તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Weekly Horoscope (29 August To 4 September) By Astrologer Dr. Ajay Bhambi, Cancer, Scorpio, Aquarius People Can Get Benefits In The Coming 7 Days, Gemini And Pisces People Should Be Alert.

સાપ્તાહિક રાશિફળ:આવનાર 7 દિવસોમાં કર્ક, વૃશ્ચિક, કુંભ રાશિના લોકોને લાભ મળી શકે છે, મિથુન અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધીનું રાશિફળ, જાણો તમારી રાશિ માટે આ સપ્તાહ કેવું રહેશે

રવિવાર, 29 ઓગસ્ટથી શનિવાર, 4 સપ્ટેમ્બર સુધીનો સમય કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે લાભદાયી રહી શકે છે. મિથુન અને મીન રાશિના લોકોએ સાવધાન રહીને કામ કરવું પડશે. આ સપ્તાહ ચંદ્ર ત્રણવાર રાશિ બદલશે. રવિવારે સવારે આ ગ્રહ મેષ રાશિથી વૃષભમાં આવી જશે. તે પછી 31 તારીખે મિથુનમાં અને 3 સપ્ટેમ્બરના રોજ કર્કમાં પ્રવેશ કરશે. આ સપ્તાહ સોમવારે જન્માષ્ટમી ઊજવવામાં આવશે. 2 સપ્ટેમ્બરના રોજ જયા એકાદશી છે અને 3 તારીખે બારસ રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓ માટે કેવું રહેશે આ સપ્તાહ....

મેષઃ-

પોઝિટિવઃ- ભાવનાઓની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરશે. બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહી શકે છે. કોઈ અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવાનો પણ યોગ્ય સમય છે.

નેગેટિવઃ- જો પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેવાની યોજના બની રહી છે તો તેના અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત છે. આર્થિક મામલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરીને પોતાની જ ગતિવિધિઓને સાચવો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થિતિ થોડી સારી રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરમાં કોઈ વડીલના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

--------------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરમાં મહેમાનોના આવવાથી બધાને પ્રસન્નતા રહેશે. કોઈ પારિવારિક મામલાઓનો પણ ઉકેલ મળી શકે છે. રોકાણને લગતી યોજનાઓ ઉપર ખાસ કરીને ધ્યાન આપો, કેમ કે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ધાર્મિક યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ- ઈર્ષ્યાની ભાવનાથી થોડા લોકો તમારી પીઠ પાછળ આલોચના કરી શકે છે. જેના કારણે તમારા આત્મબળમાં પણ ઘટાડો આવી શકે છે. આ સપ્તાહ ધનને લગતું કોઈપણ પ્રકારનું રિસ્ક ન લેશો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અચાનક જ કોઈ નવો ઓર્ડર મળવાથી વધારે આવકની સ્થિતિ બનશે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ રહી શકે છે.

--------------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ રહેશે. જેથી માનસિક સુકૂન મળી શકશે. તમે તમારા વ્યક્તિગત કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સમર્થ રહેશો. ઘરમાં બાળકોની કિલકારીને લગતી સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- અજાણ્યા વ્યક્તિઓ સાથે વધારે હળવા-મળવાનું રાખશો નહીં, તમે કોઈ દગાબાજીનો શિકાર થઈ શકો છો. તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઈ સામે ન કરો, નહીંતર તેનું પૂર્ણ થવું મુશ્કેલ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં હાલ યોગ્ય રીતે કામ કરવાથી મોટાભાગના કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ જશે.

લવઃ- તમારા દરેક કાર્યોમાં જીવનસાથીનો સહયોગ તમને ઊર્જાવાન જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી જેવી કોઈ પરેશાની વધી શકે છે.

--------------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સપ્તાહનું ગ્રહ ગોચર પૂર્ણ સ્વરૂપે તમારા પક્ષમાં છે. તમારી આર્થિક સ્થિતિ સારી અને સશક્ત રહેશે. આળસ છોડીને સંપૂર્ણ મનથી તમારા લક્ષ્ય પ્રત્યે સંલગ્ન રહો. ઘરનો કોઈ વિવાદિત મામલો પણ ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ- તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખો. આ સમયે ખોટા કા્યોમાં ધન ખર્ચ થવાની સ્થિતિ બની શકે છે. એટલે પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. જમીન કે વાહનને લગતું કોઈ ઋણ લેતા પહેલાં સલાહ લેવી.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તાર માટે થોડી નવી યોજનાઓ ઉપર વિચાર થશે.

લવઃ- લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈપણ પ્રકારની ખરાબ સંગતિ અને આદતથી દૂર રહો.

--------------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સપ્તાહ શાનદાર પસાર થશે. તમે તમારી આસપાસના પોઝિટિવ લોકો સાથે થોડો સમય પસાર કરીને પોતાની અંદર અદભૂત આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો. મનમાં ચાલી રહેલી કોઈ દુવિધાનું પણ સમાધાન મળી શકશે.

નેગેટિવઃ- આ સમયે આળસના કારણે થોડા કાર્યો ટાળવાની પણ પ્રવૃત્તિ રહેશે. જેના કારણે તમારું નુકસાન પણ થઈ શકે છે. મિત્રો સાથે વધારે હરવા-ફરવામાં સમય ખરાબ ન કરો.

વ્યવસાયઃ- સહયોગીઓ અને કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં.

લવઃ- કામ સાથે-સાથે પારિવારિક સભ્યોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમે તમારા વ્યક્તિત્વને નિખારવાને લગતી જે કોશિશ કરી છે, તેનું સારું પરિણામ તમને પ્રાપ્ત થવાનું છે. કોઈ નજીકના સંબંધીની પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તમને આત્મિક સુકૂન આપશે.

નેગેટિવઃ- કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલાં તેના દરેક સ્તર અંગે યોગ્ય વિચાર કરી લો. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં, તેના કારણે થોડા સંબંધોમાં અંતર આવી શકે છે.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતા મોટાભાગના કાર્યો ટાળો તથા કાર્યસ્થળે જ તમે વધારે ધ્યાન આપો.

લવઃ- તમારી કોઈપણ પરેશાનીમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે એલર્જી થઈ શકે છે.

--------------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાગ્ય ઉન્નતિના શુભ અવસર બનાવી રહ્યું છે. જે કામ છેલ્લાં ઘણાં સમયથી અટવાયેલું છે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષાનું પરિણામ તેમના પક્ષમાં મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે. કોઈ પ્રકારના રોકાણ કે લેવડદેવડને લગતા કાર્યો હાળ ટાળો. ભાવુકતાની જગ્યાએ પ્રક્ટિકલ થઈને તમારા કાર્યોને અંજામ આપો.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારને લગતી જે યોજના છેલ્લાં ઘણાં સમયથી બનાવી રહ્યા હતાં, તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં વિવાદનો ઉકેલ મળી શકશે.

સ્વાસ્થ્યઃ- વધારે વાસી ભોજન કરવાનું ટાળવું.

--------------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઈ પ્રકારની દુવિધા અને બેચેનીથી રાહત મળી શકે છે. પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. પરિવાર અને ફાયનાન્સને લગતા થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણયોના પોઝિટિવ પરિણામ સામે આવી શકે છે.

નેગેટિવઃ- મકાન, ગાડી વગેરેને લગતા કાગળ સાચવીને રાખો. ક્યારેક સપનામાં જ યોજના બનાવતા રહેશો, એટલે કલ્પનાઓમાં ન રહીને હકીકતમાં આવી જવું. બાળકોની પણ કોઈ સમસ્યાને લઇને તમે પરેશાન રહી શકો છો.

વ્યવસાયઃ- આ સપ્તાહ વેપારમાં થોડા નવા કરાર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઈ મુશ્કેલી થવાના કારણે દિનચર્યા વ્યવસ્થિત રહી શકશે નહીં.

--------------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર સારી પરિસ્થિતિ બનાવી રહ્યું છે, માત્ર યોજનાઓને યોગ્ય રીતે શરૂ કરવાની જરૂરિયાત છે. ઘરની દેખરેખ કે ફેરફારને લગતી પણ યોજનાઓ બનશે. અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારી દેખાડાની પ્રવૃત્તિ તમારા માટે જ નુકસાનનું કારણ બની શકે છે. તમારા વ્યવહારને સહજ અને સોમ્ય જાળવી રાખો. ઘરના વડીલોના માર્ગદર્શન અને સલાહ ઉપર અમલ કરો.

વ્યવસાયઃ- કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર રૂપિયાનું રોકાણ કરવું ભવિષ્યમાં ફાયદો આપી શકે છે.

લવઃ- લગ્નસંબંધો અને પ્રેમ સંબંધોથી હાલ દૂર રહો.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ઘરની સુખ-સુવિધાઓને લગતી ખરીદદારીમાં સમય પસાર થશે. કોઈ પ્રોપર્ટીને લગતો મામલો ઉકેલાઈ જવાની શક્યતા છે, એટલે કોશિશ કરતા રહો. યુવાઓને પોતાની મહેનત પ્રમાણે શુભ પરિણામ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે કોઈ મનમુટાવની સ્થિતિ ઊભી થઈ શકે છે, પરંતુ થોડી સમજદારીથી કામ લેવાથી પરિસ્થિતિ અનુકૂળ પણ થઈ જશે. કોઇ અજાણ વ્યક્તિની મદદ કરતી સમયે ધ્યાન રાખો કે તમારું નુકસાન થાય નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાં કરતા વધારે સારી રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારિક મંજૂરી મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવની પરેશાની રહી શકે છે.

--------------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારા મનમાં જે કલ્પનાઓ અને સપના છે તેને સાકાર કરવાનો યોગ્ય સમય છે. તમે તમારા કાર્યોને વ્યવસ્થિત રૂપથી સંપન્ન કરશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો. પ્રોપર્ટી વગેરે ઉપર પણ રોકાણ થઈ શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ તરફ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે, નહીંતર તેની નકારાત્મક અસર તમારા પરિણામ ઉપર પડી શકે છે. ઘરના વડીલ સભ્યોના માન-સન્માનમાં કોઈપણ પ્રકારનો સમજોતો ન કરો.

વ્યવસાયઃ- કામકાજમાં વધારે વ્યસ્ત રહી શકો છો. થોડા ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લેવા પડી શકે છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારું અસંતુલિત ભોજન પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા ઊભી કરી શકે છે.

--------------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સપ્તાહ સફળતા દાયક છે. તમારી યોજના તથા ગતિવિધિઓ અંગે કોઈ વ્યક્તિની સલાહ લો, ચોક્કસ જ તમને લાભ મળી શકે છે. કોઈ સમારોહમાં જવાનો પણ અવસર મળી શકે છે. મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓને લગતી જાણકારી પણ મળશે.

નેગેટિવઃ- યુવાઓ તથા વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઇને થોડી ચિંતામાં રહેશે. વાહનને લગતી થોડી મુશ્કેલી આવવાથી ખર્ચ વધારે રહેશે. કોઈપણ દસ્તાવેજ ઉપર સહી કરતા પહેલાં તેને યોગ્ય રીતે વાંચી લેવાં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આકરી મહેનત અને પરિશ્રમ દ્વારા તમે કોઈને કોઈ સફળતા પ્રાપ્ત કરી શકો છો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઔપચારિક વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કામકાજ વધારે રહેવાના કારણે સ્વાસ્થ્ય નબળું પડી શકે છે.