તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સાપ્તાહિક રાશિફળ:19 થી 25 ઓક્ટોબર વચ્ચે શનિ-રાહુના કારણે 7 રાશિઓ માટે આ સમયગાળો મુશ્કેલ સાબિત થઇ શકે છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સપ્તાહ ચંદ્ર ઉપર શનિ અને રાહુની છાયા પડવાથી થોડાં લોકોના નિર્ણયો ખોટા સાબિત થઇ શકે છે

19 થી 25 ઓક્ટોબર વચ્ચે ચંદ્ર તુલાથી મકર રાશિ સુધી જશે. સપ્તાહની શરૂઆતમાં ચંદ્ર ઉપર શનિની વક્રી દૃષ્ટિ રહેશે. ત્યાર બાદ રાહુ-કેતુની છાયા પડવાથી ચંદ્ર પીડિત થઇ જશે. જોકે, સપ્તાહની વચ્ચે લગભગ અઢી દિવસ માટે બૃહસ્પતિ સાથે ધન રાશિમાં રહેશે. જેથી ગજકેસરી નામનો રાજયોગ બનશે. ત્યાં જ, આ સપ્તાહના છેલ્લાં દિવસોમાં ચંદ્ર-શનિની યુતિ હોવાથી વિષયોગ બનશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે આ સપ્તાહ બની રહેલી ગ્રહોની સ્થિતિના કારણે વૃષભ, મિથુન, કર્ક, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે. આ સિવાય ધન રાશિના લોકોએ વધારે સાવધાન રહેવું જોઇએ. લેવડ-દેવડ અને રોકાણમાં જોખમ લેવાથી બચવું પડશે. સ્વાસ્થ્યને લગતાં ઉતાર-ચઢાવ પણ આવી શકે છે. ત્યાં જ, મેષ, સિંહ, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકો નક્ષત્રોના અશુભ પ્રભાવથી બચી જશે. આ 5 રાશિના લોકોને અનેક મામલે નક્ષત્રોનો સાથ મળી શકે છે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે 12 રાશિઓનું ફળ-

મેષઃ-

પોઝિટિવઃ- બાળકના અભ્યાસને લગતી થોડી ભવિષ્યની યોજનાઓ ફળીભૂત થશે. જેના કારણે ખૂબ જ રાહત અનુભવ કરશો. તમારું ધ્યાન અન્ય કાર્યો ઉપર કેન્દ્રિત કરી શકશો. ઘરમાં કોઇ નજીકના મહેમાન આવી જવાથી ઘરનું વાતાવરણ સારું રહેશે.

નેગેટિવઃ- ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્યને લઇને હોસ્પિટલની ભાગદોડ રહેશે. મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાના કારણે સ્વભાવમાં ઈગો રહેશે. જે ખરાબ બાબત છે.

વ્યવસાયઃ- કોઇ નવા કામની શરૂઆત થશે. હાલ વધારે લાભની આશા રાખશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે આ સપ્તાહ થોડો વિવાદ થવાની શક્યતાઓ છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે માથાનો દુખાવો કે માઇગ્રેન થઇ શકે છે.

----------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- બાળક તરફથી કોઇ ચિંતા દૂર થવાથી ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે. આ સપ્તાહ તમે કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાના છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- શેરબજાર અને સટ્ટાને લગતાં કાર્યો દૂર થશે. કોઇપણ પ્રકારના ગેરકાયદેસર કામ તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો.

વ્યવસાયઃ- થોડી ઘરેલુ વ્યસ્તતાથી તમે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરના સભ્યોનો એકબીજા પ્રત્યે સમર્પણ અને પ્રેમભાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને થાક અનુભવ થશે.

----------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સંતુલિત વ્યવહાર તમને દરેક પરિસ્થિતિમાં સમતાવાદી બનાવી દે છે. જો કોર્ટને લગતો કોઇ મામલો અટવાયેલો છે તો તેમાં સફળતા મળવાની સંભાવના છે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલે કોઇ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં. કોઇ નજીકના સંબંધી કે ઘનિષ્ઠ વ્યક્તિને લગતી કોઇ અપ્રિય સૂચના મળવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ઉત્પાદનની ગુણવત્તા ઉપર વધારે ધ્યાન આપવું. તેનાથી માર્કેટમાં તમારી યોગ્ય છાપ બનશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથેનો સહયોગ ઘરના વાતાવરણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- બફારો અને ગરમીના કારણે થાક અને બેચેની અનુભવ થઇ શકે છે.

----------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સંબંધીઓ અને પાડોસીઓ સાથે સંબંધ સારા રહેશે. કોઇ ઈશ્વરીય શક્તિનો આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. તમારી કાર્યકુશળતા અને ક્ષમતાના વખાણ થશે. રચનાત્મક કાર્યોમાં સમય પસાર થશે.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના લગ્નજીવનને લઇને થોડી પરેશાની ઊભી થઇ શકે છે. જેના કારણે પરિવારમાં થોડો તણાવ રહેશે. નકારાત્મક વાતાવરણના કારણે તમારા આવકના સાધનમાં સુધારની આશા નથી.

વ્યવસાયઃ- આ સમયે મહેનત વધારે અને તેનું પરિણામ ઓછું આવવાની સ્થિતિ રહેશે.

લવઃ- તમારી વ્યસ્તતાના કારણે જીવનસાથીનો પરિવારની દેખરેખ પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી અંદર ઊર્જા અને આત્મબળની ખામી રહેશે.

----------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઇપણ કામ કરતાં પહેલાં યોગ્ય રીતે વિચાર કરીને યોજના બનાવો. જેથી તમારા કાર્યોના સારા પરિણામ પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત પણ પ્રાપ્ત થશે. કોઇ નજીકના સંબંધીની સગાઈને લગતાં શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઇ નિર્ણય લેવો તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. કોઇની વાતોમાં ન આવીને તમે તમારી કાર્ય ક્ષમતા અને યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પ્રોડક્શન સાથે-સાથે માર્કેટિંગને લગતી ગતિવિધિઓ ઉપર ભારે નજર રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- જે વ્યક્તિઓને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમણે સાવધાન રહેવું.

----------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓમાં ખરીદારીની યોજના બનશે. પરિવાર સાથે સમય પસાર કરવાથી ઊર્જા અને પ્રફુલ્લતા અનુભવ થશે. ઘરના વડીલ વ્યક્તિઓ સાથે કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર વિચાર થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, પારિવારિક વ્યક્તિઓ સાથે કોઇ પ્રકારના વિવાદની સ્થિતિ ઊભી થાય નહીં. તમારા સ્વભાવમાં સહજતા અને સૌમ્યતા જાળવી રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ- અન્ય ઉપર વધારે વિશ્વાસ કરવાની જગ્યાએ પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો.।

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઇને કોઇ વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને માઇગ્રેન જેવી સમસ્યાથી બચવા માટે વાસી ભોજન કરવું નહીં.

----------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સ્થાન પરિવર્તનની યોજના બનાવી રહ્યા છો તો આ સપ્તાહ તેના માટે યોગ્ય છે કેમ કે, ગ્રહ સ્થિતિઓ ખૂબ જ અનુકૂળ છે. બાળકના કરિયરને લગતી કોઇપણ શુભ સૂચના મળવાથી તણાવ મુક્ત અનુભવ કરશો.

નેગેટિવઃ- કોઇ મિત્ર કે ભાઈ સાથે સંબંધ ખરાબ થવાની આશંકા છે. તમારે ધૈર્ય રાખવું અને શાંત રહેવું વધારે જરૂરી છે. તેની નકારાત્મક અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જળવાયેલી રહેશે. કર્મચારીઓના સહયોગથી કાર્ય યોગ્ય રૂપથી સંપન્ન થઇ જશે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘાવ કે એક્સીડન્ટ થવાની સ્થિતિ રહેશે.

----------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા લક્ષ્ય પ્રત્યે પૂર્ણ રૂપથી એકાગ્ર ચિત્ત રહો. સફળતા અવશ્યંભાવી છે. ધાર્મિક સંસ્થાઓ સાથે સેવાને લગતાં કાર્યોમાં રસ લેવો તમને માનસિક શાંતિ પ્રદાન કરશે. સાથે જ, સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે થોડી દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. વાહન સાવધાની પૂર્વક ચલાવો. આર્થિક મામલે પણ હાલ ધૈર્ય જાળવી રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં એક પછી એક પરેશાનીઓ આવતી રહેશે. વધારે મહેનતની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે કોઇ એલર્જી કે ઉધરસની સમસ્યા રહેશે.

----------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન થવાથી આ સપ્તાહ ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. ઘણાં સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાની સંભાવના છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે. જેની અસર પરિવારની સુખ-શાંતિ ઉપર પણ પડશે. અન્યની સમસ્યાઓમાં ગુંચવાશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇના કારણે થોડો તણાવ ઉત્પન્ન થઇ શકે છે. કોઇ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરો.

લવઃ- વ્યસ્તતાના કારણે તમે ઘરમાં સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે.

----------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- બાળકને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરમાં વાતાવરણ સારું રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. આ બધા જ કાર્યો વચ્ચે પોતાના નિર્ધારિત લક્ષ્ય ઉપર ધ્યાન આપો.

નેગેટિવઃ- આર્થિક રોકાણને લગતાં કોઇપણ નિર્ણય ખૂબ જ ધ્યાન પૂર્વક લો. થોડી બેદરકારી તમારા માટે મોટા નુકસાનનું કારણ બની શકે છે. આળસના કારણે થોડાં કામ અધૂરા રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વર્તમાનમાં જે ચાલી રહ્યું છે તેમાં જ ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતના કારણે સાંધામાં દુખાવાની સ્થિતિ રહેશે.

----------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક કાર્યને લગતા સમારોહમાં જવાનો અવસર પ્રાપ્ત થશે. ઘણાં સમય પછી સગા-સંબંધીઓને મળવાથી સુખ અને તેનાથી ઊર્જા પ્રદાન થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારા સ્વભાવમાં શંકા કે વહેમની સ્થિતિ ઊભી થવી તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. કોઇ નજીકના વ્યક્તિ સાથે વિવાદની સંભાવના છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થવા લાગશે.

લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

----------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ થોડાં સમય મહેમાનોની આગતા-સ્વાગતામાં પસાર થશે. ઘરે આવેલાં લોકો સાથે કોઇ મહત્ત્વપૂર્ણ સમસ્યા અંગે ચર્ચા-વિચારણાં પણ થશે. વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો સમય શુભ છે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. તમારા બજેટનું પણ ધ્યાન રાખવું. યુવા વર્ગ પોતાના કરિયર પ્રત્યે બેદરકારી ન રાખે. હાલ કોઇ નવી ઉપલબ્ધિ જલ્દી પ્રાપ્ત થવાની છે.

વ્યવસાયઃ- રાજકીય કાર્યોને લગતાં વ્યવસાયમાં સફળતાના ઉત્તમ યોગ બની રહ્યા છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે થાક અને ઊર્જા ઓછી રહી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો