સાપ્તાહિક રાશિફળ:ડો. અજય ભામ્બી પ્રમાણે, 22 જાન્યુઆરી રવિવારથી 28 જાન્યુઆરી સુધીનો સમયગાળો બારેય રાશિ માટે શુભાશુભ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

22 જાન્યુઆરી રવિવારથી 28 જાન્યુઆરી, શનિવાર સુધીના દિવસો તમારા માટે કેવાં રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ આચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષ :
પોઝિટિવ : આ રાશિના જાતકોને આ અઠવાડિયે વ્યસ્ત હોવા છતાં તમે તમારા કામ માટે પણ સમય કાઢશો. આ અઠવાડિયે આત્મવિશ્વાસ અને થોડી સાવધાનીથી મોટાભાગના કામ સરળતાથી પૂર્ણ થશે. પરિવાર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવા પડી શકે છે.

નેગેટિવ : આ અઠવાડિયે બીજાની જવાબદારી તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી તમારી ક્ષમતા અનુસાર જ કામ કરો. વિદ્યાર્થીઓએ પોતાના ભણતરમાં વ્યસ્ત રહો.

વ્યવસાય : છેલ્લા કેટલાક સમયથી ધંધાકીય સમસ્યા ચાલી રહી છે તે સમસ્યનોઉકેલ આવશે. આર્થિક બાબતોમાં ઘરના વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ ઉપયોગી સાબિત થશે. તો આ જાતકોને ઓફિસમાં તમારે કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

લવ : આ અઠવાડિયે દાંપત્યજીવનમાં સુમેળ જાળવો. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની ગેરસમજથી અંતરમાં વધારો કરી શકે છે.

સ્વાસ્થ્ય : આ અઠવાડિયે વધુ પડતા તણાવ અને કામના ભારણને કારણે તમે શારીરિક અને માનસિક રીતે ભાંગી પડશો. આરામ કરવા માટે પણ થોડો સમય કાઢો.

શુભ રંગ : લીલો
શુભ અંક : 6

------
વૃષભ

પોઝિટિવ : આ અઠવાડિયે વિરોધીઓ તમારી સામે હારી થશે. મોટાભાગનો સમય ઘર સંબંધિત કામમાં જ પસાર થશે. તો પરિવારમાં તમારું માન સન્માન પણ વધશે.

નેગેટિવ : આ અઠવાડિયે કોઈ પણ નવું કામ કરતા પહેલા બે વાર વિચાર કરો. કેટલીકવાર તમારો શંકાસ્પદ સ્વભાવ તમારા અને બીજા લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે. તમારા વ્યવહારમાં પરિવર્તન લાવવું જરૂરી છે.

વ્યવસાય : તમારી યોજનાઓ અને પ્રવૃત્તિઓ કરવા માટે આ અઠવાડિયું અનુકૂળ છે. નવા કામ પણ શરૂ થશે. નોકરિયાત લોકોએ તેમના બોસ અને અધિકારી સાથે સારા સંબંધો રહેશે.

લવ : આ અઠવાડિયાંમાં તમારા જીવનસાથી અને પરિવાર તરફથી યોગ્ય સહયોગ મળશે. પ્રેમ સંબંધમાં અન્ય વ્યક્તિને કારણે ગેરસમજો થઈ શકે છે.

સ્વાસ્થ્ય : ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો અને ત્વચાની એલર્જી થવાની શક્યતા છે.

શુભ રંગ : ગુલાબી

શુભ અંક : 9
------
મિથુન

પોઝિટિવ : જો તમે ક્યાંક રોકાણ કરવા તૈયાર છો, તો તમને કોઈ મિત્ર તરફથી કોઈ સારી સૂચના મળી શકે છે. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને તમે કેટલીક શ્રેષ્ઠ નીતિઓ ધ્યાનમાં લેશો. અને તમે પણ વધુ સારી સ્થિતિમાં અનુભવશો.

નેગેટિવ : તમારા સંબંધીઓ સાથે કોઈ પણ પ્રકારનો ઝઘડો ન કરો પોતાના કાર્યો પર ધ્યાન આપો. યુવાનો કેટલીક તણાવની પરિસ્થિતિમાંથી પસાર થઈ શકે છે.

વ્યવસાય : વેપાર સંબંધી નવી માહિતી મળવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમે નજીકથી મુસાફરી કરી શકો છો, પરંતુ આ મુસાફરીતમારા માટે ફાયદાકારક રહેશે. પરંતુ તમારા વિરોધીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં.

લવ : ઘરમાં કોઈ પણ સમસ્યા અંગે પરિવારના સભ્યો વચ્ચે ચર્ચા થશે. સમસ્યાનું યોગ્ય સમાધાન પણ મળશે.

સ્વાસ્થ્ય : શિયાળાની ઋતુમાં બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

શુભ રંગ : પીળો

શુભ અંક : 3
------

કર્ક

પોઝિટિવ : તમારું મોટાભાગનું કામ તમારી ઇચ્છા અનુસાર કરી શકશો. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે ખુશીનો સમય પસાર થશે. વિદેશ જવાનો પ્રયાસ કરતા લોકોની સમસ્યા દૂર થશે.

નેગેટિવ : પાડોશી કે મિત્ર સાથે વાદ-વિવાદની સ્થિતિ થઇ શકે છે. આ સમયે ધીરજ અને વિવેકથી ઉકેલ લાવવો. આ સમયે કોઈને પણ વિચાર્યા વગર કોઈ વચન ન આપો. કારણ કે વચન પાળવામાં મુશ્કેલી પડી શકે છે.

વ્યવસાય : વ્યક્તિગત સમસ્યાઓને ધંધામાં હાવી ન થવા દો. આ સમયે કામની સિસ્ટમમાં સુધારો કરવા માટે વધુ સમય આપવાની જરૂર છે. યુવાનોને તેમની પ્રથમ આવક મળવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે.

લવ : પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પરંતુ વ્યસ્તતાના કારણે તમે તમારા પરિવારને વધારે સમય નહીં આપી શકો.

સ્વાસ્થ્ય : સકારાત્મક પ્રવૃત્તિઓ અથવા પ્રકૃતિ સાથે થોડો સમય પસાર કરો કારણ કે સમસ્યાઓ માનસિક તનાવ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓમાં વધારો કરી શકે છે.

શુભ રંગ : સફેદ
શુભ અંક : 5

------
સિંહ :

પોઝિટિવ : અગાઉની યોજનાને અમલમાં મૂકવા માટે આ યોગ્ય સમય છે. ઘરના વરિષ્ઠ સભ્યો પાસેથી માર્ગદર્શન અને સહયોગ પણ મળશે. કોઈ સારા સમાચાર આવવાથી આખુ અઠવાડિયું સારું રહેશે. વિદ્યાર્થીઓને તેમના કોઈપણ પ્રોજેક્ટમાં સફળતા મળશે.

નેગેટિવ : કામનો વધુ વ્યસ્તતા તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. ધ્યાન રાખો કે કેટલાક લોકો તમારા કામમાં ખલેલ પહોંચાડવા માટે પણ સક્રિય રહેશે.

વ્યવસાય : બિઝનેસના કામ માટે સમય પડકારજનક છે. ઓફિસમાં સહકર્મી સાથે ચાલી રહેલા વિવાદો દૂર થશે.

લવ : કોઈ મિત્ર સાથે મુલાકાત થશે અને મન ખુશ રહેશે.

સ્વાસ્થ્ય : વધુ પડતી મહેનતના કારણે તણાવ અને નબળાઈ આવી શકે છે.
શુભ રંગ : આસમાની
શુભ અંક : 4
------

કન્યા
પોઝિટિવ : રચનાત્મક કાર્યમાં ઉત્તમ સમય પસાર થશે. જો કોઈ સમસ્યા હશે તોલે તમે કોઈ સમાધાન શોધવાનો પ્રયત્ન કરશો અને સફળ પણ થશો. ધાર્મિક કાર્યોમાં પણ આસ્થા વધશે.

નેગેટિવ : વિરોધીઓ તમારા માટે કેટલીક સમસ્યાઓ ઉભી કરી શકે છે. પરંતુ તેમને કેવી રીતે દૂર કરવું તે તમારા પર છે.

વ્યવસાય : ધંધાને લગતી કોઈ સમસ્યા હશે તો નજીકના મિત્રની સલાહ લાભદાયી રહેશે, તેનું ચોક્કસ પાલન કરો.

લવ : પરિવારને લગતી કોઈ પણ સમસ્યાનો ઉકેલ ગુસ્સા અને આવેશના બદલે શાંતિપૂર્વક કરો. પ્રેમ સંબંધો મજબૂત રહેશે.

સ્વાસ્થ્ય : વાહનને સંભાળીને ચલાવો.

શુભ રંગ : ઘાટો પીળો
શુભ અંક : 7

------
તુલા

પોઝિટિવ : વ્યસ્ત કામ ઉપરાંત પરિવાર અને મિત્રો સાથે આનંદ અને મનોરંજનમાં પણ સમય વિતાવશો.

નેગેટિવ : રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ મુલતવી રાખવાની સલાહ છે. જો કોઈ સરકારી કેસ ચાલતો હોય તો ચોક્કસથી કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી માર્ગદર્શન લો.

વ્યવસાય : નવી મશીનરી અથવા નવી ટેકનોલોજી વગેરેનો ઉપયોગ કરવાની પદ્ધતિ પર ચર્ચા કરવામાં આવશે.

લવ : પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. પ્રેમીઓને મળવાની તક મળશે.

સ્વાસ્થ્ય : વધારે પ્રમાણમાં પાણી પીઓ.

શુભ રંગ : કેસરી

શુભ અંક : 8

------
વૃશ્ચિક

પોઝિટિવઃ- તમારા કાર્ય પ્રત્યે ખૂબ જાગૃત રહેવું અને એકાગ્રતા રાખવાથી ચોક્કસ સફળતા આપશે. અનુભવી લોકો સાથે સંપર્કમાં રહો, જેના કારણે તમારી વિચારધારા પણ બદલાઈ જશે.

નેગેટિવ : તમારી કોઈ નજીકની વ્યક્તિ દ્વારા ટીકા કરવામાં આવે તો ખોટું લાગશે. વધતા ખર્ચને રોકવો જરૂરી છે નહીં તો સમસ્યા વધશે.

વ્યવસાય : ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી મહત્વપૂર્ણ છે. થોડી ગેરસમજને કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે.

લવ : પતિ-પત્ની વચ્ચે સારાસંબંધ રહેશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પારિવારિક સ્વીકૃતિ પણ મળી શકે છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ રંગ : બ્રાઉન
શુભ અંક : 3

------
ધન

પોઝિટિવ : અટકેલા કામોને ફરી ગતિ મળશે. મહેનત અને કામના ભારણની સ્થિતિ રહેશે, પરંતુ મન પ્રમાણે સફળતા મળવાને કારણે ઉત્સાહ પણ રહેશે.

નેગેટિવ : અનુભવી લોકોના માર્ગદર્શન અને સાહચર્યમાં થોડો સમય વિતાવશો. હાલના વાતાવરણને કારણે આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે.

વ્યવસાય : ધંધાકીય બાબતોમાં બીજા પર નિર્ભર રહેવાના કારણે તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો, તમારા નિર્ણયો સાચા સાબિત થશે

લવ : વિવાહિત સંબંધોમાં મધુરતા આવશે. લવ પાર્ટનર સાથે ડેટિંગની તકો મળશે.

સ્વાસ્થ્ય : કોઈ ખરાબ સમાચારથી મૂડ સારો નહીં રહે, જેની માનસિક સ્થિતિ પર પણ અસર પડશે.

શુભ રંગ : લાલ
શુભ અંક : 1

------

મકર
પોઝિટિવ : તમારી મહેનત અને ક્ષમતાના દમ પર તમે કામ કરી શકશો. જો કોઈ પોલિસી વગેરે મેચ્યોર થશે તો પૈસાના રોકાણ માટે પણ કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે.

નેગેટિવ : વ્યર્થ વાદ-વિવાદમાં ન પડવું. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી ઉતાવળ અને બેદરકારીના કારણે થોડું નુકસાન થઈ શકે છે.

વ્યવસાય : બિઝનેસ સિસ્ટમ વધુ સારી રહેશે. અઠવાડિયાની શરૂઆતથી જ તમારા મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન શરૂ કરો.

લવ : વૈવાહિક સંબંધોમાં થોડી ગેરસમજને કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે. મિત્રો સાથે ખુશીનો સમય પસાર થશે.

સ્વાસ્થ્ય : નકારાત્મક વિચારોને તમારી અંદર ન થવા દો.

શુભ રંગ : બ્લૂ
શુભ અંક : 5

------
કુંભ :

પોઝિટિવ : પ્રકૃતિના સંકેતોને સમજવાનો પ્રયત્ન કરો. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. યોગ્ય સમયે યોગ્ય ઉકેલ મળશે.

નેગેટિવ : નજીકના સંબંધીઓ સાથેના વિવાદો ઘરની વ્યવસ્થાને અસર કરશે. સપ્તાહના અંતમાં ગ્રહોની સ્થિતિ કંઈક અંશે પ્રતિકૂળ રહી શકે છે.

વ્યવસાય : વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધારો થશે. આવકની સ્થિતિ પણ સારી રહેશે.

લવ : કોઈ પણ સમસ્યામાં જીવનસાથી અને પરિવારની સલાહ જરૂર લો. સંબંધોમાં પણ નિકટતા રહેશે.

સ્વાસ્થ્ય : વધુ પડતા કામના ભારણને કારણે તમારા સ્વાસ્થ્યને પણ અસર થશે.
શુભ રંગ : પીળો
શુભ અંક : 3

------
મીન :

પોઝિટિવ : આ સપ્તાહ તમારા અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટે અનુકૂળ સમય છે. ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવવામાં આવશે.

નેગેટિવ : સંબંધો વચ્ચે યોગ્ય તાલમેલ બનાવી રાખો. એકબીજાના શબ્દો પર ધ્યાન ન આપીને તમારા પરિવાર સાથે ખુશીનો સમય પસાર કરો.

વ્યવસાય : બિઝનેસમાં થોડી પરેશાનીઓ આવશે. તતમારા કામનું દબાણ અને તાણ ઘટાડવા માટે તમારા કાર્યને અન્ય લોકો સાથે શેર કરવાનો પ્રયાસ કરો.

લવ : પારિવારિક વાતાવરણ ન્યાયી અને સુમેળભર્યું રહેશે. અને તમામ સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સહયોગની ભાવના પ્રબળ રહેશે.

સ્વાસ્થ્ય : અતિશય કામ કરવાથી થાક અને પગમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

શુભ રંગ : ગુલાબી
શુભ અંક : 3

અન્ય સમાચારો પણ છે...