રાશિ પરિવર્તન:18મીથી ગ્રહ ગોચરમાં શુક્ર વૃષભમાં પરિભ્રમણ કરશે, દરેક રાશિના જાતકો માટે ફળદાયી રહેશે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

અગામી તા.18મીના રોજ સવારે ગ્રહ ગોચર પરિભ્રમણમાં અતિ શુભ, સૌમ્ય અને સ્નેહકારક, સંપત્તિવાન શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરીને સતત 25 દિવસ પરિભ્રમણ કરશે. વૃષભ બેકી રાશિ માલિક શુક્ર ગ્રહ બળવાન થવાથી ક્રમશઃ વરસાદ વધશે. શેરબજારમાં સતત તેજી બની રહે! વેપારી ગણ દ્વારા બેંકીંગ વ્યવહાર વધે તેમજ લોકોની વધારાની બચતોની થાપણો બેંકમાં વધી શકે. યુવાન વર્ગ વ્યસન પાછળ બરબાદ થાય તેમના વાલીઓએ તકેદારી રાખવી. નાટ્ય ફિલ્મ ક્ષેત્રે વધુ સારો વિકાસ થાય. નવા-નવા ચલચિત્રો બહાર આવે જેમાં લોકો ખૂબ જ સાથ સહકાર મળી રહે. આ પરિભ્રમણ ચંદ્ર રાશિથી કેવું રહેશે તે નીચે દર્શાવેલ છે.

શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરીને સતત 25 દિવસ પરિભ્રમણ કરશે
શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરીને સતત 25 દિવસ પરિભ્રમણ કરશે

શુક્રનું વૃષભ રાશિમાં પરિભ્રમણ ચંદ્ર રાશિથી કેવું રહેશે?

 • મેષ- આકસ્મિક આવક વધે.માંગલિક કાર્યો આવે. બગડેલા સંબંધો સુધરે.
 • વૃષભ- ઉદ્વેગ, અશાંતિ, ચિંતા નિવારણ. લાઇફ પાર્ટનર દ્ગારા શુભ સમાચાર.
 • મિથુન- વિદેશથી શુભ સમાચાર, નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે બગડેલા સંબંધો સુધરે.
 • કર્ક- નવા મિત્રો દ્વારા સારા સમાચાર. સંતાન દ્વારા સન્માન યોગ બની શકે.
 • સિંહ- મિલ્કતોની વાતચીત ખરીદવા માટે ચાલે.કર્મક્ષેત્રે શુભ પરિવર્તન.
 • કન્યા- હરવા ફરવા માટે લાંબી મુસાફરી સંભવ. નવા લખાણ કે કરારથી ફાયદો.
 • તુલા- ગુપ્ત ધન મળી શકે. અટવાયેલા વિલ વારસાના પ્રશ્નો ઉકેલાય.
 • વૃશ્ચિક- લગ્ન જીવન ઉત્તમ બને સામાજિક ક્ષેત્રે માન-સન્માન પદ પ્રતિષ્ઠા વધે.
 • ધન- પ્રમોશન મળી શકે. અગાઉના કોર્ટ-કચેરીના કેશો માંથી મુક્તિ થાય.
 • મકર- શેરબજારમાં લાભ સંભવ.નવા તેમજ જૂના મિત્રો થી શુભ સમાચાર.
 • કુંભ- યુવાવર્ગને નવી નોકરી.
 • મીન- ભાઈબંધો સાથે બગડેલા સંબંધો સુધરે. ટૂંકો પ્રવાસ વારંવાર થયા કરે.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે