22 જાન્યુઆરીથી એટલે કે રવિવારથી શુક્ર ગ્રહ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. આ ગ્રહ આ રાશિમાં 15 ફેબ્રુઆરી સુધી રહેશે. આ બાદ ઉચ્ચ રાશિમાં જશે. શુક્રના રાશિ પરિવર્તનની અસર દેશ અને દુનિયા સહિત તમામ રાશિઓ પર પડશે.
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રા જણાવે છે કે, શનિ અને શુક્ર જ્યોતિષમાં અનુકૂળ ગ્રહો છે. વિપરીત સ્વભાવના ગ્રહો હોવા છતાં જ્યારે આ બંને સાથે હોય છે, ત્યારે તેઓ શુભ ફળ આપે છે. વરાહમિહિરે લખેલા જ્યોતિષ ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ છે. કુંભ રાશિ માટે શુક્ર યોગ કારક ગ્રહ માનવામાં આવે છે. એટલા માટે તેનું રાશિ પરિવર્તન શુભ રહેશે.
શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ખરીદી અને રોકાણ વધશે. સોના, ચાંદી અને અન્ય ધાતુઓના ભાવમાં વધઘટની શક્યતાઓ છે. ધાન, અનાજ, કપડાં, ભૌતિક સુવિધાઓ અને ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો થઈ શકે છે. તેની સાથે રાજકારણમાં પણ ઉતાર-ચઢાવ આવશે. આ રાશિ પરિવર્તન ઘણા લોકો માટે સારું રહેશે.કલા સાથે જોડાયેલા લોકોમાં ઉત્સાહ જોવા મળશે. ગ્લેમર અને ફેશન સાથે જોડાયેલા લોકો માટે આ સમય ફાયદાકારક રહેશે.
વૃષભ, સિંહ અને કન્યા રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે
કુંભ રાશિમાં શુક્ર આવવાથી વૃષભ, સિંહ અને કન્યા રાશિના લોકોને નુકસાન થઈ શકે છે. વૃષભ, સિંહ અને કન્યા રાશિના લોકોએ લેવડ-દેવડ અને રોકાણમાં સાવધાની રાખવી પડશે. શુક્રના કારણે આ રાશિઓના કામકાજમાં બદલાવ આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. અપોઝીટ જેન્ડરના લોકોને કારણે તણાવ વધી શકે છે. વિવાદ થવાની પણ સંભાવના છે.
શુક્રના કારણે સુખ-સુવિધાઓમાં ઘટાડો થઈ શકે છે. રેસ પણ ચાલુ રહેશે. આ સમય દરમિયાન લવ લાઈફ કે વિવાહિત જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. અનિચ્છનીય ખર્ચાઓ થવાની પણ સંભાવના બની રહી છે. કામમાં બેદરકારી અને ઉતાવળથી પણ બચવું જોઈએ.
તુલા સહિત આ 6 રાશિઓ માટે બેસ્ટ સમય
શુક્રના રાશિ પરિવર્તનને કારણે મેષ, મિથુન, તુલા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિવાળા લોકો આ સમય દરમિયાન ભાગ્યશાળી બની શકે છે. મિલકત અને નાણાકીય બાબતોમાં લાભ થઈ શકે છે.
આ 6 રાશિના લોકો નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે. સ્વાસ્થ્ય માટે આ સમય સારો રહેશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. અટવાયેલા નાણાં મળવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. મિત્રો લોકો સાથે સમય પસાર થશે અને તેમની પાસેથી મદદપણ મળી શકે છે. ઘણા મામલાઓમાં સમય લાભદાયી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.