શુક્રનું રાશિ પરિવર્તન:22 જૂનથી 17 જુલાઈ સુધી તુલા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રના રાશિ બદલવાથી દેશની આર્થિક સ્થિતિમા સુધાર થવાના યોગ બની રહ્યા છે

22 જૂનથી 17 જુલાઈ સુધી શુક્ર કર્ક રાશિમાં રહેશે. શુક્રની આ સ્થિતિ 3 રાશિઓ માટે શુભ રહેશે. ત્યાં જ, 3 રાશિના જાતકોએ સાવધાન રહેવું અને અન્ય 6 રાશિઓ ઉપર તેની મિશ્રિત અસર રહેશે. શુક્રના પ્રભાવથી દેશની આર્થિક સ્થિતિમા ફેરફાર થવાના યોગ છે. શુક્રના રાશિ પરિવર્તનથી બીમારીઓના સંક્રમણમા રાહત મળી શકે છે. સાથે જ વાતાવરણમાં પણ ફેરફાર થવાના યોગ બની રહ્યા છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે શુક્રનું કર્ક રાશિમાં આવવું દેશ માટે શુભ રહેશે. તેના પ્રભાવથી દેશની આર્થિક સ્થિતિમા સુધાર થવાના યોગ બની રહ્યા છે. જોકે, ધનની ખોટ પડી શકે છે. પરંતુ દેશ માટે સમય ઠીક રહેશે. કોઈ મોટી અનહોની થવાની શક્યતાઓ નથી. શુક્રના પ્રભાવથી ભૌતિક સુખ-સુવિધાઓ ઉપર ખર્ચ થાય છે. સાથે જ આ દિવસોમાં અનેક લોકોને આરામ અને સુખ મળી શકે છે.

શુક્રના કર્ક રાશિમાં આવવાથી 12 રાશિઓ ઉપર કઇંક આવી અસર રહેશેઃ-

શુક્રના રાશિ બદલવાથી દેશની આર્થિક સ્થિતિમા સુધાર થવાના યોગ બની રહ્યા છે
શુક્રના રાશિ બદલવાથી દેશની આર્થિક સ્થિતિમા સુધાર થવાના યોગ બની રહ્યા છે

તુલા, મકર અને કુંભ રાશિના લોકો માટે શુભઃ-શુક્રની ચાલમા ફેરફાર થવાથી તુલા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ 3 રાશિઓના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને ફાયદો થઈ શકે છે. કામકાજના વખાણ થશે અને આગળ વધવાની તક મળી શકે છે. કિસ્મતનો સાથ મળશે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. લવ લાઇફ અને દાંપત્ય જીવનમાં સુખ મળી શકે છે.

મીન સહિત 6 રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશેઃ-કર્ક રાશિમા શુક્રના આવી જવાથી વૃષભ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થશે પરંતુ રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. રૂપિયા ખર્ચ થઈ શકે છે. લગ્નસુખમાં ઘટાડો આવી શકે છે. પાર્ટનરશિપને લગતા મામલાઓ ગુંચવાઈ શકે છે. બિઝનેસના જરૂરી નિર્ણયો સમજી-વિચારીને લેવા પડશે.

શુક્રના રાશિ બદલવાથી મેષ, સિંહ અને ધન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોના ફાલતૂ ખર્ચ વધી શકે છે
શુક્રના રાશિ બદલવાથી મેષ, સિંહ અને ધન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોના ફાલતૂ ખર્ચ વધી શકે છે

મેષ, સિંહ અને ધન રાશિના લોકો માટે અશુભઃ-શુક્રના રાશિ બદલવાથી મેષ, સિંહ અને ધન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોના ફાલતૂ ખર્ચ વધી શકે છે. લગ્નસુખમાં ઘટાડો આવી શકે છે. રહસ્યની વાત ઉજાગર થઈ શકે છે. મહેનત વધશે. અપોઝિટ જેન્ડરના લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિવાદ અને ભાગદોડ પણ વધી શકે છે.