સાપ્તાહિક રાશિફળ:ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે, 17 ઓગસ્ટ સુધીનો સમયગાળો બારેય રાશિના જાતકો માટે શુભાશુભ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

10 ઓગસ્ટ, સોમવારથી 17 ઓગસ્ટ, રવિવાર સુધીના દિવસો તમારા માટે કેવાં રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ આચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ગ્રહ સ્થિતિ તમારા વ્યવહારિક ગુણોમાં નિખાર લાવવા માટે અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. ગુરુ પણ પોતાનું યોગદાન આપી રહ્યો છે. ગ્રહ સ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવો. આજે ધન સંબંધિત લાભદાયક સ્થિતિઓનું નિર્માણ થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો ક્યારેક-ક્યારેક તમારો ઈગો તમારા કાર્યોમાં મુશ્કેલીઓ પેદા કરી શકે છે. નજીકના લોકો વચ્ચે તમારી ઇમેજ પણ ખરાબ થઇ શકે છે. આ સમયે તમારા ઈગો ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં હાલ આવકના સ્ત્રોત ઓછા જ રહેશે.

લવઃ- કામ સાથે-સાથે તમારા પરિવાર માટે સમય સમય કાઢો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

-------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- બધા મહત્ત્વપૂર્ણ કાર્યો ટાળીને તમે મનોરંજન અને મિત્રો સાથે સમય વિતાવો. જેથી તમે રિલેક્સ અનુભવ કરશો અને ફરીથી તમારી ઊર્જા એકત્રિત કરીને કામમાં મન લગાવી શકશો.

નેગેટિવઃ- મિત્રો સાથે વધારે સમય વ્યતીત કરવો તમારા પરિવારને ગમશે નહીં. તેમની સુખ-સુવિધાઓનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- તમારી થોડી કોશિશથી જ તમારા ઘર અને પરિવારનું વાતાવરણ સુંદર જળવાયેલું રહેશે.

લવઃ- બધા લોકો સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

-------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- મિથુન રાશિના લોકો સંપર્ક બનાવવામાં શ્રેષ્ઠ હોય છે અને તમને આ સંપર્કો દ્વારા ફાયદો પણ થશે. ઘરમાં કોઇ મહેમાનના આવવાથી ચહેલ-પહેલ રહેશે.

નેગેટિવઃ- સંતાનને લઇને કોઇ પ્રકારની ચિંતા રહેશે. કોઇને સમસ્યા જણાવવાનો વિચાર કરીને સમાધાન મેળવી શકશો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ નવી જવાબદારી મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુંદર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ માથાનો દુખાવો કે માઇગ્રેન રહી શકે છે.

-------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ઘરના કાર્યોને સંપન્ન કરવામાં વ્યસ્તતા જળવાયેલી રહેશે. ભવિષ્ય સંબંધિત યોજનાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત રહેશે તથા આર્થિક પક્ષને મજબૂત કરવાની યોજના પણ બનશે.

નેગેટિવઃ- કોઇ અપ્રિય અથવા અશુભ સમાચાર મળવાથી પરિસ્થિતિઓ નકારાત્મક બની શકે છે તથા બનતાં કાર્યોમાં વિઘ્નો ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

લવઃ- પરિવારના લોકો સાથે સમય પસાર કરવો ઘરમાં પોઝિટિવિટી લાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

-------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ પરિવાર અને ફાયનાન્સ સાથે સંબંધિત થોડાં મહત્ત્વપૂર્ણ નિર્ણયોના પોઝિટિવ પરિણામ સામે આવશે. ઘરના રિનોવેશન માટે થોડાં પ્લાન બનાવી રહ્યા છો તો વાસ્તુની મદદ લો.

નેગેટિવઃ- કોઇ નજીકના સગા-સંબંધિ સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે. તમારી ભાવુકતા અને ઉદારતાનો કોઇ ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- અજાણ્યા અને નવા લોકો ઉપર વિશ્વાસ કરવાથી ધનહાનિ થવાની સંભાવના છે.

લવઃ- પરિવાર અને જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો રહી શકે છે.

-------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આર્થિક તથા જમીન-જાયદાદ સંબંધિત કાર્યોમાં વ્યસ્તતા બની રહેશે અને કોઇ ઉત્તમ સમાચારની પ્રાપ્તિ પણ થશે. તમારી ક્ષમતા પ્રમાણે કામને અંજામ મળવાથી પ્રસન્નતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ મિત્ર સાથે વિવાદ થઇ શકે છે. તમે તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. ક્યારેક-ક્યારેક તમારી અધિકારાત્મક પૂર્ણ વાણી અન્યને નિરાશ કરી શકે છે.

વ્યવસાયઃ- કરિયરમાં સ્થિરતા આવશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનમાં સંયમ રાખવો.

-------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ભૂતકાળના કડવા અનુભવોથી શીખ લઇને આ સપ્તાહ તમે તમારી કાર્યપ્રણાલીમાં થોડાં ફેરફાર કરી શકશો. જે શ્રેષ્ઠ સાબિત થશે તથા જીવનની ગાડી ફરીથી પાટા ઉપર આવી જશે.

નેગેટિવઃ- કોઇ બહારના વ્યક્તિ તમને મદદ કરવાની કોશિશ કરી શકે છે. ઉતાવળમાં કોઇપણ નિર્ણય લેશો નહીં. તમે તમારી બનાવેલી નીતિઓ ઉપર કામ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય ચાલતી રહેશે.

લવઃ- આ સમયે કોઇ જગ્યાએ ફર્લ્ટ કરવાની કોશિશ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે ગભરામણ થઇ શકે છે.

-------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે છેલ્લાં થોડા સમયથી ખૂબ જ વધારે મહેનત દ્વારા જે યોજનાઓ બનાવી હતી હવે તે લક્ષ્ય હાંસલ કરવાનો શુભ સમય આવી ગયો છે. તમારી યોગ્યતા અને આવડત લોકો સામે આવશે.

નેગેટિવઃ- આર્થિક રૂપથી સમસ્યાઓ વધી શકે છે. દરેક મુશ્કેલીઓનો સામનો તમે નિડરતાથી કરશો અને ઉકેલ પણ પ્રાપ્ત કરી લેશો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારી કાર્યપ્રણાલી ખૂબ જ ઉત્તમ રહેશે.

લવઃ- કોઇ વડીલનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- થાક જેવી સ્થિતિ રહેશે.

-------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે કોઇપણ કાર્યને કરતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ રિસર્ચ કરો અને તેના પોઝિટિવ અને નેગેટિવ સ્તર ઉપર વિચાર કરીને જ ગતિ આપો. ધર્મ અને આધ્યાત્મમાં પણ આસ્થા રાખો.

નેગેટિવઃ- જમીન સંબંધિત કોઇ કામ થવા જઇ રહ્યું હોય તો તેના ઉપર વધારે લાભની આશા કર્યાં વિના તે કાર્યને પૂર્ણ કરી લો. કોઇ નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ નોકરીયાત લોકો કોઇ કામના કારણે તણાવમાં રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

-------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે તમારા સંતુલિત સ્વભાવના કારણે બધાનું મન મોહી લેશો. વિદ્યાર્થીઓને પણ ઇન્ટરવ્યૂ અને કરિયર સંબંધિત પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના છે.

નેગેટિવઃ- આળસ અને વધારે આરામદાયક સ્થિતિને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તમારી શારીરિક ઊર્જાને જાળવી રાખો. મિત્રો સાથે વધારે સંપર્કમાં રહેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં યોગ્ય અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

-------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારો સંપૂર્ણ સમય પરિવાર અને ધન રોકાણ સંબંધિત કાર્યોમાં વ્યતીત થશે. કોઇ વારસાગત સંપત્તિ સંબંધિત મામલો ઉકેલાઇ જશે. જો કોઇ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તેને લઇને બધા કામ પૂર્ણ કરવાની કોશિશ કરો.

નેગેટિવઃ- તમારી યોજનાઓ અંગે સંપૂર્ણ વિચાર કરીને જ કાર્ય કરો. આજકાલ તમારા સ્વભાવમાં અકારણ જ ઉગ્રતા આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળે તમારી કોઇ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે.

લવઃ- પરિવારમાં બાળકો સાથે સંબંધિત કોઇ માંગલિક કાર્ય સંપન્ન થવાની યોજના બનશે.

સ્વાસ્થ્યઃ- ચામડીનું ઇન્ફેક્શન થઇ શકે છે.

-------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારા વ્યક્તિગત મામલાઓને ગુપ્ત રાખીને પૂર્ણ કરવાથી સફળતા મળશે અને કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. વડીલોના આશીર્વાદ તમારી ઉન્નતિનો માર્ગ ખોલી શકે છે.

નેગેટિવઃ- ઘરનું સમારકામ અને સજાવટ સંબંધિત કાર્યોમાં ખર્ચ વધી શકે છે. જેના કારણે માસિક બજેટ વધી જશે.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલાં વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- સંતાનના કરિયર સંબંધિત કોઇ શુભ સમાચાર મળવાથી ઘરનું વાતાવારણ સુંદર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...