તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Vrish Sankranti 2021 Surya Ka Rashi Parivartan (Planetary Positions) 2021 | Sun Transit In Tarus Impact On Zodiac Signs | Vrish Sankranti History, Significance Its Importance

સૂર્યનું રાશિ પરિવર્તન:14 જૂન સુધી વૃષભ, મિથુન, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ક, સિંહ, ધન અને મીન રાશિના લોકો માટે સમય શુભ રહેશે, જોબ અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળી શકે છે

14 મેના રોજ સૂર્ય વૃષભ રાશિમાં આવી ગયો. હવે 14 જૂન સુધી આ રાશિમાં રહેશે. સૂર્યની ચાલમાં આ ફેરફારની અસર બધી જ રાશિઓ ઉપર પડશે. સૂર્યના કારણે લોકોના સ્વાસ્થ્ય અને રોજિંદાના કાર્યો ઉપર વધારે અસર પડશે. સૂર્યના કારણે દરેક વ્યક્તિના જીવનમાં ફેરફાર થાય છે. સૂર્યના કારણે જ આત્મવિશ્વાસ વધે છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્યના રાશિ બદલવાથી કર્ક, સિંહ, ધન અને મીન રાશિના લોકો માટે સમય શુભ રહી શકે છે. ત્યાં જ મેષ, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. પરંતુ વૃષભ, મિથુન, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોને લગભગ એક મહિના સુધી સાવધાન રહેવું પડશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓ ઉપર સૂર્યની અસરઃ-

મેષઃ- સૂર્યના રાશિ પરિવર્તનથી સમય સામાન્ય રહેશે. લવ લાઇફ અને લગ્ન જીવન માટે સમય ઠીક રહેશે. બાળકોને લગતી ચિંતા દૂર થઇ શકે છે. નવી યોજનાઓ પણ આ દિવસોમાં બની શકે છે. માથાનો દુખાવો અને રોગ થઇ શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની રહેશે. ખર્ચ વધી શકે છે.

વૃષભઃ- સૂર્યના રાશિ બદલવાના કારણે લગ્નજીવનમાં તણાવ વધી શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. પ્રોપર્ટીને લગતો વિવાદ થઇ શકે છે. કોઈ દુર્ઘટના બની શકે છે. જૂની પરેશાનીઓ ફરીથી વધી શકે છે.

મિથુનઃ- સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે ઠીક રહેશે નહીં. તેના કારણે ખર્ચ વધી શકે છે. દુશ્મન પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્યના મામલે પણ સમય ઠીક રહેશે નહીં. તાવ, માથાનો દુખાવો અને આંખ સાથે જોડાયેલી પરેશાની રહેશે. આ દિવસોમા તમે કોઈપણ ગેરકાયદેસર અને ખોટા કામ કરવાથી બચો. સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળી શકશે. તેનાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. તણાવભર્યો સમય રહેશે.

કર્કઃ- સૂર્યના પ્રભાવથી તમારા માટે સમય સારો રહેશે. નોકરી અને બિઝનેસમાં અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. આ દિવસોમાં ધનલાભ થઇ શકે છે. નવી યોજનાઓ બનશે. તેના ઉપર કામ પણ થશે અને તમને સફળતા પણ મળશે. બાળકોને લગતા મામલે રાહત મળી શકે છે. બાળકો સાથે સારો સમય પસાર થશે. તમારી કોઈ ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. તમારા કામકાજ અને યોજનાઓના વખાણ થઇ શકે છે. લવ લાઇફને લઇને સાવધાન રહેવું પડશે. આજે ફાયદાકારક રોકાણ પણ કરી શકો છો.

સિંહઃ- સૂર્યના રાશિ બદલવાથી નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. બિઝનેસમાં પણ ઉન્નતિ થવાની શક્યતા છે. મોટા લોકો સાથે સંબંધ સારા બનશે. સૂર્યના પ્રભાવથી તમને સન્માન મળી શકે છે. સુખ પણ વધશે. પરિવારમાં શાંતિ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, રોગ પ્રતિરોધક ક્ષમતા વધી શકે છે. જૂની પરેશાનીઓ દૂર થઇ શકે છે. પ્રોપર્ટીને લગતા મહત્ત્વપૂર્ણ મામલાઓ સામે આવી શકે છે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

કન્યાઃ- સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી સમય સામાન્ય રહેશે. નોકરી અને બિઝનેસ માટે સમય મિશ્રિત રહી શકે છે. ખર્ચ વધી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં પણ સાવધાન રહેવું. સૂર્યના કારણે બીમારીઓ સામે લડવાની તાકાત મળી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહી શકે છે. આ દિવસોમાં તમે ફાલતૂ ખર્ચ ઉપર કંટ્રોલ કરી લેશો. તમારી બચત વધશે. દૂર સ્થાને રહેતા લોકો સાથે વાતચીત થશે. તેમની પાસેથી તમને મદદ પણ મળી શકે છે. તમારું સન્માન વધી શકે છે. મહેનત વધારે કરવી પડી શકે છે.

તુલાઃ- સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી તમારે સાવધાન રહેવું પડશે. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. શરીરમાં ગરમી વધી શકે છે. સરકારી કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. આ દિવસોમાં ધનહાનિ પણ થઇ શકે છે. મહેનત વધારે કરવી પડી શકે છે. પિતા અને અન્ય મોટા લોકો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. વિવાદ થવાની શક્યતાઓ છે. સાવધાન રહેવું પડશે.

વૃશ્ચિકઃ- સૂર્યના રાશિ બદલવાથી રોજિંદા કામકાજમાં વિઘ્ન આવી શકે છે. સ્વાસ્થ્યને લગતા મામલે સાવધાની રાખવી પડશે. લગ્નજીવન અસ્ત-વ્યસ્ત રહેશે. મહેનત વધારે કરવી પડશે પરંતુ તમને ફાયદો મળી શકશે નહીં. માથાનો દુખાવો અને આંખને લગતી પરેશાની થઇ શકે છે. લગ્નજીવનમાં તણાવ વધશે અને સુખમાં ઘટાડો આવી શકે છે.

ધનઃ- સૂર્યના રાશિ બદલવાથી તમારા માટે સમય સારો રહેશે. આ દિવસોમાં તમને ધનલાભ થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. અટવાયેલા રૂપિયા મળવાના યોગ છે. સૂર્યના કારણે મહેનત વધારે રહેશે અને તેનો ફાયદો પણ તમને મળશે. દુશ્મનો ઉપર જીત મળી શકે છે. કામકાજમાં આવી રહેલા વિઘ્નો દૂર થવા લાગશે. અટવાયેલું કામ ફરીથી શરૂ થવા લાગશે.

મકરઃ- વૃષભ રાશિમાં સૂર્યના આવી જવાથી તમારે સાવધાન રહેવું પડશે. બાળકોને લગતી પરેશાની થઇ શકે છે. બાળકનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આ દિવસોમાં તમે થોડી ગુપ્ત યોજનાઓ પણ બનાવી શકો છો. તેના ઉપર કામ કરવાથી તમારો સમય પણ ખરાબ થઇ શકે છે. જોકે, આ દિવસોમાં તમારા અટવાયેલા રૂપિયા પણ તમને પાછા મળી શકે છે, પરંતુ તમારે સમજી-વિચારીને રોકાણ કરવા પડશે.

કુંભઃ- સૂર્યના રાશિ પરિવર્તનથી તમારું સુખ વધશે. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોનું સંપૂર્ણ ધ્યાન કામ ઉપર રહેશે. આ દિવસોમા માનસિક તણાવ વધશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. માતા સાથે કોઇ વાત અંગે મનમુટાવ થઇ શકે છે. સૂર્યના પ્રભાવથી પારિવારિક તણાવ વધી શકે છે. જીવનસાથીના કામકાજથી તમને ફાયદો મળી શકે છે. રોજિંદા કાર્યોને લઇને પરેશાન રહેશો.

મીનઃ- સૂર્યના પ્રભાવથી તમારા માટે સમય સારો રહેશે. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો મન લગાવીને કામ કરશે અને મહેનત પણ વધારે કરશે. જેનો ફાયદો તમને મળી શકે છે. આ દિવસોમાં અનેક મામલે તમને કિસ્મતનો સાથ મળી શકે છે. તમે તમારા પ્રભાવથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરી શકો છો. યાત્રાનો યોગ બની રહ્યો છે, પરંતુ તમારે સાવધાન રહેવું પડશે.