સાપ્તાહિક રાશિફળ / ડો. અજય ભામ્બી પ્રમાણે, ઓગસ્ટ મહિનાનું પહેલું સપ્તાહ બારેય રાશિના જાતકો માટે શુભાશુભ રહેશે

Weekly Horoscope of 3 August to 9 August according Dr Ajai Bhambi
X
Weekly Horoscope of 3 August to 9 August according Dr Ajai Bhambi

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 10:44 AM IST

3 ઓગસ્ટ, સોમવારથી 9 ઓગસ્ટ, રવિવાર સુધીના દિવસો તમારા માટે કેવાં રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ આચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ગ્રહ સ્થિતિ તમારા માટે ખર્ચ સાથે ધન પ્રાપ્તિના નવા માર્ગ પણ શોધશે. એટલે એક નવા જોશ સાથે શુભ પરિસ્થિતિઓનો લાભ ઉઠાવવા માટે તૈયાર રહો.

નેગેટિવઃ- હાલ કોશિષોમાં પૂર્ણ સફળતા ન મળવાના કારણે થોડો તણાવ અનુભવ કરશો. પરિસ્થિતિ તમારા પક્ષમાં કાર્ય કરી રહી છે. માત્ર થોડાં દિવસ ધૈર્ય જાળવવાની જરૂર છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં પણ જે મહેનત કરી રહ્યા હતા હવે તેનું પરિણામ મળશે.

લવઃ- તમારી સફળતાની અસર તમારા વ્યક્તિગત જીવનમાં ખુશહાલી લાવશે.

સ્વાસ્થ્યઃ- લિવરને આરામ આપો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી ઊર્જા તમને આસપાસની ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ કોલ તમારા માટે નવા રસ્તા ખોલશે. કોઇ સાથે વાત કરવામાં સંકોચ રાખશો નહીં.

નેગેટિવઃ- થોડાં સમયથી તમને સલાહ આપવામાં આવી રહી છે કે, ધન સંબંધિત કાર્યોને સાવધાની પૂર્વક કરો. તમારી કોઇ ભૂલથી મોટું નુકસાન થઇ શકે છે.

વ્યવસાયઃ- તમારી એનર્જી અને બહારના સ્ત્રોતનો ભરપૂર ઉપયોગ કરો.

લવઃ- જીવનસાથીની કોઇ ડિમાન્ડ અથવા વધારે ખર્ચ કરવો તમને પરેશાન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે દોડભાગના કારણે પગમાં સોજા થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજકાલ તમારા દ્વારા લીધેલાં નિર્ણય ભાગ્યશાળી સિદ્ધ થઇ રહ્યા છે. કોઇ પોલિસી વગેરે ઉપર રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત નિર્ણય લેવો.

નેગેટિવઃ- કોઇ બહારના વ્યક્તિની દખલ તમારા ઘર અને વ્યવસાય બંનેની જગ્યાએ થોડી ગેરસમજ ઊભી કરી શકે છે. ભાઇઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- તમારા બોસ અથવા સીનિયર સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં.

લવઃ- ક્યારેક ક્યારેક તમારા સ્વભાવના કારણે જીવનસાથી સાથે મતભેદ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સપ્તાહની શરૂઆત તમારા મહત્ત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવાની રૂપરેખાથી કરો. તમને ધન સંબંધિત થોડી ઉપલબ્ધિઓ મળવાની છે. નજીકના મિત્ર સાથે સમય વ્યતીત કરો.

નેગેટિવઃ- મિત્રો સાથે સમય વ્યતીત કરતી સમયે ખર્ચના બજેટ ઉપર પણ ધ્યાન રાખો. તમારા કાર્યને સમયે પૂર્ણ કરો. થોડી અસાવધાની કે બેદરકારી તમારું નુકસાન કરાવી શકે છે.

વ્યવસાયઃ- હાલ વ્યાવસાયિક ગતિવિધિઓ મધ્યમ ચાલશે.

લવઃ- આર્થિક સ્થિતિ સુદઢ થવાથી ઘર-પરિવારના સભ્યો માટે ભેટ ખરીદો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે વ્યક્તિગત કાર્યોના કારણે પોતાની આંતરિક શક્તિઓને ફરી એકઠી કરવામાં ધ્યાન લગાવશો. ધનલાભ સંબંધિત કાર્યોમાં કોઇ ગતિ ન મેળવવાથી નિરાશ રહેશો.

નેગેટિવઃ- કાકાના ભાઈ-બહેનો સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે. રૂપિયા સંબંધિત કોઇ વિવાદની સંભાવના છે. જેની અસર સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન સમયમાં જે કામ ચાલી રહ્યું છે તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારું મનોબળ વધારશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો પરંતુ તમારે કોઇ નજીકની યાત્રા પણ કરાવી પડી શકે છે. કોઇ પ્રોપર્ટી સંબંધિત કામ બનવાની સંભાવના છે.

