તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સાપ્તાહિક રાશિફળ:20 સપ્ટેમ્બર સુધી 4 રાશિના લોકો માટે અશુભ સમય, જોબ અને બિઝનેસમાં લીધેલાં નિર્ણયો ખોટા સાબિત થઇ શકે છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેષ, વૃષભ અને મકર રાશિના લોકોને આ સપ્તાહ નક્ષત્રોનો સાથ મળશે, 5 રાશિના લોકો માટે મિશ્રિત સમય

14 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે ચંદ્ર કર્કથી કન્યા રાશિ સુધી જશે. આ સપ્તાહની શરૂઆતના દિવસોમાં ચંદ્ર ઉપર શનિની દૃષ્ટિ રહેશે. ત્યારબાદ કેતુની છાયા ચંદ્ર ઉપર રહેશે. ત્યાર બાદ સપ્તાહના છેલ્લાં દિવસોમાં બુધ સાથે રહેશે. બુધ ગ્રહ ચંદ્રને પોતાનો દુશ્મન માને છે. આ પ્રકારે આખું સપ્તાહ ચંદ્ર કોઇનો કોઇ ગ્રહથી પીડિત રહેશે. નક્ષત્રોની આ સ્થિતિના કારણે મિથુન, સિંહ, કન્યા અને ધન રાશિના લોકો પરેશાન રહી શકે છે. આ 4 રાશિના લોકોએ લીધેલાં નિર્ણયો ખોટા સાબિત થઇ શકે છે. આખું સપ્તાહ 4 રાશિઓએ સાવધાન રહેવું પડશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે કર્ક, તુલા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોને આ 7 દિવસોમાં ગ્રહની મિશ્રિત અસર જોવા મળશે. ત્યાં જ, મેષ, વૃષભ અને મકર રાશિના લોકો નક્ષત્રોની અશુભ અસરથી બચી જશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળઃ-

મેષઃ-

પોઝિટિવઃ- તમે બાળકો સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સમય પસાર કરશો. બહારના કોઇ કામને ટાળો. જો તમે તમારી કાર્યક્ષમતા અને વિવેકનો ઉપયોગ કરશો તો ઘણી વસ્તુઓ સુધરી શકે છે.

નેગેટિવઃ- કોઇ નજીકના વ્યક્તિની દખલ તમને પરેશાનીમાં મુકી શકે છે અને તેના પ્રભાવથી પરિવારમાં સમસ્યા ઊભી થઇ શકે છે. બાળકોના માર્ગદર્શન માટે તમારો સહયોગ તેમને ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ તમને કોઇ પ્રકારની અથોરિટી મળી શકે છે

લવઃ- જીવનસાથી અને તમારો સહયોગ અનેક સમસ્યાઓનો વ્યવસ્થિત રાખવામાં મદદ કરશે.

સ્વાસ્થ્યઃ- સિઝનને લગતી કોઇ બીમારી કે ઇન્ફેક્શન થઇ શકે છે.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સમયમાં પરિવર્તન આવી રહ્યું છે. લાભદાયક પરિસ્થિતિઓ બની રહી છે. આ વાતનું ધ્યાન રાખો કે જેટલી મહેનત કરશો તેટલો જ ફાયદો મળશે. એટલે કર્મ પ્રધાન તો થવું જ પડશે.

નેગેટિવઃ- કોઇ કર્મચારી સાથે વાદ-વિવાદની સ્થિતિ પેદા કરશો નહીં. કોઇ કેસ પણ બની શકે છે. ક્યાય જતી સમયે રસ્તામાં તમારી વસ્તુઓને સંભાલીને રાખો.

વ્યવસાયઃ- મીડિયા કે ફોન દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર તમારા કામમાં ફાયદો કરી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે ધનના રોકાણ માટે થોડી નીતિ બનાવી છે તો તેના ઉપર અમલ કરવા માટે સમય શુભ છે. કોઇ પોલિસી પણ જો પૂરી થઇ ગઇ છે તો તે રૂપિયાનું પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો.

નેગેટિવઃ- વધારે નફો કમાવાની હોડમાં રહેશો નહીં. જેટલો પણ લાભ થાય તેમાં સંતોષ મેળવો. કોઇ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે વિચાર કરી લો.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે મુશ્કેલી આવે તેવી સંભાવના છે.

લવઃ- કામમાં થોડા વિઘ્ન આવી જવાના કારણે ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- છાતિમાં દુખાવાની સંભાવના રહેશે.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડાં સમયથી તમે તમારી અંદર પરિવર્તન લાવવાની કોશિશ કરી રહ્યા છો. પોતાને વધારે આરામ આપવાના કારણે આળસ વધારે રહેશે. તમારી અંદર થોડો આત્મવિશ્વાસ વધારો.

નેગેટિવઃ- તમારી આ આદતોની અસર તમારા પરિવાર અને કાર્યક્ષેત્ર બંને ઉપર પડી શકે છે. ક્યારેય તમારા સ્વભાવમાં ચિડિયાપણું અને નકારાત્મક વિચારોના કારણે પરિવારમાં પણ અશાંતિ રહેશે.

વ્યવસાયઃ- તમે વ્યવસાયને લગતાં થોડાં કામ ટાળેલાં છે.

લવઃ- જીવનસાથી પણ તમને થોડી આર્થિક મદદ કરીને તમારી સમસ્યાઓનો ઉકેલ કરવામા મદદ કરશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં થોડી નબળાઇ રહેશે.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- રાશિ સ્વામી સૂર્ય રાશિમાં જ વિરાજમાન થઇને તમારા માટે દરેક પ્રકારની લાભદાયક અને સુખની પરિસ્થિતિઓ બનાવી રહ્યો છે. તેનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, પોતાના ઉપર વધારે ધ્યાન આપવાના કારણે પરિજનોને કોઇ પ્રકારની અસુવિધા ન થાય. ઘરમાં મિત્રોની અવરજવર રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર ધ્યાન લાગશે નહીં પરંતુ ચિંતા કરશો નહીં.

લવઃ- જીવનસાથીનો સ્વભાવ થોડો ઉત્તેજિત રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ઘરના રિનોવેસનને લઇને કામ શરૂ કરવા માટે સમય શુભ છે. તમે કામ શરૂ કરાવી શકો છો. પરંતુ પહેલાં બજેટ બનાવી લેવુ. કેમ કે, થોડાં પેમેન્ટ આવવામાં સમય લાગશે.

નેગેટિવઃ- ઘરમાં કોઇ સામાન ચોરી થવાની સંભાવના છે. કોઇ નજીકના સગા-સંબંધીઓ સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કાર્ય શરૂ રહેશે. પરંતુ ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડા તણાવની સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- લિવરને લગતી પરેશાની અનુભવ થશે.

----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધશે. તમારા વિચાર પોઝિટિવ અને સંતુલિત રહેશે. યોજનાબદ્ધ રીતે તમે તમારી બધી યોજનાઓને ગતિ આપતાં રહો.

નેગેટિવઃ- કોઇ મિત્ર કે બહારના વ્યક્તિને આપેલાં રૂપિયા જે ઘણાં સમયથી અટવાયેલાં હતાં તેને લઇને આજે કોઇ વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- જમીન-જાયદાદને લગતા વ્યવસાયમાં કોઇ ઉત્તમ ડીલ થવાની સંભાવના છે.

લવઃ- કોઇ શુભ સમાચાર મળવાથી પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે થતી પરેશાનીથી સાવધાન રહો.

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે સંપૂર્ણ રીતે પ્રેક્ટિકલ થઇને કોઇ નિર્ણય લેવાના છો. તેનું યોગ્ય પરિણામ પણ તમને મળશે. તમારે આ સપ્તાહ માત્ર પોતાના ઉપર વિશ્વાસ રાખવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ- કોઇ વાતને લઇને પાડોસીઓ સાથે વિવાદ થઇ શકે છે અને સંબંધ પણ ખરાબ થઇ શકે છે. અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં. કોઇ વ્યક્તિ દ્વારા કોઇ ગેરસમજ ઊભી થવાના કારણે પરેશાનીઓ આવશે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતાં મહત્ત્વપૂર્ણ કાર્ય જાતે જ કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતી ઋતુના કારણે કોઇ સમસ્યા રહેશે.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમને તમારા કાર્ય પ્રત્યે સમર્પણના કારણે કાર્યોને શરૂ કરવાનો સમય આવી ગયો છે. યાત્રા અને માર્કેટિંગને લગતાં કાર્યો સ્થગિત રાખો. તમે તમારા કાર્યસ્થળમાં જ સમય પસાર કરો.

નેગેટિવઃ- ભાઇઓ સાથે કોઇ પ્રોપર્ટીને લગતો વિવાદ ઊભો થઇ શકે છે. સાવધાનીપૂર્વક વાતચીત કરો. ગુસ્સાના કારણે વાતાવરણ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કોઇ બહારનું વ્યક્તિ દખલ કરે નહીં તેનું ધ્યાન રાખો.

લવઃ- જીવનસાથીની કોઇ વાત તમારા માટે તણાવનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન, માથાનો દુખાવા જેવી સમસ્યાઓ રહેશે.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સપ્તાહની શરૂઆત તમારા મહત્ત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવાની રૂપરેખા સાથે કરો. તમને ધન સંબંધિત થોડી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે. નજીકના મિત્રો સાથે સમય પસાર થશે.

નેગેટિવઃ- મિત્રો સાથે સમય પસાર કરતી સમયે ખર્ચના બજેટ ઉપર પણ ધ્યાન રાખો. સાથે જ, તમારા કાર્યોને સમયે પૂર્ણ કરી લો.

વ્યવસાયઃ- હાલ વ્યવસાયિક ગતિવિધિઓ મધ્યમ ગતિથી ચાલી શકે છે.

લવઃ- આર્થિક સ્થિતિ સુદઢ રહેવાથી ઘર-પરિવારના સભ્યો માટે થોડી ભેટ ખરીદો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ અટવાયેલાં કામ સરળતાથી અને સુગમતાથી પૂર્ણ થઇ જશે. આર્થિક રોકાણ જેવા મામલે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારી અંદર જોશ અને ઊર્જાનો સંચાર કરશે.

નેગેટિવઃ- કાર્યોમાં વધારે વ્યસ્તતાના કારણે તમે પોતાના માટે સમય કાઢી શકશો નહીં. જેના કારણે થાક અને ચીડિયાપણું અનુભવ થશે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી નાની-નાની વાતો ઉપર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરમાં કોઇ નવા બાળકના આગમનના સમાચાર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટનો દુખાવો અને માથાના દુખાવાની ફરિયાદ રહેશે.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારી અંદર છુપાયેલી પ્રતિભાઓને ઉજાગર થવાનો સમય આવી ગયો છે. રાશિ સ્વામી ગુરુના દશમા ભાવમાં સ્થિત થવું તમને અવસરનો ફાયદો ઉઠાવવાની પ્રેરણા આપશે.

નેગેટિવઃ- ક્યારેક તમે વધારે વિચારવામાં સમય પસાર કરી શકો છો અને કોઇ યોજના ઉપર કોઇ કાર્ય કરવાનું છે તેના અંગે નિર્ણય લઇ શકશો.

વ્યવસાયઃ- તમારે કામમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવનમાં વિવાદ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- ડાબી આંખમાં ઇન્ફેક્શનની સમસ્યા રહેશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો