તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપ્તાહિક રાશિફળ:વર્ષના છેલ્લાં અઠવાડિયામાં થોડાં લોકો પરેશાન રહી શકે છે, તુલા, મકર સહિત 6 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંભ અને મીન સહિત 6 રાશિના લોકો માટે મહિનાનો છેલ્લો દિવસ સારો રહેશે, આ સપ્તાહ નક્ષત્રોનો સાથ મળી શકે છે

28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી 2021 સુધી ચંદ્ર વૃષભથી કર્ક રાશિ સુધી જશે. આ સપ્તાહની શરૂઆત અને છેલ્લાં દિવસોમાં 1-1 શુભ અને અશુભ યોગ બની રહ્યો છે. સપ્તાહની શરૂઆતમાં ચંદ્ર રાહુ-કેતુથી પીડિત રહેશે. ત્યાં જ છેલ્લાં દિવસોમાં શનિ સાથે વિષયોગ બનાવી રહ્યો છે. આ અશુભ યોગના કારણે થોડા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. ત્યાં જ સપ્તાહની શરૂઆતમાં ચંદ્ર ઉપર ગુરુની દૃષ્ટિ પડવાથી શુભ યોગ બની રહ્યો છે. સાથે જ છેલ્લાં દિવસોમાં ચંદ્ર ઉપર મંગળની દૃષ્ટિ પડવાથી થોડાં લોકોને મહાલક્ષ્મી યોગનું ફળ મળશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે વર્ષનું છેલ્લું સપ્તાહ વૃષભ, મિથુન, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકો માટે શુભ રહેશે. આ 6 રાશિના જાતકોને નક્ષત્રોનો સાથ મળી શકે છે. ત્યાં જ, મેષ, કર્ક, સિંહ, કન્યા, તુલા અને મકર રાશિના લોકો ઉપર મિશ્રિત અસર રહેશે. આ 6 રાશિઓ માટે આ 7 દિવસ સામાન્ય રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે 12 રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- તમે આકરી મહેનત અને પરિશ્રમથી તે બધું જ પ્રાપ્ત કરી લેશો જેની તમે ઇચ્છા રાખી છે. સફળતા અને ભાગ્ય ઉન્નતિના રસ્તાઓ પ્રબળ થઇ રહ્યા છે. તેનો ઉપયોગ કરવો તમારી ક્ષમતા ઉપર નિર્ભર કરે છે. યુવા વર્ગ પણ કોઇ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાથી તણાવમુક્ત રહેશે.

નેગેટિવઃ- તમારા ગુસ્સાને કંટ્રોલમાં રાખો તથા ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. આ સમયે હાથમાં રૂપિયા આવતાં જ કોઇ જગ્યાએ અટકી શકે છે. જેના કારણે મનમાં નિરાશા રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતાં કોઇપણ રોકાણ, ફંડ વગેરે મામલે સાવધાની રાખશો તો સારું રહેશે.

લવઃ- કામકાજની વ્યવસ્થા અને પારિવારિક જીવનની વચ્ચે યોગ્ય તાલમેલ સ્થાપિત કરીને રાખો.

સ્વાસ્થ્યઃ- વધારે મહેતનના કારણે થાક અને નબળાઇ રહેશે.

-----------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે તમારી યોજનાને શરૂ કરશો. જેમાં રચનાત્મક કાર્ય મુખ્ય રહેશે. આ દિવસોમાં તમારા સ્વભાવમાં પોઝિટિવ પરિવર્તન આવી રહ્યું છે. જેના કારણે પરિવાર અને સંબંધીઓ વચ્ચે તમારી છાપ સારી બનશે. તમારી ફિટનેસ માટે પણ તમે સમય આપશો.

નેગેટિવઃ- ઘરમાં કોઇ વડીલના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. હોસ્પિટલના ચક્કર વધી શકે છે. ઘરમાં વધારે અનુશાસન જાળવી રાખવું પણ પરિવારના લોકો માટે પરેશાની ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તાર કરવાને લગતી યોજના બની રહી હતી, તેને શરૂ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વાસી અને તળેલું ખાવાના કારણે લીવર ખરાબ થઇ શકે છે.

-----------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જે કામ છેલ્લાં થોડા સમયથી અટવાયેલું હતું તે આજે પૂરુ થવાના યોગ બની રહ્યા છે. તમારી યોગ્યતા અને પ્રતિભા લોકો સામે આવશે. તમારા સ્પર્ધીઓ ઉપર સફળતા અને વિજયની પ્રાપ્તિ પણ થશે.

નેગેટિવઃ- પરંતુ તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહમાં તમારો ખેલ ખરાબ થઇ શકે છે. જેનાથી પારિવારિક સુખ-શાંતિ પણ પ્રભાવિત થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્ય વિસ્તારની યોજના શરૂ થઇ શકે છે. પરંતુ તે યોજના ઉપર ફરી એકવાર નજર કરવી જરૂરી રહેશે.

લવઃ- ઘર-પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે તમારી પ્રાથમિકતા પહેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહેવાની જરૂરિયાત છે.

-----------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો તમને સફળતા આપશે. જેનાથી તમારું ભાગ્ય મજબૂત થઇ જશે. આવકના સ્ત્રોત મળી શકશે. ઘરમાં મોજમસ્તી અને મનોરંજનનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને જિદ્દ ઉપર કાબૂ રાખવું જરૂરી છે. મામા પક્ષ સાથે પણ તમારા સંબંધોમાં ખટાસ ઊભી થઇ શકે છે. સંબંધો ખરાબ થવાથી બચાવવા તમારી જવાબદારી છે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ અને એજ્યુકેશનને લગતાં વ્યવસાયમાં સફળતા મળી શકે છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- પિત્તને લગતી સમસ્યા થઇ શકે છે.

-----------------------

સિંહઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી તમે તમારું ધ્યાન તમારા વ્યક્તિત્વ અને પર્સનાલિટીને નિખારવામાં લગાવી રહ્યા છો. જેમાં તમને સફળતા પણ પ્રાપ્ત થશે. થોડા બહારના સંપર્ક સૂત્રો સાથે મળવાથી તમારી મહત્ત્વપૂર્ણ યોજના બનશે જે સફળ પણ રહેશે.

નેગેટિવઃ- પોતાના ઉપર સમય પસાર કરવાની સાથે-સાથે પરિવાર તથા સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો. ભાઇઓ સાથે પણ કોઇ પ્રકારનો મનમુટાવ થવાની સંભાવના છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ પ્રકારના સ્થાન પરિવર્તનની જરૂરિયાત રહેશે.

લવઃ- જીવનસાથીનો પરિવારની દેખરેખ કરવામાં તાલમેલ જાળવી રાખવામાં પૂર્ણ સમર્પણ રહેશે.

સ્વાસ્થ્યઃ- લોહીને લગતું ઇન્ફેક્શન થવાની સંભાવના છે.

-----------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી તમે ખૂબ જ અનુશાસિત તથા વ્યવસ્થિત દિનચર્યા જાળવી રાખી છે. જેનો પોઝિટિવ પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પડશે. થોડા પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત અનેક ગુંચવાયેલાં કાર્યોને વ્યવસ્થિત બનાવવામાં મદદ કરશે.

નેગેટિવઃ- થોડી નકારાત્મક પ્રવૃત્તિના મિત્ર તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે. તેમનાથી દૂર રહેવું જરૂરી છે. વધારે વિચારવાની જગ્યાએ યોજનાઓને ગતિ આપવી જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વધારે સ્પર્ધા જેવી સ્થિતિ બની શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડા વૈચારિક મતભેદ ઊભા થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરના કોઇ ભાગમાં ઇન્ફેક્શનના કારણે સોજા આવી શકે છે.

-----------------------

તુલાઃ-

પોઝિટિવઃ- વધારે વ્યસ્તતાના કારણે તમે ઘરમાં સમય પસાર કરી શકતાં નથ. પરંતુ તમારા ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં તમે સફળ રહેશો. તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે સફળતા તમારી નજીક રહેશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો કેમ કે, તેમના કારણે તમારી પણ માનહાનિ થઇ શકે છે. બાળકો તરફથી કોઇ પ્રકારનો તણાવ રહેશે. માતાના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની ગતિવિધિઓને લગતી થોડી પરેશાની ઊભી થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- ગુસ્સા અને ઉત્તેજના ઉપર કાબૂ રાખો.

-----------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે કોઇપણ કાર્યને પોતાની ચાણક્ય નીતિ દ્વારા પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. આર્થિક સ્થિતિ પણ વધારે સારી બનશે. રાજનૈતિક વ્યક્તિઓ સાથે સંબંધ તમારા માટે નવી ઉપલબ્ધિઓ પ્રદાન કરશે.

નેગેટિવઃ- વિતેલી વાતો સાથે સંબંધિત કોઇ મુદ્દો ફરી ઊભો થઇ શકે છે. જેના કારણે તણાવ સિવાય તમને કશું જ પ્રાપ્ત થશે નહીં. તમારા ગુસ્સા અને ઉત્તેજના ઉપર કાબૂ રાખીને કામ કરો.

વ્યવસાયઃ- ગર્વમેન્ટને લગતાં વ્યવસાયમાં ગતિ આવી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઇ ચામડીને લગતી સમસ્યા ઊભી થઇ શકે છે.

-----------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમે તમારી પારિવારિક અને વ્યવસાયિક જવાબદારીઓને સારી રીતે પૂર્ણ કરશો. યશ, કીર્તિ અને માન-સન્માનમાં વધારો થશે. અભ્યાસને લગતાં કાર્યોમાં રસ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે આગળ આવીને ભાગ લેશો.

નેગેટિવઃ- ભાઈ-બહેન સાથે સંબંધો ખરાબ થઇ શકે છે. પરિસ્થિતિઓ કેટલી પણ નકારાત્મક હોય, તમે પોઝિટિવિટી શોધી જ લેશો. પરંતુ માત્ર વાણી અને ગુસ્સા ઉપર કાબૂ રાખો નહીંતર તમારું કામ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહકર્મીનો પૂર્ણ સહયોગ મળશે. બુદ્ધિમત્તા અને ચતુરાઈથી વેપારમાં લાભ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

લવઃ- લગ્ન સંબંધોમાં ચાલી રહેલો તણાવ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને તાવ જેવી પરેશાની થઇ શકે છે.

-----------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારો મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓમાં પસાર થશે. કોઇ યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે. તમે પૂર્ણ ઊર્જા સાથે તમારા કામને પૂર્ણ કરશો અને સફળ પણ રહેશો.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીને લગતાં અશુભ સમાચાર મળવાથી પરિવારમાં થોડી નિરાશા રહેશે. તમારું કોઇપણ વાત અંગે વધારે વિચારવું તમારો તણાવ અને ચિંતા વધારી શકે છે.

વ્યવસાયઃ- તમારી વ્યવસાયિક ગતિવિધિઓ અંગે કોઇની સામે તમારી યોજના જાહેર ન કરો.

લવઃ- તમારી વ્યસ્તતાના કારણે જીવનસાથીનો પરિવારમાં પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- પીઠમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

-----------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ મોટાભાગનો સમય ઘરમાં પસાર થશે. તમારી અંદર એક વિશેષ આકર્ષણ શક્તિ રહેશે. જેના કારણે તમારા અન્ય લોકો સાથે સંબંધ વધારે મધુર રહેશે.

નેગેટિવઃ- ઘરમાં કોઇ વ્યક્તિની સગાઈને લગતો કોઇ નિર્ણય લેતાં પહેલાં તેની યોગ્ય તપાસ કરી લેવી. કોઇ પ્રકારની દગાબાજી થવાની સંભાવના બની રહી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી જે મંદી ચાલી રહી હતી તેમાં આશાની કોઇ નવી કિરણ જોવા મળશે.

લવઃ- પારિવારિક વાતાવરણ આરામદાયક અને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ પરેશાન કરી શકે છે.

-----------------------

મીનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અને સુકૂન અનુભવ થશે તથા તમે તમારા આત્મવિશ્વાસ સાથે તમારા અન્ય કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

નેગેટિવઃ- પ્રતિસ્પર્ધાના કાર્યોમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. પરાજયનો ભય તમારા ઉપર હાવી થઇ શકે છે. જેના કારણે તમારી અંદર નકારાત્મક વિચારો પણ ઊભા થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં મહેનત પ્રમાણે જ તમને લાભ પ્રાપ્ત થશે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે માંસપેશીઓમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો