તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાશિ પરિવર્તન:શુક્રએ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો, મેષ-મિથુન રાશિને લાભ; આ બે રાશિના જાતકોએ સાચવવું

2 મહિનો પહેલા
  • વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર છે, 16 માર્ચ સુધી આ ગ્રહ કુંભ રાશિમાં રહેશે

રવિવાર, 21 ફેબ્રુઆરીએ સવારે શુક્ર ગ્રહએ રાશિ બદલીને મકરમાંથી કુંભમાં પ્રવેશ કર્યો છે. આ શનિની રાશિ છે. શનિ અને શુક્ર બંને જ મિત્ર ગ્રહ છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. શુક્ર કુંભ રાશિમાં 16 માર્ચ સુધી રહેશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, જાણો બધી જ બારેય રાશિ પર શુક્રની કેવી અસર થવાની છે...

મેષઃ- તમારા માટે શુક્ર શુભ સ્થિતિમાં છે. લાભ થઇ શકે છે. મોટાં કામમાં સફળતા મળશે. માન-સન્માન વધી શકે છે.

વૃષભઃ- સ્વામી શુક્રના કારણે કાર્યોમાં વધારો થઇ શકે છે. મિત્રોનો સાથ અને પિતાનો સહયોગ મળશે. કોઈ મોટી સફળતા મળી શકે છે, ધન મળવાના યોગ બનશે.

મિથુનઃ- આ રાશિના લોકો માટે ભાગ્યોદયનો સમય રહેશે. કામ યોગ્ય રીતે કરી શકશો, જેનાથી કાર્યોમાં સફળતા સાથે માન-સન્માન પણ મળશે.

કર્કઃ- આ રાશિના લોકો માટે સાવધાન રહેવાનો સમય રહેશે. શુક્ર અશુભ સ્થિતિમાં રહેશે. ચિંતાઓનો સામનો કરવો પડી શકે છે. અજ્ઞાત ભય અને પરેશાનીઓ વધી શકે છે.

સિંહઃ- કુંવારા લોકો માટે લગ્નની વાત પાક્કી થઇ શકે છે. પ્રેમમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પરિણીત લોકોના જીવનમાં સાથીની મદદથી કોઇ લાભ મળી શકે છે.

કન્યાઃ- આ રાશિના લોકો માટે શુક્રની સ્થિતિ યોગ્ય રહેશે નહીં. પરેશાનીઓ વધી શકે છે. દુશ્મનોનો પ્રભાવ વધી શકે છે. વિઘ્નોને કારણે કાર્યોમાં મોડું થઇ શકે છે.

તુલાઃ- આ રાશિના લોકોને મિત્રો અને સગાં-સંબંધીઓને કારણે ધન મળવાના યોગ બની રહ્યા છે. નોકરી કરનારા લોકોને પણ પ્રમોશન જેવો લાભ મળી શકે છે.

વૃશ્ચિકઃ- આ લોકો માટે શુક્ર શુભ રહેશે. માતા તરફથી લાભ મળી શકે છે. કામનો ભાર વધી શકે છે. પરાક્રમમાં સુધારો પણ થશે.

ધનઃ- તમારા માટે શુક્રને કારણે ધનલાભના યોગ છે. ધન-સંપત્તિમાં વધારો થઇ શકે છે. ઘર-પરિવારમાં વાતાવરણ સુખદ રહેશે.

મકરઃ- આ રાશિથી શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ લોકો માટે સમય શુભ રહેશે. કોઇ મોટા કામમાં સફળતા અને માન-સન્માન મળી શકે છે.

કુંભઃ- આ રાશિમાં શુક્ર આવવાથી કાર્યોમાં સફળતા મળવાના યોગ બની શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. આ સમય તમારા માટે શુભ રહેશે.

મીનઃ- આ લોકો માટે શુક્ર ખર્ચમાં વધારો કરનાર રહેશે. ખોટા ખર્ચથી બચવું. ધનને લગતાં કાર્યોમાં સાવધાન રહેશો તો સારું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો