સાપ્તાહિક ભવિષ્યફળ:4 ઓક્ટોબર સુધી પાંચ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે, માત્ર 3 રાશિઓ માટે આ સપ્તાહ શુભ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અશુભ ગ્રહ-સ્થિતિમાં સપ્તાહની શરૂઆત થવાથી થોડાં લોકોની મુશ્કેલીઓ વધી શકે છે

આ સપ્તાહ ચંદ્ર મકરથી મેષ રાશિ સુધી જશે. સપ્તાહની શરૂઆતના દિવસમાં ચંદ્ર ઉપર શનિ અને રાહુની છાયા પડશે. જેમાં મેષ, વૃષભ, કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. નક્ષત્રોની અશુભ સ્થિતિના કારણે જોબ અને બિઝનેસમાં તણાવ વધી શકે છે. જરૂરી કામકાજમાં લીધેલાં નિર્ણય ખોટાં સાબિત થઇ શકે છે. ત્યાર બાદ સપ્તાહની વચ્ચેના દિવસ સામાન્ય રહેશે. જેનાથી મિથુન, કન્યા, મકર અને મીન રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. સપ્તાહના છેલ્લાં દિવસોમાં ચંદ્ર ઉપર ગુરુ અને મંગળની દૃષ્ટિ હોવાથી મહાલક્ષ્મી અને ગજકેસરી નામના શુભ યોગનું ફળ મળશે. જેનાથી સિંહ, ધન અને કુંભ રાશિના લોકો માટે સમય શુભ રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે આ સપ્તાહ 12માથી 5 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. 4 રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. ત્યાં જ, 3 રાશિના લોકો માટે આ 7 દિવસ શુભ રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે 12 રાશિઓનું ફળઃ-

મેષઃ-

પોઝિટિવઃ- લાંબા સમયથી અટવાયેલાં કાર્યો આ સપ્તાહ પૂર્ણ થવાની સંભાવના છે, એટલે તમારું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત કરો. સફળતા મળશે. પ્રોપર્ટીને લગતાં કામ સરળતાથી પૂર્ણ થઇ જશે.

નેગેટિવઃ- અસ્વસ્થતાના કારણે થોડો તણાવ અનુભવ થશે. જેનો પ્રભાવ તમારી કાર્ય ક્ષમતા ઉપર પણ પડશે. અજાણ્યા વ્યક્તિઓ ઉપર વિશ્વાસ કરશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ કર્મચારી સાથે કોઇ મતભેદ થઇ શકે છે એટલે મોટાભાગના નિર્ણય જાતે જ લો.

લવઃ- તમારા કોઇપણ કામમાં જીવનસાથીની સલાહ લેવી તમારા માટે સારી સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- પેટના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ રહેશે.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પારિવારિક ગતિવિધિઓને યોગ્ય રીતે જાળવી રાખવા માટે થોડી યોજનાઓ બનાવો. તેમાં સફળતા પણ મળશે. બાળકોને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી પ્રસન્ન રહેશો.

નેગેટિવઃ- વધારે ડિસિપ્લિનમાં રહેવું પરિવારના લોકોને પરેશાન કરી શકે છે. એટલે તમારા વ્યવહારમાં થોડું લચીલાપણું જાળવી રાખો. મામા પક્ષ સાથે સંબંધોમાં કોઇ પ્રકારની કડવાશ ઊભી થાય નહીં તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો રોમેન્ટિક રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતી ઋતુના કારણે કોઇ ઇન્ફેક્શન કે છાતિને લગતી કોઇ પરેશાની થઇ શકે છે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે કામની અપેક્ષા તમારા આરામ ઉપર ધ્યાન આપો. આવું કરવાથી તમારી અંદર ફરી નવી ઊર્જાનો સંચાર થશે. સામાજિક/ધાર્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- કોઇ પારિવારિક સભ્યના લગ્ન જીવનને લગતી સમસ્યા ઊભી થવાથી તણાવનું વાતાવરણ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગને લગતાં કાર્યોમાં વધારે ધ્યાન આપો.

લવઃ- ઘરમાં અનુશાસનપૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- પરિવારમાં કોઇ વરિષ્ઠ વ્યક્તિને એલર્જી જેવી કોઇ તકલીફ થઇ શકે છે.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. વિદ્યાર્થીગણ પૂર્ણ રૂપથી એકાગ્ર રહીને પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપી શકશે. તમારી ઉદારતા અને ભાવુકતા જેવા સ્વભાવથી લોકો સહજ પ્રભાવિત થઇ જશે.

નેગેટિવઃ- ધનના રોકાણને લગતાં નિર્ણયમાં સમજી-વિચારીને તપાસ કરવાની જરૂરિયાત છે. કોઇ કોર્ટને લગતાં મામલાઓમાં પરેશાની વધે તેવી સંભાવના છે.

વ્યવસાયઃ- કારોબારમાં કામ પ્રત્યે પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ જેમ કે, શરદી, ઉધરસ, તાવ વગેરે રહી શકે છે.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાવું અને તેમનો સહયોગ કરવો તમારા માન-સન્માનને વધારશે. સાથે જ, અધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. પ્રોપર્ટીની ખરીદીને લગતી કોઇ યોજના બની રહી છે તો તમારું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- કોઇ પ્રકારનું પેપર વર્ક કરતી સમેય તેના અંગે સાવધાની પૂર્વક વિચાર કરી લો. વર્તમાન નકારાત્મક વાતાવરણના કારણે ધનને લગતાં મામલાઓમાં થોડી કમી રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ આ સપ્તાહ સામાન્ય રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારું ધ્યાન તમારી કાર્ય ક્ષમતા અને પર્સનાલિટીને નિખારવામાં રહેશે. જેના દ્વારા તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા કાર્યોને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે. ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. ઘરને લગતું કોઇ સ્થાન પરિવર્તનની યોજના બની રહી છે તો તેના ઉપર ચર્ચા-વિચારણાં કરવાનો શુભ સમય છે.

વ્યવસાયઃ- મશીન વગેરેથી કાર્યોમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે.

લવઃ- પ્રેમ પ્રસંગોમાં તમારો સમય ખરાબ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- સિઝનમાં ફેરફાર થવાથી કોઇ શારીરિક કષ્ટ પડી શકે છે.

----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ મોટાભાગનો સમય ઘર-પરિવારના બાળકો સાથે આનંદમાં પસાર થશે. જેનાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે. તમે તમારી બુદ્ધિના બળે વ્યવહારિક દૃષ્ટિકોણ દ્વારા ઘર અને વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખશો.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો અને જિદ્દી સ્વભાવ નુકસાનદાયક રહેશે. પરિવારના સભ્ય તેને નજરઅંદાજ કરી શકશે. છતાંય તમે તમારી આ ખામી ઉપર કંટ્રોલ કરો.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાયમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે.

લવઃ- ઘર-પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરવાની સાથે-સાથે પતિ-પત્નીએ પોતાના સંબંધોને પણ સમય આપવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક-ક્યારેક થોડા ડિપ્રેશન જેવી સ્થિતિ અનુભવ થશે.

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારા સ્વભાવમાં ભાવુકતા વધારે રહેશે. મોટાભાગનો સમય અન્યની મદદ અને ધર્મ-કર્મના કાર્યોમાં પસાર થશે. બાળકોને લગતાં કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ બહારના વ્યક્તિના કારણે તમને ધનને લગતી કોઇ સમસ્યા ઊભી થઇ શકે છે. તમે નાની-નાની વાતોથી વધારે નિરાશ થશો જેના કારણે તણાવની સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ કામ સાવધાનીપૂર્વક કરો.

લવઃ- પતિ-પત્નીનું એકબીજા પ્રત્યે વધારે આશા રાખવું સંબંધો માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી થોડી પરેશાની અનુભવ થશે.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- લાભદાયક સંપર્ક સૂત્ર બનશે. અન્યની સમસ્યાને સમજવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે અને પ્રતિષ્ઠા વધશે. તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. જમીન, વાહનને લગતી ખરીદારીને લઇને ઉધાર લેવું પડી શકે છે. ચિંતા કરશો નહીં, આ તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિનું કારણ બનશે.

વ્યવસાયઃ- આ સપ્તાહ તમે માર્કેટિંગ અને કામના પ્રમોશનમાં વધારે ધ્યાન આપશો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહેવું.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ભાઇઓ સાથે મળીને થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ ઉપર વાતચીત થઇ શકે છે જેનું સારું પરિણામ સામે આવશે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવ અને વિચારો ઉપર નિયંત્રણ રાખો. તમારો શંકાવાળો સ્વભાવ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં દરેક કામમાં પાક્કા બિલ દ્વારા જ લેવડ-દેવડ કરો.

લવઃ- પતિ-પત્ની પોત-પોતાની વ્યસ્તતાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વભાવમાં ચીડિયાપણું અને તણાવ રહેવાના કારણે આત્મબળમાં ઘટાડો અનુભવ થશે.

----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે તમારી કાર્યક્ષમતાના બળે ધનને લગતી થોડી નીતિઓ પ્લાન કરશો અને તેમાં સફળતા પ્રાપ્ત થશે. પારિવારિક સુખ-સુવિધાઓ ઉપર ખર્ચ વધારે થશે.

નેગેટિવઃ- પરિવારના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને તણાવ રહી શકે છે. તમારી નિયમિત દેખરેખની જરૂરિયાત રહેશે. બહારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેવાના કારણે તેમને નજરઅંદાજ કરશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં સ્થાન પરિવર્તન કે ઇન્ટીરિયરમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ- વાતાવરણમાં ફેરફાર થવાના કારણે જીવનસાથીના સ્વાસ્થ્યમાં થોડી નરમી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઇ ધાર્મિક આયોજનમાં જવાનો અવસર પ્રાપ્ત થશે. સંબંધીઓ સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. કોઇ અટવાયેલું પેમેન્ટ આવી જવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

નેગેટિવઃ- ઘરની કોઇ સમસ્યાને લઇને વધારે ગુસ્સો કરવાથી બચવું. કેમ કે, તેના કારણે પરિસ્થિતિઓ વધારે ખરાબ થશે અને તેનો કોઇ ઉકેલ પણ મળશે નહીં. સાથે જ, ઘરના વડીલોને પણ અપમાન અનુભવ થશે.

વ્યવસાયઃ- આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં કોઇપણ પ્રકારનું પેપર વર્ક કરતી સમયે વધારે સાવધાની જાળવો.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઇ પ્રકારની પરેશાની ઊભી થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...