તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Vrish Sankranti 2021 Hindu Teej Tyohar 2021 | Sun Planet In Taurus Sign (Vrishabha Rashi), Vrish Sankranti Vrat Katha Story Importance And Significance

વૃષભ સંક્રાંતિ:આ પર્વમાં સૂર્યને અર્ઘ્ય આપવું; અનાજ-જળના દાનથી ઉંમર વધશે, વૃષભ અને સિંહ સહિત 6 રાશિના જાતકોને લાભ મળી શકશે

5 મહિનો પહેલા
  • વૃષભ સંક્રાંતિએ સૂર્યોદય પહેલાં સ્નાન કરવાની પરંપરા છે, આ દિવસે દાન, વ્રત અને પૂજા-પાઠ કરવાથી ધીમે-ધીમે ખરાબ સમય દૂર થાય છે

14 મેના રોજ સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાથી વૃષભ રાશિમાં આવી જશે. આ દિવસે વૃષભ સંક્રાંતિ ઊજવવામાં આવે છે. સંક્રાંતિ પર્વમાં સ્નાન, દાન, વ્રત અને પૂજા-પાઠનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. પરંતુ કોરોનાના કારણે નદીઓમાં સ્નાન કરવાથી બચવું જોઈએ અને ઘરના પાણીમાં જ ગંગાજળ અથવા અન્ય પવિત્ર નદીઓનું જળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. વૃષભ સંક્રાંતિએ પાણીમા તલ મિક્સ કરીને સ્નાન કરવાથી બીમારીઓ દૂર થાય છે અને લાંબી ઉંમર મળે છે.

સંક્રાંતિ શું હોય છેઃ-
સૂર્યનું એક રાશિમાથી બીજી રાશિમાં જવું સંક્રાંતિ કહેવાય છે. 12 રાશિ હોવાથી આખા વર્ષમાં 12 સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવે છે. એટલે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે દર મહિનાની વચ્ચેના સમયગાળામાં સૂર્ય રાશિ બદલે છે. સૂર્યના રાશિ બદલવાથી વાતાવરણમાં ફેરફાર થવા લાગે છે. સાથે જ દરેક સંક્રાંતિએ પૂજા-પાઠ, વ્રત-ઉપવાસ અને દાન કરવામાં આવે છે. ત્યાં જ, ધન અને મીન સંક્રાંતિના કારણે મળમાસ અને ખરમાસ શરૂ થઈ જાય છે. એટલે એક મહિના સુધી માંગલિક કાર્યો થઈ શકતા નથી.

વૃષભ સંક્રાંતિનું મહત્ત્વઃ-
હિંદુ કેલેન્ડર પ્રમાણે 14 કે 15 મેના રોજ વૃષભ સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવે છે. સૂર્યની ચાલ પ્રમાણે તેની તારીખ બદલાતી રહે છે. આ દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ છોડીને વૃષભમા પ્રવેશ કરે છે. જે 12માથી બીજા નંબરની રાશિ છે. વૃષભ સંક્રાંતિ વૈશાખ મહિનામા આવે છે. આ મહિને સૂર્ય રોહિણી નક્ષત્રમા આવે છે અને નવ દિવસ સુધી ગરમી વધારે છે. જેને નવતપા પણ કહેવામાં આવે છે. વૃષભ સંક્રાંતિમા જ ગ્રીષ્મ ઋતુ પોતાની ચરમ સીમાએ રહે છે. એટલે આ દિવસોમાં અનાજ અને જળના દાનનું વિશેષ મહત્ત્વ છે.

વૃષભ સંક્રાંતિમા જ ગ્રીષ્મ ઋતુ પોતાની ચરમ સીમાએ રહે છે. એટલે આ દિવસોમાં અનાજ અને જળના દાનનું વિશેષ મહત્ત્વ છે
વૃષભ સંક્રાંતિમા જ ગ્રીષ્મ ઋતુ પોતાની ચરમ સીમાએ રહે છે. એટલે આ દિવસોમાં અનાજ અને જળના દાનનું વિશેષ મહત્ત્વ છે

વૃષભ રાશિમાં સૂર્યનું આ પરિભ્રમણ દરેક રાશિના જાતકોને તેમની ચંદ્ર રાશિ પ્રમાણે કેવું રહેશે તે અંગે જણાવતા જાણીતા જયોતિષી પ્રદ્યુમન ભટ્ટ(ashishrawal13677@gmail.com)ના જણાવ્યા પ્રમાણે....

મેષઃ- ઉગ્ર વાણી દ્વારા સંબંધ બગડે. આકસ્મિક અકસ્માત થઈ શકે. માતા સાથે બગડેલ સંબંધ સુધરી શકે છે.

વૃષભઃ- ધ્યાન, યોગ પ્રાણાયામના માર્ગમાં રસ વધે. લગ્નજીવનમાં ઝધડાઓ શક્ય છે. સંતાન પાસેથી શુભ સમાચાર મળી શકે.

મિથુનઃ- આકસ્મિક ખર્ચાઓ આવી શકે છે. નાના ઓપરેશનની શકયતા છે.

કર્કઃ- અનેકવિધ રીતે આર્થિક લાભો થઈ શકે. પરીવારમાં માંગલિક કાર્યો યોજાઈ શકે છે. નવા વિદ્યા ક્ષેત્રે ઉત્તમ તક મળી શકે છે.

સિંહઃ- સરકારી લાભ થઈ શકે. માતાને માદંગી આવી શકે. માન-સન્માન પદ પ્રતિષ્ઠા મળી શકે.

કન્યાઃ- ધાર્મિક પ્રવાસ-પર્યટન થઈ શકે. નવા સાહસ કરી શકાય. ડાબી આંખે તકલીફ સંભવ છે.

તુલા:- મોમાં ચાદા પડી શકે. વાહન અકસ્માત શક્ય છે. વડીલો પાસેથી લાભ થાય.

વૃશ્ચિકઃ- વાણીમાં ઉગ્રતા આવી શકે. લગ્રજીવનમાં મંત-મંતાર સંભવ છે. ભાગીદારમાં ઝધડાઓ થાય.

ધનઃ- દુશ્મનો ઉપર વિજય શક્ય રહેશે. સરકારી અધિકારીઓ સાથે નવા સંબંધ બંધાય. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

મકરઃ- શેરબજારમાંમાં લાભ થઈ નકે. નવા મિત્રોની મુલાકાતથી શુભ તક. જૂના રોગો ઉથલો મારી શકે છે.

કુંભઃ- માનસિક શાંતિ હણાય. નવી કામગીરીમાં સફળતા મળે. નવા-નવા અનેકવિધ પ્રશ્નો પેચીદા બને.

મીનઃ- નવા સાહસ, કરાર કે ટૂંકી મુસાફરી કરવાથી ધનલાભ. ભાગ્ય પરિવર્તન થાય. કબજિયાતને લગતી તકલીફ વધે.