સાપ્તાહિક ભવિષ્યફળ:આ સપ્તાહ તુલા અને વૃશ્ચિક સહિત 5 રાશિઓ માટે નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો માટે સારો સમય રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ 7 દિવસોમાં શનિ અને રાહુ-કેતુના કારણે ચંદ્રના પીડિત થવાથી કુંભ સહિત 7 રાશિઓ માટે મિશ્રિત સમય રહેશે

4 થી 10 જાન્યુઆરી વચ્ચે ચંદ્ર સિંહથી વૃશ્ચિક રાશિ સુધી આવી જશે. સપ્તાહની શરૂઆતમાં જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે ત્યારે તેના ઉપર ગુરુની દૃષ્ટિ રહેશે. તે પછી સપ્તાહના વચ્ચેના દિવસોમાં જ્યારે ચંદ્ર તુલા રાશિમાં આવી જશે ત્યારે તેના ઉપર મંગળ અને શનિ બંનેની દૃષ્ટિ રહેશે. ત્યાં જ, છેલ્લાં દિવસોમાં રાહુ-કેતુના કારણે ચંદ્ર પીડિત રહેશે. ગ્રહોની આ સ્થિતિની અસર બધી જ રાશિઓ ઉપર રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહ મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક અને મકર રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળી શકે છે. આ 5 રાશિઓ માટે આવનાર 7 દિવસ શુભ રહેશે. આ સિવાય મેષ, વૃષભ, કર્ક, સિંહ, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે બારેય રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારી સાથે થોડી એવી ઘટના બની શકે છે જેનાથી તમને લાગશે કે કોઇ દેવી શક્તિનો આશીર્વાદ તમારી ઉપર છે. તમારી પ્રતિભાને ઓળખો. પૂર્ણ ઊર્જા સાથે તમારી દિનચર્યા અને કાર્યપ્રણાલી ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- જમીનને લગતાં કાર્યોને લઇને દસ્તાવેજોમાં કોઇ મુશ્કેલી આવી શકે છે. થોડી સમજદારી અને સમજણથી કામ પૂર્ણ થઇ જશે. રૂપિયા-પૈસાની લેવડ-દેવડ ન કરો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવશે. કર્મચારીઓ પ્રત્યે તેમની ઉદારતા અને ઉત્તમ વ્યવહાર તેમની કાર્ય ક્ષમતાને વધારશે.

લવઃ- વ્યવસાય અને પરિવાર બંને જગ્યાએ તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના દબાણના કારણે પગમાં દુખાવો અને થાક અનુભવ થઇ શકે છે.

-----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચારથી ઘણી ઉકેલાઇ જશે તમે ફરી એક નવી ઊર્જા સાથે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો અને અહંકાર તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારી આ ખામીઓને સુધારવાની ખૂબ જ જરૂરિયાત છે. ભાઇઓ સાથે પણ જમીનમાં સંપત્તિને લગતાં વિભાગને શાંતિપૂર્ણ રીતે ઉકેલો.

વ્યવસાયઃ- સંપર્ક સૂત્રો અને માર્કેટિંગને લગતાં કાર્યોમાં વધારે સમય પસાર કરો. આ સપ્તાહ થોડા નવા કરાર અને નવા ઓર્ડર મળવાના યોગ છે. નોકરીમાં પણ કોઇ પ્રકારની યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ ખૂબ જ વધારે પોઝિટિવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

-----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારું ધ્યાન પેમેન્ટ વગેરેમાં એકત્રિત કરવામાં કરો. કેમ કે, અટવાયેલા કે ઉધાર આપેલાં રૂપિયા પાછા આવવામાં સરળતા રહેશે. તમે તમારી વાણી અને કાર્યક્ષમતા દ્વારા તમારા કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે રૂપિયા આવવાની સાથે ખર્ચ પણ થશે. કોઇ નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ થવાની સંભાવના છે. એટલે ધૈર્ય જાળવીને વાત કરવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- થોડી વિશ્વાસપાત્ર પાર્ટીઓ દ્વારા તમને નવા પ્રસ્તાવ પ્રાપ્ત થશે. તેમના અનુકૂળ પરિણામ પણ તમને મળશે.

લવઃ- ઘરમાં થોડી નવી પરેશાનીઓ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવ લેવાથી હોર્મોનને લગતી સમસ્યા ઊભી થઇ શકે છે.

-----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા સૌમ્ય અને સંતુલિત સ્વભાવના કારણે ઘર-પરિવારમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. થોડા સમયથી ચાલી રહેલી ઘરેલૂ પરેશાનીઓમાં થોડું સમાધાન મળી શકશે. પોઝિટિવ દૃષ્ટિ રાખવાથી પરિસ્થિતિઓ આપમેળે જ સામાન્ય થઇ જશે.

નેગેટિવઃ- બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિના કારણે તમે તણાવ અને ગુસ્સાની સ્થિતિમાં રહેશો. તેમની ભૂલોને મિત્ર બનીને સુધારવાની કોશિશ કરો. તેનાથી સ્થિતિમાં જલ્દી સુધાર આવી જશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી દેખરેખની ખૂબ જ જરૂરિયાત છે. થોડી બેદરકારીથી મહત્ત્વપૂર્ણ ઓર્ડર હાથમાંથી સરકી શકે છે.

લવઃ- જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમને આત્મબળ અને આત્મ વિશ્વાસ પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ વાતાવરણનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

-----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીને લગતાં કોઇ પ્રકારના કામ કરવા માટે આ સપ્તાહ ઉત્તમ છે. ઘરની દેખરેખ અંગે શોપિંગ પણ થશે. આજકાલ તમે તમારી દિનચર્યામાં જે પરિવર્તન લાવી રહ્યા છો તેનાથી તમારા સ્વાસ્થ્ય તથા પર્સનાલિટીમાં ખૂબ જ વધારે સુધાર આવશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસ ઉપર કેન્દ્રિત થઇ શકશે નહીં. જેના કારણે મુશ્કેલીઓ વધી શકે છે. કોઇ જૂની નકારાત્મક વાત ફરી સામે આવી શકે છે જેનાથી સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પરેશાની થઇ શકે છે. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો.

લવઃ- પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક રૂપથી થોડો તણાવ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- થોડા થાક અને આળસની સ્થિતિ અનુભવ થઇ શકે છે.

-----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઇ પ્રિય મિત્ર સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થઇ શકે છે. તેનો રાજનૈતિક પાવર તમારા માટે મહત્ત્વપૂર્ણ રસ્તા ખોલી શકે છે. મનોરંજનને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર કરો.

નેગેટિવઃ- તમારા પર્સનલ કામમાં વ્યસ્તતાના કારણે તમારા સંબંધીઓને ઇગ્નોર ન કરો, તેમની સાથે તમારા સંબંધ ખરાબ થઇ શકે છે. બાળકોની ગતિવિધિઓ અને સંગત ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- આ સપ્તાહ ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. આ સમયનો સારો ઉપયોગ તમે તમારા પેપરમાં ફાઇલોને વ્યવસ્થિત કરવામાં કરો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવું ઇન્ફેક્શન થઇ શકે છે.

-----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી છુપાયેલી પ્રતિભા અને ક્ષમતાઓને ઓળખો. ઘર અને સમાજમાં તમે તમારી કોઇ વિશેષ સફળતાને લઇને સન્માનિત થશો. મહત્ત્વપૂર્ણ યાત્રાને લગતાં યોગ પણ બની રહ્યા છે.

નેગેટિવઃ- તમારી ઉન્નતિના કારણે થોડાં લોકોમાં ઇર્ષ્યા અને ગેરસમજ ઊભી થઇ શકે છે. તમે બધું જ ઇગ્નોર કરીને તમારા સ્વભાવમાં સહજતા જાળવી રાખશો. જેનાથી તમારી છાપમાં કોઇ ઘટાડો આવશે નહીં.

વ્યવસાયઃ- મીડિયા તથા ઓનલાઇન કાર્યો સાથે જોડાયેલાં વ્યવસાયથી વધારે ઉન્નતિ પ્રાપ્ત થશે.

લવઃ- આ સપ્તાહ વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનથી પરેશાન થઇ શકો છો.

-----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- નજીકના મિત્ર સાથે મુલાકાત અને મનોરંજનમાં સમય પસાર થશે. તમને તમારી કાર્યકુશળતા દ્વારા આશા કરતાં વધારે લાભ થશે. ઘરમાં બાળકોને લગતાં શુભ સમાચાર મળવાથી વાતાવરણ સુખમય રહેશે.

નેગેટિવઃ- ઘરના કોઇ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે હોસ્પિટલની દોડભાગ થઇ શકે છે. તમારા કામનો ભાર અન્ય સભ્યોમાં વહેંચી લો. નહીંતર તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે.

વ્યવસાયઃ- મીડિયાને લગતાં સંપર્કોનો વધારેમાં વધારે ઉપયોગ કરો, તેના કારણે તમારા વ્યવસાયમાં ગતિ આવશે.

લવઃ- પતિ-પત્નીમાં મધુર તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો.

-----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પારિવારિક સભ્યોની સુવિધાઓનું ધ્યાન રાખવામાં તમારો પૂર્ણ સહયોગ રહેશે. જેનાથી પરિવારના સભ્યોમાં સુખ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. તમારા પર્સનલ કામ પણ યોગ્ય રીતે પૂર્ણ થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારા વિચારો પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે તમારા વ્યવહાર અને વિચારોને સંયમિત રાખો. તમારી થોડી સાવધાની પરિવારમાં તાલમેલ જાળવી રાખશે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી થોડી યોજનાઓ ઘરમાં બનશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણના કારણે એલર્જી થઇ શકે છે.

-----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ છેલ્લી થોડી ખામીઓથી બોધપાઠ લઇને પોતાની દિનચર્યામાં સુધાર લાવવાની કોશિશ કરશો. જેમાં તમે સફળ પણ થશો. આ પ્રકારની કોશિશથી લોકો સાથે સંબંધોમાં આશ્ચર્યજનક સુધાર આવશે.

નેગેટિવઃ- વરિષ્ઠ તથા અનુભવી લોકો પાસેથી સલાહ લેવામાં અચકાશો નહીં. તેમનું માર્ગદર્શન અને સહયોગ તમારા મનોબળને વધારશે. ખોટી બહારની ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં કાર્યોમાં લાભદાયક પરિસ્થિતિ બની રહી છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનને લગતાં કાર્યોમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણના કારણે તાવ અને ઉધરસ થઇ શકે છે.

-----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરના રિનોવેશન કે સુધારને લગતી યોજનાઓ બનશે. કોઇ વાસ્તુ નિષ્ણાત સાથે ચર્ચા-વિચારણાં કરો. દરેક કાર્ય કરતાં પહેલાં તમારું બજેટ બનાવવું અતિ જરૂરી છે.

નેગેટિવઃ- તમારા સામાનની દેખરેખ જાતે જ કરો, ચોરી થવાની કે ખોવાઇ જવાની સંભાવના છે. પ્રોપર્ટીના ચક્કરમાં કોઇ નજીકના સંબંધી કે ભાઇ સાથે વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- ઘર સાથે-સાથે કાર્યક્ષેત્રમાં પણ વ્યસ્તતા બની રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સંતુલિત જાળવી રાખવા માટે તમારા વ્યવહારમાં સંતુલન લાવવું.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પાચનક્રિયા ખરાબ થઇ શકે છે.

-----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિનો સ્નેહ અને આશીર્વાદ તમારી ઉપર જળવાયેલો રહેશે. તેમની યોગ્ય સલાહનું અનુસરણ કરવું તમારા માટે હિતકારી રહેશે. આર્થિક સ્થિતિઓ સારી જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- તમારો આત્મવિશ્વા અને કાર્ય ક્ષમતાને મજબૂત જાળવી રાખવી જરૂરી છે. કેમ કે, કોઇ સમયે આળસના કારણે તમે થોડા કાર્યોને નજરઅંદાજ કરી શકો છો. જેની અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ થોડા અંગત કાર્યોના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરની જરૂરિયાત અને મહત્ત્વપૂર્ણ કાર્યોમાં તમારો સહયોગ ઘરના વાતાવરણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સાંધા તથા માંસપેશીઓમાં દુખાવાની ફરિયાદ રહેશે.