તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Venus Will Enter Gemini By Changing The Zodiac Sign On August 1, A Beneficial Time For Aries And Taurus People, Cancer People Should Be Careful.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાશિ પરિવર્તન:1 ઓગસ્ટના રોજ શુક્ર રાશિ બદલીને મિથુનમાં પ્રવેશ કરશે, મેષ અને વૃષભ રાશિના લોકો માટે લાભદાયક સમય, કર્ક જાતકોએ સાવધાન રહેવું

6 મહિનો પહેલા
  • 31 ઓગસ્ટ સુધી શુક્ર મિથુન રાશિમાં જ રહેશે, મકર અને મીન રાશિના લોકોની પરેશાનીઓ વધી શકે છે

નવ ગ્રહોમાંથી એક શુક્ર 1 ઓગસ્ટના રોજ બપોરે વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ 31 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. ત્યાર બાદ કર્ક રાશિમાં જતો રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શુક્ર ગ્રહના કારણે થોડાં લોકો માટે પરેશાનીઓ વધી શકે છે. શુક્રની અશુભ અસર ઘટાડવા માટે શિવજીની પૂજા કરવી જોઇએ.

ચંદ્ર રાશિના આધારે બારેય રાશિ માટે શુક્ર ગ્રહની અસર કેવી રહેશે તે જાણો...

મેષઃ- જૂના મિત્રો સાથે મુલાકાત થશે. પારિવારિક સ્થિતિઓમાં સુધાર આવશે. કાર્યક્ષેત્ર વધશે. પરિસ્થિતિઓ પક્ષમાં રહેશે.

વૃષભઃ- શુક્રની સ્થિતિ લાભ આપનાર રહેશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. પોતાના માટે સમય કાઢી શકશો. કાર્યોમાં લાભ સાથે સન્માન પણ મળશે.

મિથુનઃ- શુક્રના કારણે દરેક કાર્યો માટે વધારે મહેનત કરવી પડશે. રોકાણ કરવાથી બચવું. હાનિ થવાના યોગ બની રહ્યા છે.

કર્કઃ- શુક્રની સ્થિતિ દાંપત્ય જીવનમાં વાદ-વિવાદ ઊભો કરાવી શકે છે. પ્રેમ-પ્રસંગમાં પણ નિરાશા હાથ લાગશે. કાર્ય વધારે રહેશે, પરંતુ લાભ મળશે નહીં.

સિંહઃ- શુક્ર કોર્ટના કાર્યોમાં સફળતા અપાવશે. નવી યોજનાઓને પૂર્ણ કરવાની જવાબદારી મળશે.

કન્યાઃ- શુક્ર દરેક કાર્યમાં ગતિ પ્રદાન કરશે. નિશ્ચિત સમયમાં કાર્ય કરવામાં સક્ષમ રહેશો. અટવાયેલાં રૂપિયા મળશે. નોકરીમાં શ્રેય મળશે.

તુલાઃ- શુક્ર જાતકોના પ્રભાવમાં વૃદ્ધિ કરશે. અતિ આત્મવિશ્વાસથી બચવું. દાંપત્ય જીવન સુખમય રહેશે. સમય પક્ષનો રહી શકે છે.

વૃશ્ચિકઃ- શુક્રના કારણે અટવાયેલું ધન મળી શકે છે. વડીલો તરફથી સહયોગ મળશે. વિષમ પરિસ્થિતિઓથી છુટકારો મળી શકશે.

ધનઃ- શુક્ર ઉત્સાહમાં વૃદ્ધિ કરશે. પોઝિટિવ વિચાર પ્રદાન કરશે. ધનલાભના પૂર્ણ યોગ બની રહ્યા છે.

મકરઃ- શુક્ર જાતકોના કાર્યોમાં વૃદ્ધિ કરનાર રહેશે. મહેનત વધારે અને ક્રેડિટ ઓછું મળશે. ગુસ્સો વધારે રહેશે. મન શાંત રાખવું.

કુંભઃ- શુક્ર જાતકો માટે સારી સ્થિતિઓ નિર્મિત કરશે. અનુમાન કરતાં વધારે લાભ પ્રાપ્ત થશે અને વિચારેલાં કાર્યો સમયે પૂર્ણ થશે.

મીનઃ- શુક્ર જાતકોની થોડી વ્યાપારિક ગતિવિધિઓમાં વિઘ્ન ઊભા કરી શકે છે. દાંપત્ય જીવનમાં પણ તણાવ રહેવાની સંભાવના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser