બે ગ્રહોની અસર:28 નવેમ્બર સુધી શુક્ર અને બુધ એક જ રાશિમાં રહેશે, વાતાવરણ અને બજાર બંનેમાં ફેરફાર થશે

એક વર્ષ પહેલા
  • બુધ અને શુક્રને કારણે કોઈ સ્થાને વરસાદ થશે તો ક્યાંક ઠંડક વધશે, ખરીદદારી અને રોકાણ પણ વધારે થશે

16 નવેમ્બરના રોજ શુક્ર પોતાની જ રાશિ એટલે તુલામાં આવી ગયો છે. આ કારણે હવે શુક્ર અને બુધ એક જ રાશિમાં રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, આ બંને ગ્રહોની અસર વાતાવરણ અને બજાર પર પડશે. શુક્ર સુખ-સુવિધા, ખરીદદારી અને ખર્ચનો કારક ગ્રહ છે. ત્યાં જ બુધના પ્રભાવથી અર્થવ્યવસ્થા, લેવડ-દેવડ અને રોકાણ પ્રભાવિત થાય છે. ગ્રહોની આ સ્થિતિ 28 નવેમ્બર સુધી રહેશે. એ પછી બુધ રાશિ બદલીને વૃશ્ચિકમાં જતો રહેશે અને આવતા મહિના શુક્ર 11 ડિસેમ્બરના રોજ રાશિ બદલશે.

સુખ-સુવિધા આપનાર શુક્ર ગ્રહઃ-

જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, શુક્રને બધા જ ગ્રહમાં સૌથી ચમકદાર ગ્રહ માનવામાં આવે છે, કેમ કે શુક્ર એક શુભ ગ્રહ છે, એટલે આ ગ્રહના કારણે અનેક સુખ-સુવિધાઓ મળે છે, પરંતુ ખાસ કરીને પ્રેમ, ભૌતિક સુખમાં તેની મજબૂતી વધે છે, સાથે જ લગ્નજીવનમાં પણ શુક્રની સ્થિતિની અસર પડે છે. લગ્નજીવન સુખદ રહે છે. આ ગ્રહ વિલાસિતા, સજાવટનો સામાન અને ગ્લેમર પર પણ પ્રભાવ દર્શાવે છે.

આર્થિક સ્થિતિને પ્રભાવિત કરનાર બુધ ગ્રહઃ-

બુધને કારણે અનેક લોકોને ધનલાભની તક મળશે અને આવક પણ વધશે. વ્યાપારિક ગતિવિધિઓમાં સુધારો થશે. કામકાજમાં તેજી આવશે. લોકોની બુદ્ધિને કારણે ફાયદો થશે. રાજનીતિમાં બુદ્ધિમાન લોકોનું વર્ચસ્વ વધશે. સરકારી નોકરી કરનારા લોકોને ફાયદો થશે. ધૈર્ય અને સંયમમાં વધારો થશે. રોજગારના અવસર વધશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. બુધની સૌથી વધારે અસર બિઝનેસ પર પડી શકે છે. આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. બિઝનેસમાં ઉન્નતિ થવા લાગે છે.

વાતાવરણમાં ફેરફારના યોગઃ-

પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે, જ્યારે પણ કોઇ ગ્રહની ચાલમાં ફેરફાર થાય છે ત્યારે વાતાવરણ પર તેની અસર પડે છે. શુક્રનું પોતાની જ રાશિમાં આવી જવું અને તેમાં પહેલાંથી બુધ સાથે યુતિ કરવાથી દેશમાં થોડી જગ્યાએ વરસાદ થવાની સંભાવના છે. આ બંને મિત્ર ગ્રહોને કારણે થોડા-થોડા અંતરમાં વરસાદ શરૂ રહેશે. આ 2 ગ્રહોના મળવાથી હરિયાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં વરસાદના યોગ છે, જ્યારે ઉત્તરાખંડમાં બરફવર્ષા અને દક્ષિણ ભારતમાં અતિવૃષ્ટિની પણ આશંકા બની રહી છે.

બુધ-શુક્રને કારણે ખરીદદારી વધી શકે છેઃ-

શુક્ર પોતાની જ રાશિમાં બુધ સાથે આવી ગયો છે. આ બંને ગ્રહોના કારણે બજારમાં ખરીદદારી વધવાની સંભાવના છે. રોકાણ અને રૂપિયાનો ફ્લો વધશે. સજાવટના સામાન સાથે જ ભૌતિક સુખ-સુવિધાઓની વસ્તુઓની ખરીદી વધારે થશે. સોના-ચાંદીની કિંમતમાં પણ વધારો સંભવ છે. સ્વાસ્થ્યને લગતી વસ્તુઓ અને ડ્રાયફ્રૂટ્સની ખરીદદારી પણ વધી શકે છે.