નેગેટિવઃ- સમજવા-વિચારવામાં વધારે સમય લગાવવાથી સારી ડીલ હાથમાંથી સરકી શકે છે. કોઇ બહારના વ્યક્તિની વાતોમાં ન આવીને તમારા નિર્ણયને સર્વોપરિ રાખો.

વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિઓએ પોતાના કામમાં વધારે ધ્યાન આપવાનું રહેશે.

લવઃ- જીવનસાથીનો તમારા પ્રત્યે ભાવનાત્મક લગાવ તમારા સંબંધોમાં મજબૂતી લાવશે.

સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસ જેવી પરેશાની અનુભાવશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આર્થિક મામલાઓમાં વધારે સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઇ સ્થાને અટવાયેલું ધન પાછું આવી શકે છે. ભવિષ્ય સંબંધિત યોજનાઓને ગંભીરતાથી લેવાનો સમય છે.

નેગેટિવઃ- તમે જે કાર્યને કરવા માટે લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતાં તેમા કોઇ પ્રકારની બાધા આવવાથી મન નિરાશ રહેશે. પરેશાન થશો નહીં, તેના અંગે ફરી વિચાર કરો.

વ્યવસાયઃ- વેપાર અને કારોબાર સંબંધિ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે. જે કાર્યને શરૂ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છો તે કાર્ય ભવિષ્યમાં ફાયદો આપશે.

લવઃ- કુંવારા લોકો માટે સારા સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક ચિંતાઓ અને તણાવ ઓછો હોવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારું સમજી-વિચારીને નિર્ણય લેવું તમારા માટે થોડા નવા સંપર્કોમાં પોઝિટિવ સંબંધ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- ઘરમાં કોઇ વાદ-વિવાદ જેવી સ્થિતિ બનવાના અણસાર છે. કોઇ પ્રોપર્ટી સંબંધિક મતભેદ પણ થઇ શકે છે.

વ્યવસાયઃ- પારિવારિક સમસ્યાઓની અસર તમારા વ્યવસાયિક સ્થળ પર પડી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધોમાં મનમુટાવ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે થોડો આરામ કરવાના મૂડમાં રહેશો. ગ્રહ સ્થિતિ તમને આરામ કરવાની જગ્યાએ કામ કરવાનો અવસર પ્રદાન કરી રહી છે. આ સમયે ઘરની બહાર જઇને કામમાં ધ્યાન આપો.

નેગેટિવઃ- આળસના કારણે ઘરમાં બેસી રહેવાથી ઉપલબ્ધિઓ દૂર થઇ શકે છે. ઘરમાં જે સુધારા કરાવવાના હોય તેના અંગે આ સપ્તાહ ચર્ચા-વિચારણા થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇની સલાહ લેવી નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે તમારી યોજનાઓની પ્રણાલીમાં જે પરિવર્તન લાવી રહ્યા છો તે તમારા માટે લાભદાયક સિદ્ધ થશે. આ સમયે તમારા બધા જ કામ સમયે પૂર્ણ થતાં જશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ પોતાના સ્વભાવમાં ગુસ્સો અને ચિડીયાપણું અનુભવ કરશે. જેનો પ્રભાવ તેમના અભ્યાસ ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં

લવઃ- પ્રેમ સંબંધોમાં તમારા ઉગ્ર સ્વભાવાના કારણે થોડી ભાવનાત્મક મુશ્કેલીઓ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારના ઇન્ફેક્શનની સંભાવના છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજકાલ તમારું પોતાના ઉપર વિશેષ ધ્યાન રહેશે. તમે તમારા વ્યક્તિત્વને નિખારવા ઉપર ધ્યાન આપશો. સાથે જ, અન્ય ક્ષેત્રમાં પણ ઉન્નતિ માટે પ્રયાસ કરતાં રહેશો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારું વધારે સ્વાર્થી થઇ જવું મિત્રો સાથે સંબંધ ખરાબ કરી શકે છે. કોઇ યાત્રા કે હરવા-ફરવાથી બચવું.

વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિએ ધ્યાન રાખવું કે, કોઇ ખોટું કામ થઇ જવાથી ફરી મહેનત કરવી પડશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારો રાશિ સ્વામી ગુરુ તમારા માટે લાભદાયક પરિસ્થિતિ તૈયાર કરી રહ્યો છે. પિરસ્થિતિવશ કાર્યોમાં આવી રહેલી મુશ્કેલીઓમાં હવે રાહત મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે કોઇ પ્રકારના મતભેદ ટાળશો તો સારું રહેશે.

વ્યવસાયઃ- શેરબજાર જેવા કાર્યોમાં ફાયદો થશે.

લવઃ- પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમે તમારી ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી