તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાશિ પરિવર્તન:28 મે સુધી શુક્ર વૃષભ રાશિમાં રહેશે, હાલ દેશમાં જે તકલીફો છે તેમાં થોડી રાહત મળશે

4 મહિનો પહેલા
  • વૃષભ શુક્રની માલિકીવાળી રાશિ છે
  • અનાજ, ગોળ, લવિંગ, સોપારી, પાન અને અન્ય કરિયાણાની વસ્તુના ભાવ વધશે

શુક્ર ગ્રહ રાશિ બદલીને વૃષભમાં આવી ગયો છે. વૃષભ શુક્રની માલિકીવાળી રાશિ છે. આ ગ્રહ 28 મે સુધી વૃષભ રાશિમાં જ રહેશે. આ રાશિમાં શુક્ર-બુધ અને રાહુનો યોગ છે. આ યોગથી ઘઉંના ભાવ વધશે. કપાસ, ચોખા, ડાળ, શાકભાજી અને ફળના ભાવ વધી શકે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, શુક્ર પોતાની રાશિમાં આવી જતા હાલ દેશમાં જે તકલીફો છે તેમાં થોડી રાહત મળશે. 9 મેથી 13 મે સુધી તકલીફોની અસર વધારે રહેશે. જનતામાં રોષ રહેશે. અનાજ, ગોળ, લવિંગ, સોપારી, પાન અને અન્ય કરિયાણાની વસ્તુના ભાવ વધશે.

પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દરેક 12 રાશિ માટે આવો રહેશે આવનારો સમય:

મેષ
આ રાશિ માટે બીજો શુક્ર લાભદાયી છે. સંતાનથી આનંદ મળશે. પોતાના માટે સમય કાઢી શકશો.

વૃષભ
પ્રથમ શુક્ર સામાન્ય રહેશે. કામમાં વધારે પ્રયત્નો કરવા પડશે. રોકાણ ના કરવું.

મિથુન
બારમો શુક્ર દાંપત્યજીવનમાં ઝઘડા વધારી શકે છે. લવ લાઈફમાં નિરાશા મળશે. વધારે કામ થશે.

કર્ક
અગિયારમો શુક્ર ન્યાયિક કામમાં સફળતા અપાવશે. નવી યોજનાઓ પૂરી કરવાની જવાબદારી આવશે.

સિંહ
દસમો શુક્ર રોકાયેલા કામમાં ઝડપ લાવશે. નક્કી કરેલા સમયે કામ પૂરું કરી શકશો. રોકાયેલા નાણા મળશે.

કન્યા
નવમો શુક્ર ઓજસ્વિતામાં વધારો કરશે. વધારે આત્મવિશ્વાસથી નુકસાનની સંભાવના છે. દાંપત્યજીવન સુખી રહેશે.

તુલા
આઠમો શુક્ર અટવાયેલા ધન પરત અપાવશે. વરિષ્ઠોનો સાથ મળશે. વિષમ સ્થિતિમાં સોલ્યુશન મળશે.

વૃશ્ચિક
સાતમો શુક્ર ઉત્સાહ અને પોઝિટિવિટીમાં વૃદ્ધિ કરશે. ધન લાભના અણસાર છે. ટેક્નિકલ ક્ષેત્રમાં કામ કરતા લોકોને લાભ થશે.

ધન
છઠ્ઠો શુક્ર કામમાં વૃદ્ધિ કરાવશે. મહેનત વધારે અને ક્રેડિટ ઓછી મળશે. ક્રોધ રહેશે.

મકર
પાંચમો શુક્ર સારી સ્થિતિનું નિર્માણ કરશે. અનુમાન કરતાં વધારે લાભ મળશે અને વિચારેલા કામ સમયસર થશે.

કુંભ
ચોથો શુક્ર અમુક ધંધાકીય કામમાં બાધા લાવી શકે છે. દાંપત્યજીવનમાં તણાવની સંભાવના છે.

મીન
ત્રીજો શુક્ર સંબંધીઓથી મેળાપ કરાવશે. પરિવારની સ્થિતિ સુધરશે. કાર્યક્ષેત્ર વધશે.