• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Virgos Will Easily Get Rid Of Major Problems With Important Knowledge Related To Work, How Will The Time Be For The Other 11 Zodiac Signs?

શુક્રવારનું ટેરો ભવિષ્ય:કન્યા જાતકોને કામને લગતી મહત્વની જાણકારીથી મોટી સમસ્યાઓ સરળતાથી દૂર थશે, બીજી 11 રાશિઓ માટે કેવો રહેશે સમય?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ FOUR OF SWORDS

સ્વાસ્થ્યને લગતી ઉત્પન્ન થતી નાની-મોટી તકલીફોને લીધે કામની યોજનાઓમાં ફેરફાર કરવાની જરૂર રહેશે. રૂપિયાને લગતી ચિંતા વધી શકે છે. પરંતુ તે સમસ્યા દિવસના અંતે ઉકેલાઈ જશે. પરિવારના લોકો દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે અપેક્ષાઓનો બોજો લાગશે. હાલના સમયે માત્ર પોતાને માનસિક અને શારીરિક રીતે શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન આપો.

કરિયરઃ- વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને માર્કેટિંગને લગતી ભૂલોને કારણે નુકસાન થઈ શકે છે.

લવઃ- રિલેશનશીપને લગતી બાબતોની ચર્ચા કે ચિંતા આજે ન કરશો.

હેલ્થઃ- પેટની બળતરાને કંટ્રોલમાં લાવવી જરૂરી છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

-------------------------------------

વૃષભ EIGHT OF SWORDS

કામને લગતી આપવામાં આવેલ ડેડલાઈનથી તણાવ વધશે. કામનો બોજો આજે વધુ લાગશે જેને કારણે બીજી બાબતો તરફ ધ્યાન આપવું શક્ય નહીં બને. પરિવારના લોકોની સાથે અંતર લાગશે, પરંતુ તે તમારા જીવનમાં વધી રહેલી વ્યસ્તતાને કારણે છે. કોઈપણ નકારાત્મક વાત નથી એટલે ચિંતા કરવાની જરૂર નથી. કામ સારી રીતે પૂરું કરવા પ્રયાસ કરજો.

કરિયરઃ- કામ માટે યાત્રાને લગતી યોજનાઓ તમે બનાવી શકો, પરંતુ તેને અમલમાં લાવવામાં સમય લાગશે.

લવઃ- પાર્ટનર સાથે વાતચીત ઓછી થવાને કારણે એક-બીજાની પ્રત્યે નારાજગી અનુભવાશે.

હેલ્થઃ- ખાંસી અને ગળાના સોજાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

-------------------------------------

મિથુન THE EMPRESS

પરિવારને લગતી કેટલીક વાતો બગડતી લાગશે જેના કારણે ઉદાસીનતા અનુભવાશે પરંતુ પોતાને કોઈ વાતે નકારાત્મક બિલકુલ ન બનાવો. હાલ ઈમોશનલી રીતે દરેક વાત ગુંચવાયેલી લાગશે તેને ઉકેલવા માટે આપસી સામંજસ્ય બનાવી રાખજો સાથે જ એક-બીજા પ્રત્યે સંયમ પણ દેખાડવાની જરૂર છે.

કરિયરઃ- જે કામને મેળવવાની તમારી ઈચ્છા છે તે કોઈ બીજાને મળવાથી તમારી અંદર બેચેની અને ઈર્ષાની ભાવના પેા થઈ શકે છે. ધીરજ રાખો તમને આવી તકો ફરી મળશે.

લવઃ- પાર્ટનર દ્વાાર લાવવામાં આવેલ દબાણને લીધે જીવનમાં ફેરફાર લાવવાની ભૂલ થઈ શકે છે.

હેલ્થઃ- શરીર પર સોજો લાગી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

-------------------------------------

કર્ક KNIGHT OF SWORDS

કામની ગતિને વધારવાનો પ્રયાસ તમે કરશો. મહત્વપૂર્ણ કામોને પૂરી કરવાનો પ્રયાસ તમે કરશો. જે વાતો તમને કઠિન લાગી રહી છે. તેની પ્રત્યે ધ્યાન આપવું જરૂરી છે. પોતાની અંદર અનુભવાતી કોઈપણ નબળાઈને નકારાત્મક રીતે ન લઈને તેમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલ લોકોની સાથે વાતચીત કરતી વખતે વિવાદ થઈ શકે છે. પરંતુ દરેક વ્યક્તિનું ધ્યાન કામ પૂરું કરવા પર રહેશે.

લવઃ- રિલેશનશીપના ભવિષ્યને લગતા વિચાર તમારી અંદર બેચેની પેદા કરશે.

હેલ્થઃ- પેટની સમસ્યા ઘણી હદે તકલીફદાયક રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

-------------------------------------

સિંહ SIX OF CUPS

ઘરની ઊર્જામાં ફેરફાર લાવવા માટે તમે પ્રયાસ કરશો. જૂની વસ્તુઓનું દાન કરો. સાથે જ જે સામાન તૂટેલો છે તેને દૂર કરવો જરૂરી છે. ત્યારે જ ઊર્જામાં ફેરફાર લાવીને અટકેલા કામોને આગળ વધારી શકો છો.

કરિયરઃ- આર્કિટેક્ટ અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગ સાથે જોડાયેલ લોકોને એક સમયે એક જ પ્રોજેક્ટ પૂરાં કરવા માટે ફોકસ કરવું પડશે.

લવઃ- પાર્ટનર દ્વારા સરપ્રાઈઝ પ્રાપ્ત થઈ શકે છે.

હેલ્થઃ- સુગરને લગતી તકલીફ વધશે.

શુભ રંગઃ- લીલો શુભ અંકઃ- 6

-------------------------------------

કન્યા EIGHT OF CUPS

કામને લગતી મહત્વપૂર્ણ જાણાકરી મળવાથી મોટી સમસ્યાઓ પૂરી રીતે સમાપ્ત કરવી શક્ય બનશે. જે લોકોની સાથે વિવાદ પેદા થયા છે, તેમની સાથે વતચીત થઈ શકે છે. પરંતુ જૂની વાતોનો ઉલ્લેખ ન થાય તેનું ધ્યાન રાખજો. રૂપિયાના વ્યવહાર કરતી વખતે કોઈ ભૂલો થઈ શકે છે. સતર્કતા રાખજો.

કરિયરઃ- અધૂરો છૂટેલો અભ્યાસ કે કોર્સને પૂરો કરવાની તક તમને મળી શકે છે.

લવઃ- રિલેશનશીપ કે જે વ્યક્તિની પ્રત્યે આકર્ષણ લાગી રહ્યું છે, તેમની સાથે અંતર બનાવી રાખવાનો તમે પ્રયાસ કરશો.

હેલ્થઃ- શરીરમાં લોહીની ખામી થઈ શકે છે, ખાન-પાનનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

-------------------------------------

તુલા PAGE OF WANDS

પોતાની સમસ્યાઓને જોવાનો દ્રષ્ટિકોણ બદલાતો લાગશે. હાલની સમસ્યાને ઉકેલવાનો યોગ્ય માર્ગ ન મળવાને લીધે ઘણી હદે ચિંતા અને બેચેની રહેશે. પોતાને પ્રેરિત બનાવી રાખીને તમે કામ અને પ્રયત્નોમાં સાતત્ય બનાવી શકશો.

કરિયરઃ- કામની જગ્યાએ થોડો ફેરફાર લાવવાની જરૂર રહેશે.

લવઃ- રિલેશનશીપને લગતી વધતી નારાજગી પાર્ટનરની પ્રત્યે ગુસ્સો પેદા કરાવી શકે છે.

હેલ્થઃ- એક્સિડન્ટ થવાની કે ઘાવ થવાની શક્યતા લાગી રહી છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 8

-------------------------------------

વૃશ્ચિક JUSTICE

પોતાના કામને પૂરું કરવાનો ઉત્સાહ અને કાબેલિયત હોવા છતાં બીજી વાતોમાં અટવાઈ રહેવાને કારણે તમારી એકાગ્રતા ભંગ થઈ શકે છે. કોઈ મોટી ધનરાશિ પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં પેદા થશે જેના કારણે કામથી વધુ રૂપિયા પર જ ધ્યાન આપશો. આ ધનરાશિ મેળવવા તમે મહેનત વધારીને જ મેળવી શકો છો. કોઈપણ વ્યક્તિ પાસેથી ઉધાર કે લોન લેવાની ભૂલ ન કરો.

કરિયરઃ- વેપારી વર્ગને પોતાના સ્ટાફમાં ફેરફાર લાવવાની જરૂર લાગશે.

લવઃ- પાર્ટનર દ્વારા બોલવામાં આવેલી ગોપનીય વાતોની ચર્ચા બીજા સાથે ન કરો.

હેલ્થઃ- ખભો જકડાઈ જવાની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7

-------------------------------------

ધન TEN OF PENTACLES

પરિવારની દરેક સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ માત્ર તમે કરી શકતાં હોવાથી લોકોની નિર્ભરતા તમારા પર વધશે. સાથે જ તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નોને પણ લોકો અવોઈડ કરી શકે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતે મદદ નથી માંગતો ત્યાં સુધી મોટી માત્રામાં મદદ બિલકુલ ન કરશો.

કરિયરઃ- જે લોકો મળીને કામ કરવાની ઈચ્છા રાખે છે તેઓ એક-બીજાના વિચારોને અને કામને લગતા દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરવો જરૂરી રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં આપસી સામંજસ્ય વધવાને કારણે વિવાદોને સરળતાથી ઉકાલી શકાશે.

હેલ્થઃ- બીપીને લગતી સમસ્યા તણાવ અને ખોટા ખાન-પાનને કારણે હોઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3 -------------------------------------

મકર THE FOOL

કોઈપણ વાતને ગંભીરતાથી ન લઈને માત્ર પોતાની મનમરજી પ્રમાણે વર્તાવ રાખવો તમારી માટે તકલીફનું કારણ બનશે સાથે જ તમારા સાથે જોડાયેલ લોકોને નુકસાન પણ કરાવી શકે છે. લોકો દ્વારા લેવામાં આવેલ ઉધારને તરત જ ચૂકતે કરવું તમારી માટે જરૂરી રહેશે. રૂપિયાનો ઉપયોગ સારી રીતે કરવા પર ધ્યાન આપવાની જરૂર છે. નકામા ખર્ચાઓ પછતાવો આપાવી શકે છે.

કરિયરઃ- પ્રતિસ્પર્ધી દ્વારા તમારા કામમાં બાધા નાખવાનો પ્રયાસ થઈ શકે છે.

લવઃ- પાર્ટનરના મનમાં તમારી પ્રત્યે પ્રેમ અને આદર વધશે.

હેલ્થઃ- બદલાતા વાતાવરણને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે.

શુભ રંગઃ- લાલ શુભ અંકઃ- 5

-------------------------------------

કુંભ DEATH

જીવનમાં એક નવી શરૂઆત થતી દેખાશે. પરંતુ આગામી કેટલાક દિવસો તમારા માટે માનસિક રીતે તકલીફદાયક સાબિત થશે. જે પ્રકારે પરિસ્થિતિ બદલાઈ રહી છે એ પ્રકારે પોતાની અંદર ફેરફાર જોવામાં સમય લાગશે. કંઈ વાતોમાં જિદ્દ રાખવી છે અને કંઈ વાતોમાં નરમાશ દેખાડવાની જરૂર છે એ વાત તમને ઝડપથી સ્પસ્ટ થઈ જશે.

કરિયરઃ- કામને લગતી અનુભવાતી ચિંતાને કારણે એકાગ્રતા ભંગ થઈ શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા દેખાડવામાં આવેલ વિશ્વાસનો ખોટો ફાયદો ન ઊઠાવો.

હેલ્થઃ- પેટને લગતું ઈન્ફેક્શન કે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

શુભ રંગઃ-ઓરેન્જ

શુભ અંકઃ- 6

-------------------------------------

મીન THE DEVIL

પોતાના લક્ષ્યની પ્રત્યે ડેડીકેશન વધી શકે છે પરંતુ ભૌતિક સુખોને પ્રાપ્ત કરવાની ઈચ્છાને કારણે માનસિક સમાધાન મેળવવું મુશ્કેલ રહેશે. જે વાતોને વાસ્તવિકતાનું રૂપ આપવામાં સમય લાગી રહ્યો છે તેની ચિંતા છોડીને જે વાતો તમારા પક્ષમાં છે માત્ર તેના પર જ ધ્યાન આપવાની જરૂર છે. કરિયરઃ- સ્ટોક માર્કેટ સાથે જોડાયેલ લોકોને અચાનક મોટો ફાયદો મળી શકે છે.

લવઃ- પાર્ટનર્સની વચ્ચે નારાજગી અને વિવાદવાળી પરિસ્થિતિ રહેવા છતાં આકર્ષણ જળવાઈ રહેશે.

હેલ્થઃ- શરીરમાં પેદા થતાં કોઈપણ ઈન્ફેક્શનને અવોઈડ ન કરશો. શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5