• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Venus Will Begin Its Rotation In Cancer For 25 Days From Sunday; Auspicious For Each Zodiac Sign, Auspicious Coincidence Of Good Rains

રાશિ પરિવર્તન:રવિવારથી 25 દિવસ સુધી શુક્રનું કર્કમાં પરિભ્રમણ શરુ થશે; દરેક રાશિ માટે શુભ, સારા વરસાદ થવાના શુભ સંયોગ

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

7 ઓગસ્ટના રોજ વહેલી સવારથી શુક્ર ગ્રહ કર્ક રાશિમાં 25 દિવસ પરિભ્રમણ કરશે. અમદાવાદના જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે, આ ભ્રમણ શુભ બની રહેશે. શુક્રનું મૂળભૂત કારક તત્ત્વ સ્નેહ, સાનુકૂળ વાતાવરણ હોવાથી આ સમય દરમિયાન વરસાદ સારો પડી શકે છે. મહિલાઓનો સમાજમાં સારો સહકાર મળશે.

મેષઃ- લાંબા સમય પછી સુખાકારી સમાચાર મળવાના સંયોગ બની શકે છે. નવા મકાન, વાહન યોગ બની શકે છે. નોકરી-ધંધામાં આવક વધવાની શક્યતા.
વૃષભઃ- આયોજનપૂર્વક સાહસ કરવાથી ધનલાભ થઈ શકે છે. નવા પાડોશી સાથે સંબંધો બને શકે છે. ટૂંકો પ્રવાસ શુભ કામ માટે થવાની શક્યતા.
મિથુનઃ- કુંટુંબમા માંગલિક કાર્યો આવી શકે, વિલ વારસાના પ્રશ્નો ઉકેલાય. ડાયાબિટીસ થઈ શકે છે.
કર્કઃ- પ્રેમ-સ્નેહના પ્રસંગોમાં સફળતા મળે. આમ જનતાથી શુભ તક મળી શકે. હકારાત્મક વિચારો આવી જતા ભાગ્ય ઉન્નતિ તક મળે શકે છે.
સિંહઃ- વિદેશથી ધનલાભના સંયોગ. નોકરિયાતને પ્રમોશન મળી શકે છે. ઋતુગત બીમારીનો શિકાર ન થવાય તેની કાળજી રાખવી હિતાવહ રહે.
કન્યાઃ- વડીલોથી ધન પ્રાપ્તિ થઈ શકે. સંતાનોથી માન-સન્માન મળે. શેરબજારમાં સફળતા મળી શકે.
તુલાઃ- કર્મક્ષેત્રે શુભ તક મળી શકે. જૂના મકાનમાં રિનોવેશન કરવા માટે શુભ સમય.
વૃશ્ચિકઃ- ભાગ્ય પરિવર્તન માટે શુભ સમય. સારા-સારા કામો થવાથી જશ મળી શકે.ભાઈ અને મિત્ર સાથે બગડેલાં સંબંધોમાં સુધારો આવવાની શક્યતા છે.
ધનઃ- છૂપી બીમારીઓ પ્રગટ થઈ શકે. ઓચિંતા ધન-સંચયમાં વધારો થવાના યોગ. પરિવારમાં માંગલિક અને શુભ કાર્યો માટે પ્રવાસ સંભવ.
મકરઃ- શુભ સૂચક સ્વપ્ન આવે. પતિ/પત્નીના લગ્નજીવનમાં મધુરતા વધે. ફસાયેલા નાણાં મ‌ળી શકે.
કુંભઃ- નોકરિયાત વર્ગને મનગમતી જગ્યા પર બદલી સંભવ. આકસ્મિક ખર્ચા વધી શકે. નવા મિત્રોથી ખરાબ સંગતથી બચવું હિતાવહ રહે.
મીનઃ- વિદ્યાર્થીવર્ગની પરીક્ષા શાંતિથી સંપન્ન થાય. વ્યાજ, કમિશન, દલાલી આવકમાં વધારો થઈ શકે.નવા આયોજનો ખોરંભાય.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે