તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપાસના:દેવી-દેવતાઓની મૂર્તિઓ, શંખ અને જનોઈને ક્યારેય જમીન ઉપર રાખવા જોઇએ નહીં

10 મહિનો પહેલા
 • કોઇને દાન આપવાનો સંકલ્પ લીધો હોય તો નિશ્ચિત સમયે તે સંકલ્પને પૂર્ણ કરવો જોઇએ

પૂજા-પાઠ કરતી સમયે થોડી વાતોનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે તો પૂજા જલ્દી સફળ થઇ જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે પૂજા સાથે જોડાયેલી થોડી એવી વસ્તુઓ છે, જેને ક્યારે જમીન ઉપર રાખવી જોઇએ નહીં. પૂજામાં દીવો, શિવલિંગ, શાલિગ્રામ, મણિ, દેવી-દેવતાઓની મૂર્તિઓ, જનોઇ, સોનું અને શંખ ઊંચા સ્થાને રાખવું જોઇએ. જમીન ઉપર રાખતાં પહેલાં સાફ કપડું પાથરવું જોઇએ.

 • દર મહિનાની અમાસ, પૂનમ, ચૌદશ અને આઠમ તિથિએ માંસાહારનું સેવન કરવાથી બચવું જોઇએ. આ તિથિઓમાં વિશેષ પૂજા-પાઠ કરવાં જોઇએ.
 • આપણે કોઇપણ પરિસ્થિતિમાં પિતા, માતા, પુત્ર, પુત્રી, પતિવ્રતા પત્ની, શ્રેષ્ઠ પતિ, ગુરુ, અનાથ સ્ત્રી, બહેન, ભાઈ, દેવી-દેવતા અને જ્ઞાની લોકોનો અનાદર કરવાથી બચવું જોઇએ. આ લોકોનો અનાદર કરવાથી પૂજા કર્મ નિષ્ફળ થઇ જાય છે.
 • જો કોઇ વ્યક્તિએ દાન કરવાનો સંકલ્પ લીધો હોય તો નિશ્ચિત સમયે દાન સંકલ્પ પૂર્ણ કરવો જોઇએ. દાન આપવામાં એક દિવસનું મોડું થઇ જાય તો બેગણું દાન કરવું જોઇએ. જો એક મહિનાનું મોડું થઇ જાય તો દાન સોગણું વધી જાય છે. સમય સાથે દાન વધતું રહે છે. એટલે જ, અકારણ દાન આપવામાં મોડું કરવું નહીં.
 • આપણે જ્યારે બહારથી પાછા ફરીને ઘરમાં આવીએ છીએ ત્યારે સીધો ઘરમાં પ્રવેશ કરવો જોઇએ નહીં. મુખ્ય દ્વાર બહાર બંને પગ અને હાથને સાફ પાણીથી ધોઇ લેવા જોઇએ. ત્યાર બાદ જ ઘરમાં પ્રવેશ કરવો. આવું કરવાથી ઘરની પવિત્રતા અને સ્વચ્છતા બની રહે છે અને ગંદકી ઘરની બહાર જ રહે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો