• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Virgo Natives Can Increase Their Focus Towards Work And Solve All Problems Easily With The Support Of An Elder Person From The Family.

શુક્રવારનું ટેરોકાર્ડ રાશિફળ:કન્યા જાતકો કામ પ્રત્યે ફોકસ વધારી શકે છે અને પરિવારમાંથી કોઈ વડીલ વ્યક્તિનો સાથ મળવાથી દરેક સમસ્યાઓને સરળતાથી ઉકેલી શકો છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ THE TOWER

તમારા દ્વારા રાખવામાં આવેલ લક્ષ્ય અને કાબેલિયત બંને પર પ્રશ્નો ઊભા થઈ શકે છે. બીજા લોકોની વાતોને અવોઈડ કરીને પોતાની કાબેલિયત પર ધ્યાન આપો. કોઈપણ પ્રકારની વાત કરતી વખતે સાચા અને ખોટા બંને પરિણામો વિશે વિચાર કરવો પડશે.

કરિયરઃ- કામની જગ્યાના લોકો દ્વારા ટીકા-ટીપ્પણી થાય જેનાથી તમને ગુસ્સો આવી શકે.

લવઃ- તમારા વિચારો પાર્ટનરના વિચારોથી અલગ હોવાથી વિવાદ થઈ શકે છે.

હેલ્થઃ- વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. શુભ રંગઃ-સફેદ

શુભ અંકઃ- 4

----------------------------------

વૃષભ EIGHT OF CUPS

પરિવારના લોકો દ્વારા મળી રહેલી સૂચના પર ધ્યાન આપવાની જરૂર છે. માનસિક રીતે તકલીફ આપનારી વાતો સાથે સમજૂતી કરી તમે આગળ વધજો. જે વાતોને લીધે તમે ઈમોશનલી નબળા હોવાનો અનુભવ કરો છે તેનો પ્રભાવ ઓછો થશે. તેમ છતાં પોતે વિચારોમાં ન ફસાઓ તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- કામની શરૂઆતમાં કઠિનતા લાગે પરંતુ કામ જરૂર પૂરું કરજો.

લવઃ- સંબંધોમાં તકરાર ઓછી થશે.

હેલ્થઃ- પગના દુઃખાવાની તકલીફ રહે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7

----------------------------------

મિથુન FOUR OF SWORDS

સ્વાસ્થ્ય તરફ ધ્યાન ન આપવાને લીધે નાની બીમારી પણ મોટું રૂપ લઈ શકે છે. માનસિક રીતે નબળા હોવાનો અનુભવ થશે. જેના કારણે કોઈપણ નિર્ણય પર ટકી રહેવું તમારી માટે મુશ્કેલ રહેશે. જે લોકોની સાથે વાતચીત ઓછી થઈ છે કે બંધ થઈ છે તેનું કારણ જાણીને તેને દૂર કરવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કામને લગતી ભાગદોડી વધશે, જેટલી જવાબદારી નિભાવી શકો તેના પર જ ધ્યાન આપો.

લવઃ- પાર્ટનર સાથે વાતો કરતી વખતે જૂની વાતોને યાદ ન કરો.

હેલ્થઃ- ઊંઘને લગતી તકલીફ રહેવાથી બેચેની રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

----------------------------------

કર્ક QUEEN OF CUPS

પોતાની લાગણીઓને કંટ્રોલમાં રાખીને નિર્ણય લેવાનો પ્રયાસ તમે કરશો. એકથી વધુ લક્ષ્યો પર ધ્યાન આપવું તમારી માટે શક્ય છે. હાલના સમયમાં મહેનત કરવાનો ઉત્સાહ રહેશે, જે તમારી પરિસ્થિતિ બદલવા માટે ઉપયુક્ત સાબિત થઈ શકે છે.

કરિયરઃ- કામમાં મળેલી જવાબદારીને લીધે તમારી સ્કિલ્સ શ્રેષ્ઠ બનશે.

લવઃ- પાર્ટનરની સામે પોતાની લાગણીઓ જાહેર કરવી કઠિન રહેશે.

હેલ્થઃ- શરદીની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

----------------------------------

સિંહ QUEEN OF WANDS

વ્યક્તિગત વાતો અને પરિવારને લગતી જવાબદારીને અલગ-અલગ રાખીને સંતુલન રાખવાનો પ્રયાસ કરો. કોઈ વ્યક્તિ દ્વારા તમારી અંદર નકારાત્મકતા પેદા કરવામાં આવી રહી છે, એવા લોકોની સાથે અત્યારે અંતર રાખો. કોઈપણ વ્યક્તિને લીધે તમારા વિચારોમાં પરિવર્તન ન આવવા દો.

કરિયરઃ- કામને લગતી બનાવવામાં આવેલી યોજનાઓ પર ટકી રહેવું મુશ્કેલ લાગશે. છેલ્લી ઘડીએ અડચણ આવે તો તેનો સામનો કરવા તૈયાર રહેજો.

લવઃ- પરિવાર દ્વારા રિલેશનશીપ માટે કરવામાં આવતો વિરોધ ઓછો થશે.

હેલ્થઃ-મહિલાઓને સ્વાસ્થ્યને લગતી તકલીફ થઈ શકે છે.

कશુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

----------------------------------

કન્યા SIX OF CUPS

લોકોની સાથે સંવાદ સુધરવાને કારણે મનમાં ચાલતી ઉદાસી ઓછી થશે. કામની પ્રત્યે ફોકસ વધારવું તમારી માટે શક્ય બનશે. પરિવારને લગતી નવી જવાબદારીઓને તમે સમજવા પ્રયાસ કરશો. પરિવારમાંથી અનુભવી વ્યક્તિ કે વડીલ લોકોનો સાથ મળી રહેવાને લીધે સમસ્યાઓ દૂર કરવી તમારી માટે સરળ રહે.

કરિયરઃ- કામની જગ્યાના લોકોની સાથે સુધરતા સંબંધોને લીધે નવા કામ શીખવા સરળ રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા સરપ્રાઈઝ મળી શકે છે.

હેલ્થઃ- શરદી અને કફની તકલીફ ન વધે તેનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 8

----------------------------------

તુલા NINE OF CUPS

સમસ્યાઓ લાગતી હોવા છતાં પણ તેને અવોઈડ કરશો તો મોટી ભૂલ સાબિત થશે. રૂપિયાને લગતું કોઈપણ પ્રકારનું રિસ્ત ન લઈને ડિસિપ્લિન જાળવી રાખો. પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે કરી શકશો, પરંતુ તેની માટે લક્ષ્યોને નાના-નાના ટુકડામાં વહેચીને પૂરાં કરો.

કરિયરઃ- સ્ટોક માર્કેટ કે વેપારને લગતી પરેશાની ઘણી હદે ઓછી થશે.

લવઃ- પાર્ટનર દ્વારા બોલવામાં આવેલી વાતોનો સારી રીતે વિચાર કરવો જરૂરી છે.

હેલ્થઃ- વજનને કંટ્રોલમાં રાખવું જરૂરી છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

----------------------------------

વૃશ્ચિક KING OF WANDS

કોઈ એક જ વાત પર પૂરું ફોકસ રાખીને કામ કરવું તમારી માટે આસાન રહેશે. પોતાને પ્રેરિત બનાવી રાખીને કઠિન સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. દિવસના અંતે મોટી પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો. જે લોકોને લીધે અત્યાર સુધી તમારું નુકસાન થયું છે તેમના દ્વારા સંબંધો સુધારવાનો પ્રયાસ થઈ શકે છે.

કરિયરઃ- પ્રતિસ્પર્ધી દ્વારા બોલવામાં આવેલી વાતોનો વિચાર જરૂર કરો. લવઃ- રિલેશનશીપને લગતી બાબતોમાં સુધારો આવશે. તેમ છતાં ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો.

હેલ્થઃ- થાક અને નબળાઈનો અનુભવ થશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

----------------------------------

ધન EIGHT OF SWORDS

ભૂતકાળની અસર જીવન પર ઓછી થતી લાગશે અને તમે પણ વર્તમાન અને ભવિષ્ય તરફ ધ્યાન આપી શકો. જે બાબતોમાં તમે પોતાને નબળા સમજી રહ્યાં હતા એ વાતોમાં ફેરફાર કરવો તમારી માટે શક્ય બને. તમારા દ્વારા થયેલી ભૂલોનો અહેસાસ કોઈ વ્યક્તિ દ્વારા કરાવવામાં આવી શકે છે. તેમની વાતોનો અર્થ ખોટો ન કાઢશો. પોતાનામાં સુધારો લાવજો.

કરિયરઃ- વિદ્યાર્થીઓને કરિયરમાં નવી દિશા આપવા માટે પ્રયત્નો વધારવાની જરૂર છે.

લવઃ- કોઈપણ નિર્ણય લેતા પહેલાં પાર્ટનરના વિચારોને જાણવા જરૂરી છે.

હેલ્થઃ- હિમોગ્લોબિનની ખામી રહી શકે છે.

શુભ રંગઃ-પીળો

શુભ અંકઃ- 2

----------------------------------

મકર JUSTICE

પ્રયત્નો કરવા છતાં પણ અપેક્ષા પ્રમાણે યશ પ્રાપ્ત ન થતાં તમારી અંદર નકારાત્મકતા પેદા થઈ શકે છે, પરંતુ ઝડપથી પરિસ્થિતિની સાથે સમજૂતી કરીને તમે નવો માર્ગ અપનાવીને આગળ વધી શકો છો. કોઈપણ વાતને લગતો અપયશ થોડા સમય પછી તકલીફનું કારણ બની શકે છે. આ અપયશને લીધે જ તમે પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરશો.

કરિયરઃ- ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓને કોઈપણ નિર્ણય લેતી વખતે કોઈપણ વ્યક્તિની પ્રત્યે ભેદભાવ ન રાખવો જોઈએ.

લવઃ- પરિવાર દ્વારા તમારા રિલેશનશીપનો અચાનક સ્વીકાર કરવામાં આવી શકે છે.

હેલ્થઃ-માથાનો દુઃખાવો પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 6

----------------------------------

કુંભ THREE OF PENTACLES

કામની ગતિને વધારવાની જરૂર છે, પરંતુ યોજના પર ટકી રહેવું પણ એટલું જ જરૂરી છે. લોકો દ્વારા મળી રહેલા સાથથી કામ સરળ બનશે. હાલના સમયમાં તમારી કાર્યક્ષમતા ઓછી થતી લાગે જેના કારણે મોટા નિર્ણય લઈ શકતા તમારી માટે કઠિન રહેશે.

કરિયરઃ- કન્ટ્રક્શન સાથે જોડાયેલા લોકોને કોઈ કામને લગતી પરમિશન લેવામાં સમય લાગી શકે છે.

લવઃ- સંબંધોને તોડી નાખવાનો નિર્ણય અચાનક લેવામાં આવી શકે છે.

હેલ્થઃ- સાઈનસ અને માથાના દુઃખાવાની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

----------------------------------

મીન FIVE OF SWORDS

પોતાના વિચાર અને અહંકારને લીધે નવી સમસ્યાઓ પેદા ન થાય તેનું ધ્યાન રાખો. તમારા મનમાં કોઈ વ્યક્તિની પ્રત્યે પ્રતિશોધની ભાવના વધતી લાગે જેના કારણે મુખ્ય કામને બદલે બેકારની વાતો તરફ તમે ધ્યાન આપી શકો છો. જે નુકસાનનું કારણ બની શકે છે. કરિયરઃ- કામને લગતી એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરો. રૂપિયાની લાલચમાં ખોટા કામ ન સ્વીકારો.

લવઃ- પાર્ટનરની સાથે પેદા થઈ રહેલાં વિવાદથી એક-બીજા સાથે થોડા દિવસ માટે વાતચીત બંધ કરી શકો છો.

હેલ્થઃ- પાઈલ્સની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5