તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રહ સ્થિતિ:શુક્રનું રાશિ પરિવર્તન; આજે રાતે આ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે, મિથુન, કર્ક અને તુલા સહિત 6 રાશિઓને ફાયદો થશે

એક મહિનો પહેલા
  • 9 એપ્રિલ સુધી શુક્ર મીન રાશિમાં રહેશે, શિવલિંગ ઉપર જળ ચઢાવવાથી શુક્રના દોષ દૂર થાય છે

મંગળવાર, 16 માર્ચની રાતે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. મીન રાશિમાં શુક્ર ઉચ્ચનો થઇ જાય છે. આ રાશિમાં આ ગ્રહ 9 એપ્રિલ સુધી રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શુક્ર ગ્રહ વૈભવ અને ઐશ્વર્ય પ્રદાન કરનાર ગ્રહ છે. આ ગ્રહના કારણે વેપારીઓ માટે શુભ યોગ બનશે. શુક્ર ગ્રહના દોષ દૂર કરવા માટે શિવલિંગ ઉપર જળ અને દૂધ ચઢાવવું. અહીં જાણો બારેય રાશિઓ ઉપર મીન રાશિના શુક્રની કેવી અસર થશે.

જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ ભૌતિક સુખ, વૈવાહિક સુખ, ભોગ-વિલાસ, રોમાન્સ અને કામ-વાસનાના કારક છે.
જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ ભૌતિક સુખ, વૈવાહિક સુખ, ભોગ-વિલાસ, રોમાન્સ અને કામ-વાસનાના કારક છે.

મેષઃ- સમય ઉતાર-ચઢાવભર્યો રહેશે. વધારે ઉત્સાહમાં કોઇ કામ ન કરો. ખર્ચ સમજી-વિચારીને કરો, નહીંતર ધનની ખોટ પડી શકે છે

વૃષભઃ- વધારે ખર્ચ થવાના કારણે પરેશાનીઓ વધી શકે છે. વિના કારણે સમય નષ્ટ થશે અને યોજનાઓ પ્રમાણે કામ કરી શકશો નહીં, કાર્યોમાં મોડું થઇ શકે છે.

મિથુનઃ- જે લોકો બેરોજગાર છે, તેમને કામ મળી શકે છે. ધનલાભ મળવાના યોગ બની રહ્યા છે. વેપારીઓ માટે પણ સમય સારો રહેશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળી શકે છે.

કર્કઃ- તમારા માટે સમય પક્ષનો રહેશે. અટવાયેલાં કાર્યોમા ગતિ આવશે. સફળતા મળવાના યોગ છે. નવા કામની શરૂઆત કરવા ઇચ્છો છો તો કરી શકો છો.

શુક્રના અસ્ત થવાથી લગ્ન સહિતના માંગલિક કાર્યો નથી કરવામાં આવતા.
શુક્રના અસ્ત થવાથી લગ્ન સહિતના માંગલિક કાર્યો નથી કરવામાં આવતા.

સિંહઃ- આત્મવિશ્વાસ ઘટી શકે છે. માનસિક તણાવના કારણે કાર્યો ખરાબ થઇ શકે છે. રોકાણની ઇચ્છા હોય તો સમજી-વિચારીને આગળ વધો.

કન્યાઃ- સમજી-વિચારીને નિર્ણય લેશો તો લાભમાં રહેશો, નહીંતર હાનિ થઇ શકે છે. પહેલાથી નક્કી કરેલાં કામ સમયે પૂર્ણ કરવા ઇચ્છો છો તો ઉતાવળ ન કરો. નહીંતર છેલ્લાં સમયે કામ ખરાબ થઇ શકે છે. ધૈર્ય જાળવી રાખવું.

તુલાઃ- તમારા માટે આ સમય પક્ષનો રહેશે. કોઇ મોટી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યના મામલે સુધાર થઇ શકે છે. સુવિધાઓ ઉપર ખર્ચ કરવો પડી શકે છે.

વૃશ્ચિકઃ- ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળશે. નોકરીમાં ધનલાભ સાથે જ મોટું પદ મળવાના યોગ છે. અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે. સફળતા સાથે જ શાંતિ મળી શકે છે.

શુક્રની કૃપા મેળવવા માટે તેના બીજ મંત્ર ”ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ:”નો જાપ કરવો જોઈએ.
શુક્રની કૃપા મેળવવા માટે તેના બીજ મંત્ર ”ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ:”નો જાપ કરવો જોઈએ.

ધનઃ- વિચારેલાં કાર્યોમાં સફળતા મળવામાં ખૂબ જ મુશ્કેલીઓ આવી શકે છે. આ કારણે માનસિક તણાવ રહી શકે છે. રૂપિયાની ખોટનો સામનો કરવો પડી શકે છે.

મકરઃ- આવનાર સમય લાભદાયક રહી શકે છે. નોકરીમાં અધિકારીઓની મદદથી કામ સમયે પૂર્ણ થઇ શકે છે. પ્રમોશન મળી શકે છે.

કુંભઃ- કુંવારા લોકો માટે લગ્નના યોગ બની રહ્યા છે. સફળતા મળવાના યોગ છે. રૂપિયા સાથે જ વર્ચસ્વ વધશે.

મીનઃ- કામ પૂરા કરવામાં થોડી મહેનત કરવી પડશે. પરિવાર અને સંબંધીઓના કારણે શુભ સમાચાર મળી શકે છે. યાત્રાના યોગ બની રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો