તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Weekly Horoscope March 5th Week 2021: March Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપ્તાહિક ભવિષ્યફળ:મેષ, ધન અને કુંભ સહિત 7 રાશિના જાતકો માટે 3 એપ્રિલ સુધીનો સમયગાળો અશુભ રહેશે

એક મહિનો પહેલા
  • મકર રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે, કન્યા અને તુલા રાશિના લોકોના અટવાયેલાં કામ પૂર્ણ થશે

28 માર્ચથી 3 એપ્રિલની વચ્ચે ચંદ્ર કન્યા રાશિથી ધન રાશિ સુધી જશે. આ દિવસોમાં ચંદ્ર ઉપર રાહુ અને શનિની દૃષ્ટિ રહેશે. સાથે જ અંગારક, ગ્રહણ અને વિષયોગ પણ બનશે. આ અશુભ યોગના કારણે અનેક લોકો આ સપ્તાહ પરેશાન રહી શકે છે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ દિવસોમાં મેષ, વૃષભ, વૃશ્ચિક અને ધન રાશિના લોકોના કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે અને કામમાં મન લાગશે નહીં. ત્યાં જ, સિંહ, કુંભ અને મીન રાશિના લોકોને આર્થિક મામલે સાવધાની રાખવી પડશે. આ પ્રકારે 12માંથી 7 રાશિના લોકો માટે આ સપ્તાહ ઠીક રહેશે નહીં. આ સિવાય મિથુન, કર્ક, કન્યા, તુલા અને મકર રાશિના લોકો માટે આ 7 દિવસ શુભ રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- તમારી છેલ્લી ભૂલથી બોધપાઠ લઇને તમારા વર્તમાનને સારું બનાવો. આ સમયે મોટાભાગના કાર્યો તમારા મન પ્રમાણે સંપન્ન થશે. ભાઇઓ સાથે ચાલી રહેલાં કોઇ વાદ-વિવાદને એકબીજા સાથે મળીને ઉકેલો.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઇપણ નિર્ણય ન લેશો.પહેલાં કાર્યોને લગતી યોજનાઓની રૂપરેખા બનાવી લો. કોઇ પ્રકારનો ખોટો આરોપ તમારા ઉપર લાગી શકે છે, આ વાતનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રની દરેક ગતિવિધિ ઉપર નજર રાખો. કોઇ પ્રકારના દખલની યોજના અને કામ ખરાબ થઇ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ અને પોઝિટિવ વિચાર તમને સ્વસ્થ રાખશે.

------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને તમારી યોજનાને અંજામ આપો, સફળતા ચોક્કસ મળશે. પરિવાર સાથે મનોરંજન તથા સુખ-સુવિધાઓને લગતા કાર્યોમાં સયમ સુખમય પસાર થશે.

નેગેટિવઃ- બાળકો સાથે ગુસ્સાની જગ્યાએ મિત્રતાભર્યો વ્યવહાર કરો. કોઇપણ વાર્તાલાપ કરતી સમયે તમારા શબ્દોનો ઉપયોગ વિશેષ ધ્યાન રાખીને કરો. વિદ્યાર્થીઓનો મિત્રો સાથે વધારે સમય પસાર કરવાથી અને બેદરકારીના કારણે અભ્યાસમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં હાલ કઇંક નવું શરૂ કરવાની જગ્યાએ પોતાના કાર્યો ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર તમને દરેક પરિસ્થિતિમાં સરળતાથી ઉકેલ શોધવાની ક્ષમતા પ્રદાન કરી રહ્યું છે. અન્યની મદદ લેવાની જગ્યાએ તમારી કાર્ય ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. રોકાણને લગતી ગતિવિધિઓમાં પણ તમારો મોટાભાગનો સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ- કામ વધારે હોવાની અસર તમને શારીરિક અને માનસિક રૂપથી થકવી શકે છે. દેખાડાની પ્રવૃત્તિથી બચવું, તેના કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. ભાઇ-બહેનો સાથે પણ આર્થિક પક્ષને લઇને કોઇ પ્રકારનો મતભેદ ઊભો થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય ઉત્તમ છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી થવાથી ઘરમાં તમારો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- થાક હાવી રહેશે, માથાનો દુખાવો તથા માઇગ્રેન જેવી સમસ્યાઓથી પરેશાન થઇ શકો છો.

------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો સમય પસાર થશે. થોડા અનુભવી અને જવાબદાર લોકોના માર્ગદર્શનમાં ઘણું શીખવા મળી શકે છે. આ સમયે આર્થિક લાભની પણ સારી શક્યતાઓ છે.

નેગેટિવઃ- પારિવારિક અને સામાજિક કાર્યોમાં ધ્યાન ન આપીને અન્યની નિરાશાનો સામનો કરવો પડી શકે છે. જુગાર, સટ્ટો જેવા કાર્યોમાં રસ લેશો નહીં. કોઇ સાથે પણ વ્યવહાર કરતી સમયે ધ્યાન રાખો કે તમે કોઇ ષડયંત્રનો શિકાર થઇ શકો છો.

વ્યવસાયઃ- કામકાજમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત થઇ શકશે નહીં.

લવઃ- જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રીતે નબળાઇ અનુભવ કરશો તથા માનસિક થાક પણ રહેશે.

------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે પરિસ્થિતિ વધારે અનુકૂળ છે. આત્મવિશ્વાસ અને થોડી બેદરકારી દ્વારા તમારા મોટાભાગના કામ યોગ્ય રીતે પૂર્ણ થઇ શકે છે. તમારા વ્યવહારને વધારે પોઝિટિવ અને સહયોગાત્મક જાળવી રાખવાની કોશિશ તમારા માન તથા પ્રતિષ્ઠામાં વધારો કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે નાણાકીય કાર્યોમાં હિસાબ કરતી સમયે કોઇ પ્રકારની ભૂલ થઇ શકે છે. ઘરના વડીલ સભ્ય સાથે કોઇપણ પ્રકારના મતભેદમાં પડશો નહીં. પારિવારિક સભ્યોનું પણ માન-સન્માન જાળવી રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- છેલ્લી થોડી ખામીઓથી બોધપાઠ લઇને આ સપ્તાહ તમારી દિનચર્યામાં વધારે સુધાર લાવવાની કોશિશ કરશો. જેમાં તમે સફળ પણ રહેશો. પ્રતિષ્ઠિત લોકો સાથે સમય પસાર કરવો તમારામાં પોઝિટિવ પરિવર્તન લાવશે. આ સમયે અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- વડીલ તથા અનુભવી લોકો પાસેથી સલાહ લેવામાં સંકોચ ન કરો. તેમનું માર્ગદર્શન અને સહયોગ તમારા મનોબળને વધારશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. એટલે સાવધાન રહેવું.

વ્યવસાયઃ- આ સમયે પાર્ટનરશિપને લગતા કાર્યોમાં લાભદાયક પરિસ્થિતિ બની રહી છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનને લગતા કાર્યોમાં સમય પસાર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે.

------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડા વિશેષ કાર્યોને લગતી યોજનાઓ આ સપ્તાહ શરૂ થશે. ઘરની દેખરેખના કાર્યોમાં પણ સમય પસાર થશે. અન્યના દુઃખ અને તકલીફમાં તેમની મદદ કરવી તથા તમારો પોઝિટિવ વ્યવહાર સમાજમાં તમારી છાપ વધારે નિખારશે.

નેગેટિવઃ- ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો કેમ કે, અચાનક જ કોઇ ખર્ચ થવાની શક્યતા છે. તમારા વ્યક્તિગત જીવન સાથે જોડાયેલાં નિર્ણય જાતે જ લો. જો પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેવાનો પ્રોગ્રામ બની રહ્યો છે તો તેને ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હાજરી જરૂરી છે. કેમ કે, આ સમયે કર્મચારીઓ ઉપર વધારે વિશ્વાસ કરવો યોગ્ય નથી.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં તેમનો સહયોગ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે ગેસ અને કબજિયાત જેવી ફરિયાદ રહેશે.

------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. કોઇ ધાર્મિક આયોજનની પણ યોજના બનશે. કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સમસ્યા ખૂબ જ સારી રીતે ઉકેલાઇ જશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા મનોબળને વધારે મજબૂત કરશે.

નેગેટિવઃ- મિત્રો અને ખોટા કાર્યોમાં તમે તમારો સમય નષ્ટ ન કરો. કેમ કે તેના કારણણે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ વચ્ચે જ અટકી શકે છે. વિદ્યાર્થી વર્ગને પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- મનમાં થોડી બેચેની રહેશે, જેના કારણે કાર્યસ્થળમાં ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.

------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરમાં પરિવર્તનને લગતી થોડી યોજનાઓ બનશે. વ્યસ્તતા સિવાય તમે તમારા રસના કાર્યો માટે પણ સમય કાઢશો. બાળકોની સમસ્યાઓને ઉકેલવામાં તમારી કોશિશ સફળ રહેશે તથા તમે શ્રેષ્ઠ અભિભાવક સાબિત થશો.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇપણ પ્રકારના વાદ-વિવાદમાં પડશો નહીં, તેનાથી મામલો વધી શકે છે. કોઇ નજીકના સંબંધી પાસેથી દુઃખદ સમાચાર મળવાથી મન દુઃખી થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આ સમયે ભવિષ્યને લગતી કાર્ય પ્રણાલી ઉપર કોઇપણ યોજના ન બનાવો.

લવઃ- પરિવારજનો માટે ભેટ લાવવી તથા તેમની સાથે સમય પસાર કરવો વાતાવરણને સુખમય બનાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ભાગ્યના નક્ષત્રો પ્રબળ રહેશે. મહિલા વર્ગને તેમની યોગ્યતા અને કાર્યક્ષમતા દ્વારા મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ શકે છે, એટલે સંપૂર્ણ મન લગાવીને તમારા કાર્યો પ્રત્યે કોશિશ કરતા રહો. બાળકોની પોઝિટિવ ગતિવિધિઓમાં પણ સુખ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારી સફળતા અંગે અન્ય સામે વધારે ચર્ચા ન કરો. ઈર્ષ્યાની ભાવનાથી થોડા લોકો તમારા માટે નકારાત્મક વિચાર રાખી શકે છે. તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખીને શાંતિથી કામ લો. આ સમયે કોઇ પ્રકારની આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો આ સપ્તાહ અંત આવશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- કોઇ-કોઇ સમયે નકારાત્મક વિચારો ઊભા થવાથી તણાવ અને થાક અનુભવ થશે.

------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારી દિનચર્યામાં થોડા ફેરફાર આવશે. તેને તમે સ્વીકાર કરશો. આ ફેરફાર તમારા માટે પોઝિટિવ રહેશે. મહિલાઓ માટે આ સપ્તાહ વિશેષ રીતે શુભ રહેશે. તેમની ક્ષમતાઓ અને પ્રતિભાઓ લક્ષ્ય પ્રાપ્ત કરવામા મદદ કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ વિતેલી નકારાત્મક વાત તમારું વર્તમાન ખરાબ કરી શકે છે. વર્તમાન પરિસ્થિતિઓ ઉપર જ તમારી ઊર્જા લગાવો. કોઇપણ પ્રકારની ઉધારી રાખશો નહીં. તેના કારણે થોડા સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- તમારી ફાઇલ તથા પેપર વર્કને પૂર્ણ વ્યવસ્થિત રાખો.

લવઃ- પતિ-પત્નીમાં સહયોગાત્મક વ્યવહાર રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહી શકે છે.

------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારો સિદ્ધાંતવાદી દૃષ્ટિકોણ અને સંતુલિત વ્યવહાર પરિવાર તથા સમાજ બંને જગ્યાએ યોગ્ય માન-સન્માન જાળવી રાખશે. આ સમયે જો પ્રોપર્ટીને લગતું કોઇ કામ અટવાયેલું છે તો તેને પૂર્ણ કરવા માટે સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- ઉધારીને લગતા કોઇપણ પ્રકારના કાર્યોથી દૂર રહો. કેમ કે, દગાબાજી થવાની શક્યતાઓ છે. કોઇપણ કામમાં વધારે ચર્ચા-વિચારણામાં સમય લગાવશો નહીં. તેનાથી ઉત્તમ સમય હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં લીધેલો કોઇ ઠોસ નિર્ણય યોગ્ય સાબિત થશે અને સફળતા પણ મળશે.

લવઃ- તમારી સમસ્યાઓનો ઉકેલ કરવામાં તમારા જીવનસાથી અને પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટમાં દુખાવો અને ગેસની ફરિયાદ રહી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો