તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
20 ફેબ્રુઆરીથી શુક્ર ગ્રહ કુંભ રાશિમાં સતત 24 દિવસ પરિભ્રમણ કરશે. જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા પ્રમાણે, શુક્રનું આ ભ્રમણ તમામ વર્ગ માટે લાભકારક બની રહેશે. મકર, કુંભ લગ્નમાં યોગકારક ગ્રહ શુક્ર ગણાય છે. શુક્ર-શનિ બંનેના કારકત્વ વિરોધાભાસ હોવા છતાં વેપાર-વ્યવસાય, શેર માર્કેટ, સોના-ચાંદીમાં તેજીના સંકેતો સૂચવે છે. આ ભ્રમણ દરમિયાન તા.21થી મંગળ વૃષભ રાશિમાં પરિવર્તન કરશે. તા.11 માર્ચથી કુંભ રાશિમાં બુધનું ભ્રમણ ચાલુ થશે. આ બધા જ ગ્રહોનું ભ્રમણ શુક્રથી પાછળ હોવાથી આર્થિક સુધારા માટેનાં સરકારી પગલાં યોગ્ય ભરાશે. આયાત-નિકાસ પર સરકારની નજર રાખશે. ઔદ્યોગિક ઉત્પાદન, વ્યાપારી નિકાસ, અન્ય જીવન ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન વધતાં સાથોસાથ દવાઓ, કેમિકલ ખાતર, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના સામાનનું ઉત્પાદન વધવાથી નિકાસમાં વધારો થવાથી દેશને આર્થિક ધનલાભ થઈ શકે. આ ભ્રમણ દરમિયાન ઓમ હ્લીમ્ શુક્રાય નમો નમઃ મંત્ર જાપ કરવાથી વધુ આર્થિક ધન પ્રાપ્તિ થશે.
દરેક રાશિના જાતકોને ચંદ્ર રાશિથી કેવું રહેશે એ અંગે જણાવતાં જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર...
મેષ રાશિ: વડીલો તરફથી ધનલાભ. સંતાનનું માંગલિક કાર્ય આવી શકે. નવા મિત્રો સાથે મુલાકાત સંભવ.
વૃષભ રાશિ: ધંધામાં તેજીનાં વાદળો બંધાય. નવા મકાન-વાહન યોગ બને કે રિપેરિંગ, રિનોવેશન થઈ શકે. માતા સાથે બગડેલા સંબંધો સુધરી શકે છે.
મિથુન રાશિ: ભાગ્ય પરિવર્તનનો યોગ, વિદેશની ટૂંકી મુસાફરી થઈ શકે. નવાં રોકાણો કરવાથી લાભ થશે.
કર્ક રાશિ: કુટુંબકબીલામાં માંગલિક કાર્યો આવે. પાણીજન્ય બીમારી આવી શકે. ધનલાભ થઈ શકે.
સિંહ રાશિ: લગ્નોત્સુક યુવક-યુવતીઓનો લગ્ન-વિવાહનો સંબંધ થઈ શકે. માનસિક શાંતિ વધુ લાગે, સાથે ઊંઘ પણ વધુ આવે.
કન્યા રાશિ: નોકરિયાતને પ્રમોશનની તક મળે. વ્યસન પાછળ ખર્ચા વધે, માટે વધુ સાવચેતી રાખવી.
તુલા રાશિ: પ્રેમ-પ્રણયના પ્રસંગો બને. જૂના મિત્રોની મુલાકાત થાય. વડીલો તરફથી તમામ સહાય મળે.
વૃશ્ચિક રાશિ: આકસ્મિક ગાઢ પ્રેમ સંભવ. મકાન-વાહન લેવા માટે શુભ તક કે પરિવર્તન બને.
ધન રાશિ: નાના ભાઈ-બહેનોથી લાભ થાય. ટૂંકી મુસાફરી થઈ શકે. પાડોશમાં માંગલિક કાર્ય યોજાઇ શકે.
મકર રાશિ: ઓચિંતા ધનલાભ મળી શકે. મધુપ્રમેહની બીમારી હોય તો વધી શકે. મધુર વ્યવહારથી કામો ઉકેલાય.
કુંભ રાશિ: ભાગીદારીથી ધંધો કરનાર જાતક માટે શુભ સમય. માનસિક સ્થિતિ હકારાત્મક બને.
મીન રાશિ: શુભ કાર્યો માટે ખર્ચા વધે. વેપારી વર્ગને દૈનિક આવક વધે. જૂની ઉધરાણી મળે.
આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.