. બેકારના કાર્યો ઉપર સમય નષ્ટ ન કરો.

નેગેટિવઃ- કોઇ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો અને તેમની વાતોમાં આવવું તમારા માટે નુકસાનદાયક રહેશે. બાળકોના પક્ષને લઇને પણ કોઇ ચિંતા રહેશે. શાંતિથી સમસ્યાનો ઉકેલ શોધો, સફળતા મળશે.

વ્યવસાયઃ- હાલ વર્તમાન પરિસ્થિતિઓના કારણે વેપારમાં કોઇ નવું કામ અને યોજના સફળ થશે નહીં.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે મીઠો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કુલ મળીને સ્વાસ્થ્ય ઠીક રહેશે.