તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાશિ પરિવર્તન:4 મહિના પછી મિથુન રાશિમાં શુક્રના આવી જવાથી દેશ માટે સારો સંકેત, મકર અને ધન રાશિના લોકોએ સાવધાન રહેવું

6 મહિનો પહેલા
  • મોટાભાગે શુક્ર ગ્રહ 23 દિવસ સુધી એક જ રાશિમાં રહે છે, પરંતુ આ વખતે 4 મહિના પછી આ ગ્રહ રાશિ બદલી રહ્યો છે

1 ઓગસ્ટે શુક્ર મિથુન રાશિમાં આવી જશે. આ પહેલાં આ ગ્રહ 30 માર્ચથી વૃષભ રાશિમાં હતો. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રએ જણાવ્યું કે, શુક્ર ગ્રહ મોટાભાગે એક જ રાશિમાં 23 દિવસ સુધી રહે છે. પરંતુ આ વખતે 4 મહિના બાદ આ ગ્રહ રાશિ બદલી રહ્યો છે અને 31 ઓગસ્ટ સુધી મિથુન રાશિમાં જ રહેશે. ત્યાર બાદ તે કર્કમાં જશે. શુક્રના પોતાના મિત્ર બુધની રાશિ મિથુનમાં આવી જવાથી ઋતુમાં ફેરફાર થશે. શુક્રનું રાશિ બદલવું દેશ માટે અનેક રીતે શુભ રહેશે. જેની અસર ઋતુ, દેશ-દુનિયા અને બારેય રાશિ ઉપર પડશે.

શુક્રના રાશિ બદલવાથી મિથુન, વૃષભ, મેષ, મીન, કુંભ, વૃશ્ચિક, તુલા અને સિંહ રાશિના લોકો માટે સારો સમય રહેસે. આ સિવાય મકર અને ધન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. ત્યાં જ કન્યા અને કર્ક રાશિના લોકો માટે સમય મિશ્રિત રહેશે.

શુક્રના રાશિ બદલવાથી દેશ-દુનિયા ઉપર પ્રભાવઃ-
દેશમાં શૈક્ષણિક અને ધાર્મિક ગતિવિધિઓ વધશે. પૂર્વી દેશો અને પૂર્વી રાજ્યોમાં વરસાદ વધારે થઇ શકે છે. પૂરની સંભાવના પણ બની રહી છે. દેશના અન્ય ભાગમાં ઋતુ અને વાતાવરણ અનુકૂળ રહેશે. દેશના દક્ષિણ રાજ્યો માટે સમય સારો રહેશે. રાજનૈતિક દૃષ્ટિએ સમય સારો છે. દેશની રાજનીતિમાં કોઇ નવો ચહેરો સામે આવી શકે છે. મોંઘવારીમાં ઘટાડો આવે તેવા યોગ બની રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સુધાર થઇ શકે છે. વિરોધી શક્તિઓ નબળી પડશે.

શુક્રનું રાશિ બદલવું 8 રાશિઓ માટે શુભઃ-
મેષ, વૃષભ, મિથુન, સિંહ, તુલા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. કિસ્મતનો સાથ મળશે. પારિવારિક મામલે સમય શુભ કહી શકાય છે.

2 રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશેઃ-
શુક્રના મિથુન રાશિમાં આવી જવાથી ધન અને મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ 2 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિવાદ થવાની આશંકા છે. ધનહાનિ અને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ પણ વધી શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી બચવું જોઇએ.

અન્ય 2 રાશિના લોકો માટે મિશ્રિત સમયઃ-
શુક્રના મિથુન રાશિમાં આવી જવાથી કર્ક, કન્યા રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 2 રાશિના લોકોને ધનલાભ તો થશે, પરંતુ ખર્ચ પણ થશે. થોડા મામલે નક્ષત્રોનો સાથ મળશે. કામકાજમાં મુશ્કેલીઓ, તણાવ અને વિવાદ થવાની પણ આશંકા છે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની પણ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser