સૌરમંડળનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર 22 જાન્યુઆરીએ 02-23 મિનિટે રાશિ બદલીને મકરથી કુંભ રાશિમાં આવી ચુક્યો છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શુક્ર ગ્રહ સુખ, સંપત્તિ અને ઐશ્વર્યોનો કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે. જે જાતકોની કુંડળીમાં શુક્ર મજબૂત ભાવમાં બેઠો હોય છે તેમને દરેક પ્રકારના સુખ-સમૃદ્ધિ અને એશોઆરામની સુવિધાઓ તેમને મળતી હોય છે. આ ગ્રહ 15 ફેબ્રુઆરી સુધી કુંભમાં શનિ સાથે રહેશે. શુક્રના આ રાશિ પરિવર્તનથી બધી 12 રાશિઓ પર કોઈને કોઈ પ્રકારે અસર જોવા મળશે, જાણો કોની માટે આ ગોચર શુભ રહેશે અને કોની માટે અશુભ.....
મેષ રાશિ
આ રાશિના લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવશે. નોકરીની શોધ કરી રહ્યાં હોવ તો સફળતા મળશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ આ દરમિયાન થઈ શકે છે. ક્યાંકથી અટલાયેલા રૂપિયા અચાનક મળવાથી રાહતનો અનુભવ થશે. વૈવાહિક જીવન પણ સારું રહેશે.
----------------------------------
વૃષભ રાશિ
શુક્રના રાશિ પરિવર્તનથી નોકરીમાં નવા અનુબંધ થઈ શકે છે. પ્રમોશનના યોગ પણ આ સમયમાં બની રહ્યાં છે. સરકારી કામ જે અટવાયેલાં છે, તે પૂરાં થશે. કોઈ મોટું ટેન્ડર પણ તમને મળી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલ મામલામાં ફાયદો થશે અને અચલ સંપત્તિ પણ ખરીદી શકો છો.
----------------------------------
મિથુન રાશિ
આ રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. આ લોકોનો ધર્મ-કર્મ તરફ ઝૂકાવ રહેશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમ આયોજિત થઈ શકે છે જેવા કે લગ્ન, સગાઈ વગેરે. પતિ-પત્ની વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે પણ આ સમયે સમાપ્ત થઈ શકે છે. સમય તમારા પક્ષે રહેશે.
----------------------------------
કર્ક રાશિ
આ રાશિવાળા માટે શુક્રનું રાશિપરિવર્તન સારું નહીં રહે. આ રાશિના લોકો કોઈ ષડયંત્રમાં ફસાઈ શકે છે. લાગણીઓમાં આવીને કોઈ નિર્ણય ન લો, નહીં તો પાછળથી પરેશાન થઈ શકો છો. કોર્ટ-કચેરીના મામલાઓ ગુંચવાઈ શકે છે. વિદ્યાર્થીઓને પણ મહેનતનું પૂરું ફળ નહીં મળે.
----------------------------------
સિંહ રાશિ
આ રાશિવાળા નોકરીના ટારગેટ પૂરાં કરવામાં સફળ થશે. તેમને અધિકારીઓનો પૂરૈ-પૂરો સહયોગ મળશે. બાળકો સાથે જોડાયેલ સારા સમાચાર મળી શકે છે. લવ-લાઈફ માટે આ સમય અપેક્ષાકૃત સારો રહેશે. રાજનીતિ સાથે જોડાયેલ લોકોને મોટું પદ મળી શકે છે.
----------------------------------
કન્યા રાશિ
શુક્રના રાશિ પરિવર્તનની આ રાશિવાળા પર મિશ્રિત અસર જોવા મળશે. આ રાશિવાળાએ કોઈએ પણ વધુ રૂપિયા ઉધાર ન આપવા, નહીં તો પાછળથી પરેશાન થવું પડશે. સ્વાસ્થ્યની પ્રત્યે સાવધાન રહેજો. કોર્ટ-કચેરીના મામલાઓ પણ બહાર જ સમાધાન કરી લેજો. દુશ્મનો તમારું અહિત કરવાનો પ્રયાસ કરશે.
----------------------------------
તુલા રાશિ
આ રાશિના લોકોના પરિવારમાં કોઈ નવું સદસ્ય આવી શકે છે. સંતાન સાથે જોડાયેલ કોઈ સારા સમાચર મળી શકે છે. શાસનનો સહયોગ મળવાથી કોઈ મોટો ફાયદો આ સમયે તમને મળી શકે છે. સાંસરી પક્ષથી કોઈ ખરાબ સમાચાર આવી શકે છે. ન ઈચ્છીને પણ કોઈ યાત્રાએ જવું પડશે.
----------------------------------
વૃશ્ચિક રાશિ
આ રાશિવાળાનું કોઈ મોટું કામ બનતાં-બનતાં અટકી શકે છે. મિત્રોનો સહયોગ મળશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ રાશિના જાતકોએ પોતાની યોજનાઓ ગુપ્ત રાખવી પડશે, ત્યારે તેઓ પોતાનું લક્ષ્ય પૂરું કરી શકશે. મકાન કે વાહન ખરીદવા માટે આ સમય અનુકૂળ છે. કોઈ સારા સમાચાર મળશે.
----------------------------------
ધન રાશિ
આ રાશિના લોકોને અપ્રત્યાશિત રીતે કોઈ શુભ પરિણામ મળશે. વિદેશમાં અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલ મામલાઓને ગંભીરતાથી લેજો, નહીં તો પાછળથી મામલો બગડી શકે છે. બેંક બેલેન્સ ઓછું હોવાથી મોટી ચિંતા રહેશે, પરંતુ આ સ્થિતિ લાંબો સમય સુધી નહીં રહે,
----------------------------------
મકર રાશિ
આ રાશિના લોકોને આવક અચાનક વધી શકે છે. લાઈફ પાર્ટનરની સાથે સારો સમય વિતશે. જો ક્યાંક ફરવા જવાનો પ્લાન તૈયાર કરી રહ્યાં હોવ તો સમય અનુકૂળ છે. ક્યાંકથી અટવાયેલ રૂપિયા પાછા આ સમયે મળી શકે છે. સમય તમારા પક્ષમાં ચાલી રહ્યો છે. બીજા અનેક ફાયદા શુક્રના રાશિ પરિવર્તનથી તમને મળશે.
----------------------------------
કુંભ રાશિ
શુક્ર તમારી રાશિમાં આવવો દરેક દ્રષ્ટિએ તમારી માટે શુભ રહેશે. આ રાશિવાળાને નોકરીમાં અધિકારીઓનો સાથ મળશે, જેના લીધે તમારો ટારગેટ સમયસર પૂરો થઈ જશે. બિઝનેસ સાથે જોડાયેલ કોઈ યાત્રા તમારી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જૂનું ઈન્વેસ્ટમેન્ટ તમને ફાયદો આપશે.
----------------------------------
મીન રાશિ
આ રાશિવાળા નવું વાહન ખરીદવાનું મન બનાવી રહ્યાં હોય તો સમય સારો છે. વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. પોતાના કિમતી સામાનનું ધ્યાન રાખો, કારણ કે નુકસાનના યોગ બની રહ્યાં છે. કોર્ટૃ-કચેરીના મામલાઓને કોર્ટ બહાર જ સમાધાન કરશો તો વધુ ફાયદામાં રહેશો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.