• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Wednesday and Ekadashi yoga, anointing Lakshmi Vishnu with saffron mixed milk by dextral conch, worship Riddhi siddhi with Ganesha

વ્રત / બુધવાર અને એકાદશીનો યોગ, દક્ષિણાવર્તી શંખ દ્વારા કેસર મિશ્રિત દૂધથી લક્ષ્મી-વિષ્ણુનો અભિષેક કરવો, ગણેશજી સાથે રિદ્ધિ-સિદ્ધિની પૂજા કરો

X

  • આજે દેવશયની એકાદશી, ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અર્પણ કરો

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 12:55 PM IST

આજે બુધવાર અને એકાદશીનો યોગ છે. આ અગિયારસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ તિથિથી ભગવાન વિષ્ણુ વિશ્રામ કરે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ તિથિએ વિષ્ણુ-લક્ષ્મી સાથે ગણેશ અને રિદ્ધિ-સિદ્ધિની પણ પૂજા કરવી જોઇએ.

વર્ષભરની બધી જ એકાદશીઓનું મહત્ત્વ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના એકાદશી મહાત્મ્ય અધ્યાયમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એકાદશી વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પાપમાંથી મુક્તિ મળે છે. આ દિવસે વ્રત કરવામાં આવે છે અને પૂજા બાદ જરૂરિયાતમંદ લોકોને દાન કરવામાં આવે છે.

વિષ્ણુ-લક્ષ્મીનો અભિષેક કરોઃ-
દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને અભિષેક કરો. પૂજામાં ફળ-ફૂલ, ગંગાજળ, ધૂપ દીપ અને પ્રસાદ વગેરે અર્પણ કરો. વ્રત કરનાર વ્યક્તિએ આ દિવસે એક સમયે ફળાહાર કરવો જોઇએ. રાતે ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવવો. કેળા અને હલવાનો ભોગ ધરાવો. પીળા વસ્ત્ર ચઢાવો. ભગવાનના મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. બીજા દિવસે એટલે બારસ તિથિએ કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને ધન, અનાજ, છત્રી અને વસ્ત્રોનું દાન કરો.

એકાદશીએ ગણેશજી સાથે રિદ્ધિ-સિદ્ધિની પૂજા પણ કરોઃ-
ગણેશજી સાથે જ રિદ્ધિ-સિદ્ધિની પણ પૂજા કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને શ્રીગણેશાય નમઃ મંત્રનો જાપ 108વાર કરો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી