13 જુલાઈ સુધી શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં રહેશે:કુંભ સહિત સાત રાશિઓ માટે શુભ સમય; સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના લોકોએ સાવધાન રહેવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

18 જૂનના રોજ શુક્ર વૃષભ રાશિમાં આવી ગયો છે અને હવે 13 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. શુક્ર, વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. એટલે પોતાની જ રાશિમાં આવવાથી તેનું શુભફળ વધી જશે. મોટાભાગે શુક્ર એક રાશિમાં 23 દિવસ સુધી રહે છે. પરંતુ આ વખતે બે દિવસ વધારે એટલે 25 દિવસ સુધી રહેશે. શુક્ર પોતાની જ રાશિમાં આવવાથી દેશ-દુનિયામાં મોટા ફેરફાર થશે.

આ ગ્રહની શુભ-અશુભ અસર લવ લાઇફ, રૂપિયા, એશ્વર્ય, આનંદ, મકાન, વાહન, ઘરેણાં, કોસ્મેટિક સામાન વગેરે મામલાઓ ઉપર થાય છે. તેના શુભ પ્રભાવથી આ બધું જ સુખ મળે છે. ત્યાં જ અશુભ અસરથી ફાલતૂ ખર્ચા વધે છે અને સુખમાં ઘટાડો આવે છે. શુક્રના રાશિ બદલવાથી 12માંથી 7 રાશિઓના જાતકોને ધનલાભ અને અનેક પ્રકારનું સુખ મળશે.

શુક્ર ગ્રહની અશુભ અસરથી ફાલતૂ ખર્ચા વધે છે અને સુખમાં ઘટાડો આવે છે
શુક્ર ગ્રહની અશુભ અસરથી ફાલતૂ ખર્ચા વધે છે અને સુખમાં ઘટાડો આવે છે

કુંભ સહિત સાત રાશિના લોકો માટે શુભ
શુક્રની ચાલમાં ફેરફાર થવાથી મેષ, વૃષભ, કર્ક, કન્યા, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ 7 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને ફાયદો થઈ શકે છે. કામકાજના વખાણ થશે અને આગળ વધવાની તક મળી શકે છે. કિસ્મતનો સાથ મળશે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. લવ લાઇફ અને લગ્નજીવનમાં સુખ મળશે.

સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે શુક્રનું આ રાશિ પરિવર્તન અશુભ રહેશે
સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે શુક્રનું આ રાશિ પરિવર્તન અશુભ રહેશે

મિથુન અને તુલા રાશિના લોકો માટે મિશ્રિત સમય
પોતાની જ રાશિમાં શુક્રના આવવાથી મિથુન અને તુલા રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થશે પરંતુ રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. રૂપિયા ખર્ચ થઈ શકે છે. લગ્નસુખમાં ઘટાડો આવી શકે છે. પાર્ટનરશિપને લગતા મામલાઓ ગુંચવાઇ શકે છે. બિઝનેસના જરૂરી નિર્ણયો સમજી-વિચારીને લેવા પડશે.

સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે અશુભ
શુક્રના રાશિ બદલવાથી સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોના ફાલતૂ ખર્ચ વધી શકે છે. લગ્નસુખમાં ઘટાડો આવી શકે છે. રહસ્યની વાત ઉજાગર થઈ શકે છે. મહેનત વધશે. અપોઝિટ જેન્ડરના લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિવાદ અને દોડભાગ પણ વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...