તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાશિ પરિવર્તન:શુક્ર ગ્રહ પોતાની જ રાશિ વૃષભમાં 23 દિવસ માટે પ્રવેશ કરશે, બારેય રાશિના જાતકો માટે સમયગાળો એકંદરે શુભ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અગામી તા.5 ના રોજ શુક્ર મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જે સતત 23 દિવસ પરિભ્રમણ કરશે. આ અંગે જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટના જ્ણાવ્યા પ્રમાણે શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિનો સ્વામી ગ્રહ છે અને તેને દૈત્યગુરૂ કહેવામાં આવે છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચ તેમજ કન્યા રાશિમાં નીચ થાય છે શુક્રનું મુળ કારકતત્વ પ્રેમ, પૈસા, સ્નેહ, રોમાન્સ, લક્ઝરી આઈટમો, નવા ભપકાદાર કપડાં, લગ્ન જીવન, આવક, નારી, પત્ની, યૌન જીવનનું સુખ, ફૂલ, વાહન, ચાંદી, આનંદ, કળા, વાદ્યયંત્ર અને રાજસી પ્રવૃત્તિનો કારક ગ્રહ છે. આ ભ્રમણ વૃષભ રાશિમાં થવાથી ત્રણ ગ્રહોનો સંબંધ થશે. બુધ, શુક્ર, રાહુ જેમાં રાહુ પાપ ગ્રહ છે જ્યારે શુક્ર શુભ ગ્રહ બુધ જે ગ્રહની સાથે બેસે તે અનુસાર ફળ મળે માટે શુક્ર, બુધ બંને ગ્રહોને રાહુ પકડમાં રાખશે માટે ચોરી, ચપાટીના અશુભ બનાવો બને આ ઉપરાંત રેપ કેસ વધે, આપધાતના અશુભ બનાવો બને અને વ્યસન પાછળ પૈસા બગાડે!!

શુક્રનું રાશિ પરિવર્તન થવાથી આ એકંદરે તમામ રાશિના જાતકો માટે શુભ બની રહેશે. આ પરિભ્રમણ તમારી ચંદ્ર રાશિ કેવું રહેશે તે અંગે જણાવતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર....

મેષઃ- આવકમાં વધારો થાય. વાણી દ્વારા બગડેલ સંબંધ સુધરે. પરિવારમાં માંગલિક કાર્યો આવે.

વૃષભ:- પ્રેમ, સ્નેહના પ્રબળ યોગ ઉભા થાય. લગ્ન ઉત્સુક યુવક-યુવતી માટે શુભ તક. નવી ભાગીદાર પેઢી થવાની સંભાવના.

મિથુનઃ- આવક કરતાં જાવક વધે. નોકરીમાં પ્રમોશન મળી શકે. શુભ કાર્યો પાછળ સમય શક્તિ અને પૈસા વપરાય.

કર્કઃ- વડીલો દ્વારા આર્થિક ધનલાભ થઈ શકે. સંતાનોના શુભ સમાચાર મળે. નવા મકાન વાહનનો યોગ બની શકે.

સિંહઃ- કર્મક્ષેત્રમાં યેનકેન પ્રકારે શુભ તક મળે. માતા સાથે બગડેલા સંબંધો સુધરે. નવા કરારો સાહસો કરવાથી ધનલાભ થઈ શકે.

કન્યાઃ- ધાર્મિક કાર્યો માટે પ્રવાસ-પર્યટન થઈ શકે. પાડોસી સાથે સંબંધો બાંધવાથી આર્થિક લાભ થઈ શકે. અટવાયેલા આર્થિક પ્રશ્ન ઉકેલાય.

તુલાઃ- મધુપ્રમેહ થવાની સંભાવના. મધુર વાણીથી કૌટુંબિક સમસ્યા હલ થાય. આંખને લગતી તકલીફ દૂર થાય.

વૃશ્ચિકઃ- લગ્નજીવનમાં યાદગાર પ્રસંગો બને. યોગ, પ્રાણાયામ ધ્યાન માર્ગે વધુ સમય નીકળશે.

ધનઃ- નોકરિયાત વર્ગને ઈજાફો પણ વધી શકે. શત્રુ સાથે મિત્રતા બંધાય. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

મકરઃ- શેરબજારથી ધનલાભ. મિત્રોની મુલાકાત લેવા માટેનો અવસર. વિજાતીય પાત્રોથી આકર્ષણ થાય.

કુંભઃ- માનસિક શાંતિ સાચા હૃદયની મળે. વેપાર-ધંધામાં બાકી રકમની ઉઘરાણી મળે. ધાર્મિક કાર્યો માટે સમય વ્યતીત થાય.

મીનઃ- ભાઈભાંડુ સાથે ટૂંકો પ્રવાસ સંભવ. ભાગ્ય ઉન્નતિ માટે શુભ તક મળે. વીલ વારસો મળવાની વાતો ચાલે.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.